આ આદતો તમારા દિમાગને સમય પહેલા જ કરી દેશે વૃદ્ધ અને ખોખલું, એમાં આ 4 આદતો આજે જ છોડી દો, નહિ તો આવશે ગંભીર પરિણામ…

મિત્રો જો તમે ઈચ્છતા હોય કે તમારું શરીર યોગ્ય રીતે કામ કરે તો તેના માટે મગજનું સ્વસ્થ રહેવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આપણા આખા શરીરમાં મગજ મુખ્ય ભૂમિકા ભજવે છે પરંતુ જે પ્રકારે માનવનું શરીર વૃદ્ધ થાય છે તેવી જ રીતે સમયની સાથે મગજ પણ વૃદ્ધ થવા લાગે છે. પરંતુ જો તમારું મગજ શરીર કરતાં પહેલા જ વૃદ્ધ થવા લાગે તો તેની પાછળ અનેક કારણો હોઈ શકે છે.

ખરાબ લાઈફ સ્ટાઈલ, હેલ્ધી ડાયટ ન લેવો આ બધી વસ્તુઓ સમય કરતા પહેલા તમારા મગજને વૃદ્ધ બનાવી દે છે. તો તમે ઇચ્છતા હોય કે સમયથી પહેલા તમારું મગજ વૃદ્ધ ન બને તો તેના માટે જરૂરી છે કે તમે તમારી આદતોને છોડી દો. તો આવો જાણીએ એવી આદતો વિશે જે તમારા મગજને સમય કરતા પહેલા જ વૃદ્ધ બનાવી દે છે.1) ખરાબ જીવનશૈલી:- એવા લોકોનું મગજ સમય કરતા પહેલા વૃદ્ધ થવા લાગે છે જે લોકો રેગ્યુલર એક્સરસાઇઝ કરવાની જગ્યાએ પોતાનો સંપૂર્ણ સમય પલંગ પર બેઠા બેઠા પસાર કરે છે. તેનાથી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય પર પણ ખૂબ જ ખરાબ અસર પડે છે. તેનાથી તમને ધીમે ધીમે અનેક પ્રકારની બીમારીઓ થવા લાગે છે અને તમારું મગજ ઝડપથી વૃદ્ધ થવા લાગે છે.

2) વધુ પડતું મદ્યપાન:- ઘણા સંશોધનમાં એ વાત સામે આવી છે કે જે લોકો દરરોજ દારૂનું સેવન નથી કરતા પરંતુ કોઈ એક દિવસ જરૂર કરતા વધારે દારૂ પી લે છે તો તેમનું મગજ ઝડપથી વૃદ્ધિ થવા લાગે છે. વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરવા ના કારણે મગજની કોશિકાઓ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.3) ધુમ્રપાન કરવું:- વધારે પડતું સ્મોકિંગ (ધુમ્રપાન )કરવાના કારણે પણ તમારા મગજના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે. વર્ષ 2020 માં થયેલા એક અભ્યાસ પ્રમાણે જે લોકો વધારે પ્રમાણમાં સ્મોકિંગ કરે છે તેમને અલ્ઝાઈમર ની બીમારી થવાનું જોખમ બે ઘણું વધી જાય છે.

4) સુગરી વસ્તુઓનું સેવન:- એક અભ્યાસ પ્રમાણે સુગરનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી તમારું મગજ સંકોચાવા લાગે છે. તેનાથી મગજ સુધી પહોંચતા લોહીનો પ્રવાહ પણ ઓછો થવા લાગે છે. જ્યારે મગજ સુધી યોગ્ય પ્રમાણમાં લોહી પહોંચી શકતું નથી તો તમને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડે છે, જેમકે બ્રેન સ્ટ્રોક વગેરે.

5) ઊંઘ પૂરી ન કરવી:- જે લોકો દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ નથી લેતા તેમનું મગજ પણ સમય કરતા પહેલા વૃદ્ધ થવા લાગે છે. સાથે જ તેની અસર તમારી ત્વચા પર પણ જોવા મળે છે. ઊંઘ ઓછી લેવાથી  સ્ટ્રેસ લેવલ પણ ઘણો વધી જાય છે.6) હેલ્દી ડાયટ ન લેવો:- જો તમે તમારા ડાયટમાં હેલ્ધી વસ્તુઓનું સેવન નથી કરતા તો તેનાથી પણ ઝડપથી તમારુ મગજ વૃદ્ધ થવા લાગે છે. લીલા શાકભાજી જેમ કે પાલક, કેળ જેવી શાકભાજી તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, વિશેષ રૂપે તમારા મગજ માટે પણ.

7) વધારે પડતો ઓનલાઇન સમય વિતાવવો:- પાછલા કેટલાક વર્ષોમાં લોકોનો સ્ક્રીન ટાઈમ ખૂબ જ વધી ગયો છે. એક અભ્યાસ પ્રમાણે કોમ્પ્યુટર અને સ્માર્ટ ફોનથી નીકળતી બ્લુ લાઈટ તમારી આંખો અને સ્કીન પર ખૂબ જ ખરાબ અસર કરી શકે છે. સાથે જ તમારા મગજ પર પણ તેની ખૂબ જ ખરાબ અસર પડે છે. બ્લુ લાઈટ મગજ અને આંખોની કોશિકાઓ બંનેને નુકસાન પહોંચાડે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment