આ સસ્તું લાલ શાકભાજી હૃદયના દર્દીને આપે છે દવા જેવું કામ, કોલેસ્ટ્રોલ ઘટાડી પેટ કરી દેશે સાફ…

મિત્રો આપણે ત્યાં ભીંડાને ખુબ જ પસંદ કરવામાં આવે છે. તેના સેવનથી તમારા સ્વાસ્થ્યને લાભ થાય છે. જો કે ભીંડામાં પણ ઘણી જાત આવે છે. તેમાંથી એક કાશીના ભીંડાની વાત આજે આપણે આ લેખમાં કરીશું. કહેવાય છે કે કાશીના ભીંડાનું સેવન કરવાથી તમારી હૃદયની બીમારીઓ દુર થાય છે. તેમજ જે લોકો હૃદય રોગના દર્દી છે તેમના માટે આ કાશીનો ભીંડો વરદાન સમાન છે. ચાલો તો આપણે જાણી લઈએ આ કાશીના ભીંડામાં એવી તે કઈ વિશેષતાઓ કે ગુણો રહેલા છે જે તમારા હૃદય રોગને ઓછુ કરે છે. 

ભીંડો લગભગ દરેક ઘરમાં બનતો હોય છે. તેને ખાવાના ફાયદા ભલે ઓછા લોકોને ખબર હોય પરંતુ તેના સ્વાદના લગભગ બધા જ દિવાના હોય છે. ભીંડાના શાક સિવાય તેને ભજીયાની જેમ તળીને પણ ખાઈ શકાય છે. આ તો થઈ લીલા ભીંડાની વાત. શું તમે જાણો છો કે, લાલ રંગનો પણ ભીંડો હોય છે? તેને કુમકુમ ભીંડી પણ કહેવામ આવે છે. 23 વર્ષની મહેનત પછી ભારતીય વૈજ્ઞાનિકોએ ભીંડાની આ જાતને વિકસિત કરી છે. કાશીમાં તે ઉત્પન્ન થતો હોવાથી તેને કાશીની લાલીમા પણ કહેવામા આવે છે. ઇંડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ વેજીટેબલ રિસર્ચ દ્વારા વિકસિત, આ ભીંડાની જાત માત્ર રંગમાં જ અલગ નથી, પરંતુ તેમાં રહેલ પોષકતત્વો પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો, લીલો ભીંડો પણ પોષણનું એક પાવરહાઉસ છે, પરંતુ લાલ ભીંડા વિશે વિશેષજ્ઞો કહે છે કે, હ્રદયના સ્વાસ્થ્યમાં સુધાર માટે તેનું નિયમિત સેવન તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

1) લાલ ભીંડામાં શું છે ખાસ:- લાલ ભીંડો પોષકતત્વોથી ભરપૂર હોય છે. લાલ ભીંડામાં કેલરી, કાર્બ્સ, પ્રોટીન, વસા, ફાઈબર, મેગ્નેશિયમ હોય છે. તે સિવાય વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન બી6 પણ રહેલા હોય છે. લાલ ભીંડામાં કેલરી અને કાર્બ્સની માત્રા ખૂબ જ ઓછી હોય છે. જેના કારણે તમને શરીરમાં અમુક રોગો સામે લડવાની શક્તિ મેં છે.2) કુમકુમ ભીંડો હ્રદયને રાખે છે સ્વસ્થ:- જો તમે હૃદયને લગતી કોઈ બીમારીની ઝપેટમાં હો તો તમારા માટે લાલ ભીંડો ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. કોરોના મહામારીએ હ્રદય રોગોના જોખમને ખૂબ જ વધારી દીધું છે. હેલ્થ એક્સપર્ટ આહારમાં એવા પદાર્થોને સમાવિષ્ટ કરવાની સલાહ આપે છે જે હ્રદયના સ્વાસ્થ્યને જાળવી રાખે. એવામાં કુમકુમ ભીંડો તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ શાકભાજીમાં સોડિયમની માત્રા ઓછી હોય છે, જે હ્રદયના સ્વાસ્થ્યને સારું બનાવવાનું કામ કરે છે.

3) લાલ ભીંડો ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે:- એક પ્રતિષ્ઠિત રિપોર્ટ મુજબ, એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કુમકુમ ભીંડામાં લગભગ 94 ટકા પોલીઅન્સેચ્યુરેટેડ વસા હોય છે, જે શરીરમાં એલડીએલના સ્તરને સ્વાભાવિક રૂપથી ઘટાડવામાં મદદ કરે છે. આમ તમે શરીર માટે ખુબ જ લાભકારી છે.4) Red Okra ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે:- તમારી કમજોર ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવામાં લાલ ભીંડો તમારી મદદ કરી શકે છે. કાશી લાલીમામાં 21 ટકા આયરન અને 5 ટકા પ્રોટીન રહેલું હોય છે. જે સમગ્ર પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારો કરવાનું કામ કરે છે. 

5) કાશી લાલીમા મેટાબોલીજ્મને વધારે છે:- તમારું મેટાબોલીજ્મ તમારા શરીરને શ્વાસ લેવા અને પાચન જેવા જરૂરી શરીરના કાર્યો માટે લગાતાર ઉર્જા પ્રદાન કરવા માટે જરૂરી હોય છે. એવામાં લાલ (કુમકુમ) ભીંડામાં રહેલ આયરન અને પ્રોટીન ચયાપચયમાં સુધાર માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. આમ લાલ ભીંડાનું સેવન તમારા સમગ્ર સ્વાસ્થ્યને સારું રાખે છે. તેમજ હૃદય માટે તે હેલ્દી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment