ખુબજ તાકાતવર છે આ પાંદડા જાણીલો તેના ઉપયોગ અને ફાયદા

શું તમે જાણો છો ઉપયોગમાં લેવામાં આવતા આ પાંદ વિશે…. સ્વાસ્થ્ય માટે છે અનેક રીતે લાભદાયી….

મિત્રો આજે અમે તમને એક એવી શાકભાજી વિશે જણાવીશું કે તેના ફાયદા જાણીને તમે ખુબ જ આશ્ચર્યચકિત થશો. જી હા મિત્રો, આ શાકભાજી સ્વાદમાં પણ એટલી ગુણકારી છે અને સાથે સાથે આપણા સ્વાસ્થ્યમાં સુધાર લાવવા માટે આ શાકભાજી ઉપયોગી છે. તો ચાલો જાણીએ આ શાકભાજી કંઈ છે અને તેના ફાયદા ક્યાં ક્યાં છે.

મિત્રો ગુજરાતના દરેક લોકો એ પાત્રા તો ખાધા જ હોય. તમને ખબર છે આ પાત્રામાં મુખ્ય વસ્તુ શું હોય છે. તેમાં મુખ્ય વસ્તુ અળવીના પાંદ હોય છે. અળવીના પાંદ પર ચણાનો લોટ નાખીને પાત્રા બનાવવામાં આવે છે. પરંતુ મિત્રો શું તમે જાણો છો કે તે પાત્રામાં ઉપયોગમાં લેવાતા અળવીના પાંદ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક નીવડે છે.


આ અળવીના પાંદ સામાન્ય રીતે દરેક શાક માર્કેટમાં મળી જાય છે. પરંતુ આ એટલી લોકપ્રિય શાકભાજી નથી. અળવીના પાંદમાં વિટામિન એ, બી અને સી હોય છે. આ સિવાય અળવીના પાંદમાં કેલ્શિયમ, પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ જેવા તત્વો આવેલા હોય છે. જે શરીર માટે ખુબ જ લાભદાયક છે.

આદિવાસીઓ કહ્યા અનુસાર આ અળવીના પાનને કદી પણ કાચું ખાવુ જોઈએ નહીં. અળવીને હંમેશા શાકભાજી બનાવી ખાવી જોઈએ અથવા તો પાત્રા (પત્તરવેલિયાં) બનાવી ખાવા જોઈએ. તો ચાલો જાણીએ અળવીના પાંદના સેવનથી થતા ફાયદાઓ.


મિત્રો તમને સાંધાના દુખાવાની સમસ્યા રહેતી હોય તો તમારે અળવીના પાંદનું  સેવન કરવું જોઈએ. રોજ અળવીના પાંદનું સેવન કરવામાં આવે તો સાંધાના દુખાવાની  સમસ્યાઓ દૂર થાય છે.

અળવીના પાંદમાં મેગ્નેશિયમ, સોડિયમ પોટેશિયમ જેવાં રાસાયણિક તત્વો વધુ પ્રમાણમાં હોય છે. જે આપણા શરીરમાં રક્ત પ્રવાહને કંટ્રોલમાં રાખે છે. જેથી  જરૂરિયાત અનુસાર દરેક અંગમાં રક્ત પહોંચાડવામાં મદદ થાય છે.


મિત્રો તમને જણાવી દઈએ કે વધતા વજન માટે પણ અળવીના પાંદ લાભદાયી સાબિત થાય છે. જો શરીરમાં વજન વધી રહ્યો છે તો તેને કંટ્રોલમાં રાખવા માટે અળવીના પાનનું સેવન કરવું. અળવીના પાંદમાં રહેલ ફાઈબર મેટાબોલીઝમને સક્રિય બનાવવા માટે મદદરૂપ થાય છે. જેથી તમારી પાચનક્રિયા સુદ્રઢ થાય છે અને શરીરમાં વજન વધવાની સમસ્યા દૂર થાય છે.

આજકાલ દરેક લોકોને પેટમાં દુખાવાની સમસ્યા થતી હોય છે. જો તમને પણ પેટના દુખાવા સંબંધી કોઈપણ સમસ્યા થઈ રહી છે તો તમારે અળવીના પાનનું સેવન કરવું જોઈએ.

અળવીના પાનની ડાળખીને કાઢી પાનને પાણીમાં નાખી ગરમ કરી લો. ત્યારબાદ તેમાં થોડુ ઘી ઉમેરી લો અને આ પાણીને  દિવસમાં બે વાર પીવું જોઈએ અને આ મિક્સ કરેલ પાણીને ત્રણ દિવસ સુધી પીવાથી પેટમાં રાહત મળે છે.

અળવીના પાંદમાં આવશ્યક તત્વો હોવાની સાથે સાથે વિટામિન એની ભરપૂર માત્રા હોય છે. આંખોની રોશની વધારવા માટે અળવીનાં  પાંદ ઉપયોગી સાબિત થાય છે. આથી  અળવીના પાંદનું નિયમિત સેવન કરવામાં આવે તો આંખની માંસપેશીઓમાં સુધાર આવે છે. જેથી આંખમાં તેજ વધે છે.


તો મિત્રો અળવીના પાંદના સેવનથી તમને અનેક લાભો મળે છે માટે અળવીના પાંદનું સેવન કરવું જોઈએ. વધારે કંઈ ન કરી શકો તો કંઈ નહિ પરંતુ અળવીના પાંદના પત્તરવેલીયા એટલે કે પાત્રા બનાવીને તેનું સેવન કરી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment