આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ… શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર….

આ લીલી ઔષધી શરીર માટે છે 100% ચમત્કારિક, પેટ, પાચન અને શરીરને સાફ કરી, હૃદય અને ત્વચાને રાખશે સાફ… શરીરના ઝેરી તત્વો નીકળી જશે બહાર….

ડ્રાયફ્રુટ્સ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયક હોય છે. તેમાં અનેક પ્રકારના પોષક તત્વો સામેલ હોય છે. તેમાંય વળી બદામને તો ડ્રાયફ્રૂટ્સ નો રાજા કહેવાય છે. બદામ એક એવું ફૂડ છે જે દરેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. આપણે મોટાભાગે બદામને પલાળીને ખાઈએ છીએ. પરંતુ આવી બદામી રંગની બદામ કરતા પણ લીલી બદામ ખૂબ જ ફાયદાકારક હોય છે. લીલી બદામ સૂકી બદામની જેમ વિટામિન ઈ, વિટામિન સી, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ-કાર્નિટાઇન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

બદામનો ઉપયોગ આપણે અનેક પ્રકારની ખાવાની વસ્તુઓમાં કરીએ છીએ. જો કે તમે આને કાચી કે પલાળીને પણ ખાઈ શકો છો. એવું માનવામાં આવે છે કે પલાળેલી બદામ ના ફાયદા વધારે હોય છે. સામાન્ય રીતે બ્રાઉન કલરની બદામનું સેવન કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો લીલા રંગની બદામ ના પણ અનેક સ્વાસ્થ્યવર્ધક ફાયદા હોય છે.

 બદામના પોષક તત્વો કયા છે?:- લીલા રંગની બદામ નો મતલબ અહીંયા કાચી બદામથી છે. કાચા બદામ મા લીલા રંગની ટોન અને મખમલી બનાવટ હોય છે અને આ અંદરથી જીલેટીનસ હોય છે. આની છાલ નો સ્વાદ કડવો હોય છે. તેથી આને ખાતા પહેલા તેની છાલને હટાવવાની સલાહ આપવામાં આવે છે.

ન્યુટ્રિશિયન નું જણાવવું છે કે લીલા રંગની બદામનું સેવન કરવું જોઈએ કારણ કે લીલી બદામ ફોલિક એસિડ નો એક સારો સ્ત્રોત છે. આમાં સૂકા બદામ જેવા વિટામીન ઈ , વિટામિન સી, આયર્ન,મેગ્નેશિયમ,કેલ્શિયમ એલ – કાર્નિટાઇન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

1) ફાઇબરથી ભરપૂર:- એક રિપોર્ટ પ્રમાણે ફાઇબરથી ભરપૂર સામગ્રી, લીલી બદામ ને પેટના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી બનાવે છે. તેને તમારી ડાયટમાં દરરોજ સામેલ કરવાથી પાચન, ચયાપચન અને નિયમિત મળ ત્યાગને વધારો આપવામાં મદદ કરે છે. લીલી બદામમાંથી મળતું ફાઇબર આપણા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે.

2) એન્ટિઓક્સિડન્ટ નો ખજાનો:- બદામમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે. જે શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સોજાથી લડવા અને મોસમી શરદી અને ફલૂ સહિત બીજી અનેક બીમારીઓને રોકવામાં મદદ કરે છે.

3) વિટામીન ઈનો શ્રેષ્ઠ સ્ત્રોત:- વિટામીન ઈ પોતાના એન્ટિઓક્સિડન્ટ ગુણોને લીધે ઓળખાય છે. જે આપણા શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસને ઘટાડવામાં મદદ કરે છે. તેના સિવાય આ પોષક તત્વો લીવરના સ્વાસ્થ્ય, હૃદયના સ્વાસ્થ્ય અને ફેફસાના કાર્યમાં સુધારો કરવામાં મદદ કરે છે. આહારમાં લીલા બદામને શામિલ કરવાની સલાહ આપવામાં આવે છે.4) હૃદય ને સ્વસ્થ રાખે:- એક અન્ય રિપોર્ટ પ્રમાણે લીલી બદામ વિટામીન ઈ અને ફાઇબરથી ભરેલી હોય છે.આ બંને હૃદયના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે. તેના સિવાય લીલી બદામ અનસેન્ચ્યુરેટેડ ફેટ, ઓમેગા 3 ફેટી એસિડ, પ્લાન્ટ સ્ટેરોલ વગેરેથી પણ ભરપૂર હોય છે. જે સમગ્ર હૃદયના સ્વાસ્થ્યને વધારો આપવામાં મદદરૂપ થાય છે.

5) ત્વચા માટે લાભદાયક:- લીલા બદામમાં વિટામિન ઈ અને એન્ટિઓક્સિડન્ટ સામગ્રી ત્વચાના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે આને તમારા ખાવામાં સામેલ કરવાથી તમારી ત્વચા સુંદર બનાવે, ખીલ દૂર કરે અને વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે.6) વાળના વિકાસ માટે ફાયદાકારક:- લીલી બદામ ઓમેગા 3 ફેંટી એસિડથી ભરપૂર હોય છે જે લોહીના પ્રવાહને વધારવામાં મદદ કરે છે. જેનાથી વાળનો વિકાસ થાય છે. વાંકડિયા વાળને નિયંત્રિત કરવા અને તેને મજબૂત બનાવવા માટે પણ લીલી બદામ ખૂબ જ સારી માનવામાં આવે છે.

7) હાડકા મજબૂત બનાવે:- લીલી બદામને હાડકાના સ્વાસ્થ્ય માટે એક સુપર ફૂડ માનવામાં આવે છે. આ વિટામીન કે, પ્રોટીન, ઝિંક, કોપર, મેંગેનીઝ, કેલ્શિયમ,મેગ્નેશિયમ વગેરેથી ભરપૂર હોય છે. જે સ્વસ્થ હાડકાને વધારો આપવામાં મદદ કરે છે.

(નોંધ :- ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!