ધરતી પર સંજીવની સમાન છે આ નાનકડા બીજ, વજન અને કોલેસ્ટ્રોલ ઘટાડી લોહીને રાખશે જિંદગીભર સાફ અને શુદ્ધ…

આપણને ઠંડી વસ્તુઓનું સેવન કરવાનું ગમે છે. પરંતુ આપણે પણ કુદરતી પીણાને ત્યાગીને કૃત્રિમ અને કેમિકલ યુક્ત પીણાઓનું સેવન કરીએ છીએ જે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બને છે. પરંતુ  આપણા સ્વાસ્થ્યને લાભદાયક એવા કુદરતી તકમરીયા છે. તકમરીયા ની પ્રકૃતિ ઠંડી હોય છે

તેનું શરબત બનાવીને કે અલગ અલગ વસ્તુ સાથે સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને અનેક પ્રકારના ફાયદા થાય છે અને આપણી અલગ અલગ પ્રકારની બીમારીઓને દૂર કરવામાં પણ ખૂબ જ સહાયક બને છે. પરંતુ શું તમે ક્યારેય તકમરીયાનું સેવન મધ સાથે કર્યું છે? તકમરીયાનુ સેવન મધ સાથે કરવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.કારણ કે તકમરીયા અને મધ બંને માં ભરપૂર પ્રમાણમાં ઔષધીય ગુણો ઉપલબ્ધ હોય છે. જે સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે. જો ખાલી પેટે તકમરીયા અને મધનું સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય સંબંધી અનેક પ્રકારની સમસ્યાઓ જળમુળથી દૂર કરી શકાય છે.

તકમરીયામાં ફાઇબર, એમિનો એસિડ, વિટામિન બી, વિટામિન બી 12, નિયાસિન અને વિટામિન સી ભરપૂર માત્રામાં ઉપલબ્ધ  હોય છે. સાથે જ પ્રોટીન, વિટામિન એ, બી, સી, ઝીંક, કોપર, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ જેવા ઘણા પોષક તત્વો પણ મધમાં જોવા મળે છે, જે સ્વાસ્થ્યની તંદુરસ્તી જાળવવા માટે અનેક રીતે લાભદાયક છે.ખાલી પેટે તકમરીયા અને મધનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને સાંધામાં સોજા ની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે. કારણ કે આમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે દુખાવો અને બળતરા ને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

તકમરીયાનું સેવન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેમજ તકમરિયાનું જ્યુસ પણ બનાવીને પી શકાય છે. તકમરીયાના બીજ ને પલાળીને જ્યુસ બનાવવામાં આવે છે. તથા તેને પીવાથી શરીરને ઠંડક મળે છે. અને લુ પણ નથી લાગતી. આ જ્યુસના સેવનથી નસકોરી ફૂટવા જેવી સમસ્યાને દૂર કરી શકાય છે.દરરોજ સવારમાં એક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીમાં એક ટેબલ સ્પૂન તકમરીયા ના બીજ નાખીને સેવન કરવાથી પાચનમાં સુધારો કરી શકાય છે. આ બીજ નું સેવન 18 ટકા કેલ્શિયમની ઉણપની પૂર્તિ કરે છે, જે દાંત અને હાડકાને મજબૂત બનાવવા માટે મદદરૂપ થાય છે.

તકમરીયા અતિ પૌષ્ટિક હોવાના કારણે તે લીવરની ધીમી ગતિ, ઉદાસીનતા અને મૂત્રાશયની સમસ્યામાં તકમરીયા અત્યંત લાભદાયક છે.  જો મરડા ની સમસ્યા હોય તો તકમરીયા ના બીજ ને વાટી લેવા ત્યારબાદ બાવળના ગુંદર સાથે ખાંડી ને તેનું સેવન કરવાથી આ સમસ્યા માંથી છુટકારો મળે છે. તકમરિયાના મૂળિયાનો ઉપયોગ કરવાથી નાના બાળકોને કબજિયાત મટાડવામાં મદદ મળે છે. એક ગ્લાસ પાણીમાં તકમરિયાના બીજને પલાળી દેવા અને તેમાં સાકર નાખવી ત્યારબાદ પીવાથી એસિડિટીમાં ખૂબ જ રાહત થાય છે. તકમરીયા ના સેવનથી ચામડીના રોગો થતા નથી કારણ કે આ બીજ લોહીની શુદ્ધિ કરે છે. આમાં શારીરિક ક્ષમતા વધારવાનો ગુણ હોવાથી શરીર પણ સ્વસ્થ રહે છે.શરીરમાં કોલેસ્ટ્રોલ નું વધવું એ હૃદય રોગનું સૌથી મોટું કારણ છે. તેથી જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો ગંભીર પરિણામ ભોગવવું પડે છે. માટે કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવા માટે ખાલી પેટે તકમરીયા અને મધનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડી શકાય છે અને સારા કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારવામાં મદદ મળે છે.

તકમરીયા અને મધ બંનેમાં વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે, તેથી  ખાલી પેટે તકમરીયા અને મધનું સેવન કરવાથી તે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. જેના દ્વારા તમે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકો છે, અને અનેક રોગો સામે રક્ષણ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment