ઘરે ઉગતી આ ઔષધિ ના ફક્ત 2 પાંદડા દૂધમાં મેળવી પીવો | પરિણામ જોઇને દંગ રહી જશો.

મિત્રો દૂધઆજના સમયમાં લોકો સામાન્ય તકલીફમાં પણ બીમાર પડી જતા હોય છે. પરંતુ મિત્રો ખુબ જ ઓછા લોકો જાણતા હશે કે જલ્દી બીમાર પડવાનું કારણ આપણા શરીરનું ઇમ્યુનિટી સિસ્ટમ નબળું હોવું. પરંતુ લોકો આજે જલ્દી બીમારીથી દુર ભાગવા માટે ડોક્ટરની પાસે જઈને દવાઓ લેતા હોય છે. પરંતુ બીમારીઓથી ભાગવા માટે દવાઓનું સેવન કરવું જરૂરી નથી. કેમ કે દવાઓ પણ એક સમય તમને શારીરિક તકલીફ કરાવી શકે છે.

એટલા માટે આજે અમે તમને બીમારીથી બચવા માટે અમુક ઘરેલું ઉપાય જણાવશું. જે તમને ખુબ જ ફાયદાકારક રહેશે. મિત્રો આપણા આયુર્વેદમાં તુલસીનું ખુબ જ મહત્વ રહેલું છે. જેનાથી ઘણા બધા રોગોનો ઈલાજ પણ થઇ શકે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તો બીજી બાજુ દૂધ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. કેમ કે દૂધનું સેવન આપણા શરીરમાં ઘણી બધી ક્રિયાઓને સક્રિય બનાવે છે. તો ચાલો જાણીએ આ બંનેના થોડા ફાયદાઓ વિશે. તુલસી અને દૂધનું જો સાથે સેવન કરવામાં આવે તો ઘણા બધા ફાયદા થાય છે. તે અમુક ગંભીર સમસ્યામાં પણ રાહત પ્રદાન કરે છે. તો તુલસીને દુધમાં મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો કંઈક અલગ જ તેની ગુણવત્તા ઉભી થાય છે.
તુલસી અને દૂધના સેવનથી આપણું હૃદય સ્વસ્થ બને છે. કેમ કે તુલસીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે હૃદયને સ્વસ્થ બનાવી રાખવા માટે મદદ કરે છે. પરંતુ તેની સાથે જો દૂધનું સેવન કરવામાં આવે તો દૂધ પોષકતત્વથી ભરપુર હોય છે. જે આપણા આખા શરીરને સ્વસ્થ રાખવા માટે કારગર હોય છે. માટે તુલસી અને દુશનું સેવન કરવાથી હૃદય અને શરીર બંને સ્વસ્થ બને છે.

તણાવ ઓછો કરે છે. જો તમે આખો દિવસ થાકી ગયા હોવ અને તમારા દિમાગને આરામ આપવાની જરૂર લગતી હોય તો તેના માટે તુલસી વાળું એક કપ ગરમ દૂધનું સેવન કરી લેવાનું. તુલસી વાળું ગરમ દૂધ તમારી નર્વસ સિસ્ટમને આરામ આપશે અને દિમાગમાં કોર્ટીસોલની લેવલ પણ ઓછું કરે છે. જેના કારણે તમારું આખું શરીર પણ આરામનો અનુભવ કરશે.

જો કોઈ પથરીની સમસ્યા હોય તો તેમાં પણ રાહત આપે છે. તુલસીના પાંદ વાળું દૂધ આપણા શરીરમાંથી યુરિક એસિડને ઓછું કરી નાખે છે. જે શરીરમાં ટોક્સીક્સને બહાર કાઢવામાં ખુબ જ સારી એવી મદદ કરે છે. તેનાથી કિડનીમાં પાથરી હોય તો તેમાં પણ રાહત મળે છે. કેમ કે શરીરનો વધારાનો ક્ષાર વાળો ભાગ બહાર નીકળી જાય છે. માટે તુલસી વાળા દૂધનું સેવન પથરીમાં પણ રાહત આપે છે.

આપણી ઇમ્યુનિટી સિસ્ટમને વધારે છે. તુલસીમાં એન્ટીબેક્ટેરીયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જે દૂધ સાથે મળીને આપણા શરીરમાં જાય તો આપણી પાચનક્રિયા મજબુત બને છે. સાથે સાથે ફ્લુ જેવી સમસ્યાઓને દુર કરવામાં પણ મદદ મળે છે. એટલા માટે તુલસી વાળા દૂધનું સેવન ખુબ જ ફાયદાકારક રહે છે. તુલસી વાળા દુધને તમે કોઈ પણ રીતે પીય શકો છો. તેના ફાયદા અવશ્ય થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment