કપૂર અને ઘીનો આ મફત પ્રયોગ ઘરમાંથી મચ્છર સહિત ભગાવી દેશે શરીરની અનેક બીમારીઓ, જાણો ઉપયોગની રીત અને અદ્દભુત ફાયદા…

અનેક દેશી પ્રયોગો એવા છે જેના પ્રયોગથી તમે શરીરની અનેક સમસ્યાઓ દુર કરી શકો છો, આવો જ એક ઉપયોગ છે ઘી અને કપૂરના મિશ્રણનો જેના અનેક ફાયદાઓ છે. તેનાથી સ્કીનથી લઈને માથાના દુખાવાની સમસ્યાઓ દુર કરી શકાય છે. ઘરમાં કપૂર અને ઘીનો દીવો કરવાથી વાતાવરણ શુદ્ધ બને છે. આ સિવાય જો તમે ચહેરા પર ઘી અને કપૂરનું મિશ્રણ લગાવો છો તેનાથી સંક્રમણ દુર થઇ શકે છે. આજે આપણે આ લેખમાં ઘી અને કપૂરના ક્યાં ક્યાં ફાયદાઓ છે તેના વિશે જાણીશું.

કપૂરમાં રહેલ ગુણ : કપૂરનો ઉપયોગ ધાર્મિક કાર્યોમાં વધુ કરવામાં આવે છે. તેનાથી ઘરમાં એક શાંતિનો અનુભવ થાય છે. તેમજ તેની સુંગંધ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ સારી છે. કપૂરમાં કટુ, મધુર અને તીક્ષ્ણ ગુણ રહેલ છે, જે આપણા માટે પાચકની જેમ કામ કરે છે. આંખને ઠંડક આપે છે, આમ કપૂર પોતાના તીખા અને સુંગધિત ગુણને કારણે તમારા સ્વાસ્થ્ય અને વાતાવરણની શુદ્ધિ માટે ખુબ જ સારું છે.ઘી માં રહેલ ગુણ : ઘી ને સ્કીન માટે ખુબ જ સારું માનવામાં આવ્યું છે, તેમાં વિટામીન ઈ, ઓમેગા-3 ફેટી એસીડ, એન્ટી એજિંગ ગુણ રહેલ છે. તેમજ તે સ્કીનની કોમળતા બનાવી રાખવામાં તમારી મદદ કરે છે. આ સિવાય ઘી નો ઉપયોગ વાનગીથી લઈને અનેક દુખાવાને દુર કરવા માટે થાય છે.

કપૂર અને ઘી ના મિશ્રણથી થતા ફાયદાઓ : 1) અનિદ્રાની સમસ્યા દુર કરે છે : જો તમને નીંદર ન આવવાની પરેશાની છે તો તમે પહેલા તો પોતાના રૂમમાં ઘી અને કપૂરનો દીવો પ્રગટાવીને મૂકી દો, તેનાથી તમારું મગજ શાંત થાય છે, અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારું રહે છે. આમ તમને નીંદર જલ્દી અને સારી આવે છે.
2) મચ્છર ને ભગાડે છે : ઘી અને કપૂરનો દીવો મચ્છરને દુર કરવા માટે ખુબ જ અસરકારક છે. આ માટે તમે કપૂર અને ઘીનું મિશ્રણ કરીને દીવો કરી લો, તેની સુગંધથી મચ્છર નહિ આવે. આ સિવાય તમે આ મિશ્રણને પોતાના શરીર પર પણ લગાવી શકો છો, આમ મચ્છર તમારી પાસે નહી આવે.3) સાઈનસમાં થતી સમસ્યાથી આરામ આપે છે : કપૂર અને ગાયનું ઘી સુંઘવાથી સાઈનસની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આ માટે તમે એર ડીફ્યુજરમાં ઘી અને કપૂરનું મિશ્રણ નાખીને ઘરમાં મૂકી દો. તેનાથી તમને સારો અનુભવ થશે.
4) સોજાને ઓછા કરે છે : જો તમને ઈજા થવાથી સોજો ચડી ગયો છે તો કપૂર અને  ઘી નો ઉપયોગ કરો. કપૂરમાં શોથહરનો ગુણ હોય છે, જે સોજાને ઓછો કરે છે. આ માટે કપૂરને ગાયના ઘીમાં મિક્સ કરીને સોજા વાળી જગ્યાએ મુકો, હવે તેને કપડાથી બાંધી દો, આમ સવાર સુધીમાં તમને સોજામાં રાહત મળી જશે.

5) માઈગ્રેન ની સમસ્યામાં અસરકારક છે : માથાનો દુખાવો અથવા તો માઈગ્રેનમાં કપૂર અને ઘી નું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે તમે કપૂર અને ઘી નો દીવો પોતાની આસપાસ પ્રગટાવીને રાખી દો.

6) ઉલ્ટી, ઉબકા પર કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો : જો તમને ઉલ્ટી કે ઉબકા જેવો અનુભવ થાય છે તો તમે કપૂર અને ઘી નો ઉપયોગ કરી શકો છો. તેનાથી ઉબકા તરત જ બંધ થઇ જશે, આ સિવાય જો તમને ચક્કર આવવા અનુભવ થાય છે તો તેમાં પણ તમે આનો પ્રયોગ કરી શકો છો.7) ખીલને દુર કરે છે : ચહેરા પરથી ખીલની સમસ્યા દુર કરવા માટે તમે આ મિશ્રણનો ઉપયોગ કરી શકો છો. આ માટે 1 ચમચી ગાયનું ઘી લો, તેમાં એક ચપટી કપૂર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ત્યારપછી હળવા હાથે મસાજ કરો. આખી રાત રહેવા દો, આ પ્રયોગ થોડા દિવસ કરવાથી ખીલ દુર થઇ જશે.

8) ફાટેલી એડીની સમસ્યા દુર કરે છે : ફાટેલી એડીની સમસ્યા દુર કરવા માટે ઘી અને કપૂરનું મિશ્રણ ખુબ જ લાભકારી છે. આ માટે 1 ગોળી કપૂરની અને 1 ચમચી ગાયનું ઘી લો. તેમાં થોડું વિટામીન ઈ મિક્સ કરો. હવે તેને મિક્સ કરીને એડી પર લગાવો. તેનાથી રાહત મળે છે.

9) માથાના દુખાવાથી રાહત આપે છે : વારંવાર માથાનો દુખાવો થાય તો તે માટે કપૂરને પીસીને ગાયના ઘીમાં મિક્સ કરી લો. હવે તેને માથા પર લગાવો. તેનાથી માથાના દુખાવામાં રાહત મળે છે, આ સિવાય મનને પણ શાંતિ મળે છે.10) ગેસની સમસ્યાથી રાહત આપે છે : કપૂર અને ઘી નું મિશ્રણ ગેસ અને મુંઝારો થવા પર ખુબ જ લાભકારી છે. કપૂરની તાસીર ઠંડી હોય છે, તેનો લેપ માથા પર લગાવવાથી મગજ શાંત થાય છે, જે તમને આરામ આપે છે.

11) બ્લડ સર્ક્યુલેશન સારું કરે છે : કપૂર અને ઘી નું મિશ્રણ બ્લડ સર્ક્યુલેશન સારું કરવામાં અસરકારક છે. આ માટે કપૂર અને ઘી નું મિશ્રણ પોતાના હોઠની આસપાસ લગાવો. તેની સુગંધથી શરીરમાં રક્ત સંચાર સારો થાય છે. કપૂરના આ ગુણથી માંસપેશીઓમાં થતા દુખાવાથી પણ રાહત મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment