પોષકતત્વોથી ભરપુર આ ધાન્ય ડાયાબિટીસ સહિત અનેક રોગોમાં છે રામબાણ, તમે પણ ખાવા લાગો અને બીજાને પણ જણાવો…

દરેક અનાજમાં વિશેષ ગુણો અને પોષક તત્વો રહેલા હોય છે. અનાજ આપણને અનેક રોગોથી મુક્ત બનાવે છે અને શરીરની તંદુરસ્તી જાળવે છે. આવા અનાજોમાં એક કોદરીનો સમાવેશ થાય છે. કોદરી બે પ્રકારની હોય છે એક લાલ અને પીળી. કોદરીને બે પાણીમાં ધોઈને સુકવી અને શેકીને તેનું સેવન કરવામાં આવે તો તે સરળતાથી પચી જાય છે. જેવી રીતે પિત્તના રોગમાં કાંગ ઉપયોગી છે તેવી જ રીતે કોદરી પણ ફાયદાકારક છે. 

કોદરીને ભાતના વિકલ્પમાં પણ ખાઈ શકાય છે. આમ તો કોદરીને ગરીબ તથા મજૂર લોકો દ્વારા વધુ સેવન કરવામાં આવે છે. પરંતુ મેટાબોલિક સિન્ડ્રોમને લગતાં ઈન્સ્યુલીન રેઝિસ્ટન્ટ, ડાયાબિટીસ, ઓબેસિટી, હાઈ બ્લડપ્રેશર, હાર્ટ ડિસીઝ, હાયપર લિપિડેમિયા જેવી બીમારીમાં ખોરાકની પૌષ્ટિકતા વિશે વધુ ધ્યાન રાખવું પડે છે.

વધુ ફાયટોન્યુટ્રિઅન્ટ, વિટામિન્સ-મિનરલ્સ ધરાવતા હોય છે, પરંતુ એક સંશોધન પ્રમાણે ઓછી માત્રામાં કાર્બોહાઈડ્રેટસ ધરાવતા ખાદ્યપદાર્થોમાં કોદરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોદરી પચવામાં સરળ હોવાથી તેના સેવનથી વજન વધતું નથી અને ઝડપથી ગ્લુકોઝના લેવલને ઘટાડે છે.કોદરીનો દેખાવ બાજરીના દાણાથી થોડો નાનો હોય છે. સાઉથમાં આ વરાગુ નામથી ઓળખાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, ઓડિશા અને બિહારમાં તેનો પાક પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.

આ અનાજ પચવામાં હલકું, પોષક તત્વોથી ભરપૂર છે. જો કોઈપણ બીમારી થઈ હોય તો બીજું ખાવાનું બંધ કરાવીને કોદરીને જ આહાર રૂપે આપવામાં આવે છે. વિશેષરૂપે તાવ, કમળો, ટાઈફોડ વગેરે જેવી બીમારીમાં પાચન શક્તિ એકદમ નબળી થઈ જવાથી કોદરીનું સેવન ફાયદાકારક રહે છે. કોદરી રોગો સામે શરીરને લડવાની શક્તિ પ્રદાન કરે છે.

ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક:- ડાયાબિટીસના દર્દીઓ માટે કોદરીની ખીચડી સારો વિકલ્પ છે. આ પચવામાં હલકી છે તેથી તે ધીમે ધીમે પચીને લાંબા સમય સુધી શરીરને તાકાત આપે છે. તેથી પેટ લાંબા સમય સુધી ભરેલું હોય તેઓ અહેસાસ થાય છે.જો કે કોદરીમાં રહેલાં કમ્પાઉન્ડ્સ શરીરમાં ઇન્સ્યુલિન વધારીને ડાયાબિટીસના દર્દીઓને મદદ કરે છે. ઇન્સ્યુલિન હૉમોર્ન્સને કારણે લોહીમાં રહેલી શુગરનું એનર્જીમાં રૂપાંતર થાય છે અને લોહીમાં ગ્લુકોઝ ખર્ચાયા વગર પડી રહેતો અટકે છે. વળી એમાં પ્રોટીન એટલે કે શરીર માટે જરૂરી અસેન્શિયલ ઍસિડ્સ હોય છે અને ફેટની ટકાવારી ખુબ જ ઓછા પ્રમાણમાં હોય છે.

કોદરીની સૌથી સારી બાબત એ છે કે, આ પચવામાં હલકી છે, પણ તેમાં ફાઈબરનું પ્રમાણ પણ વધુ હોવાથી એ ઝડપથી પચી  નથી શકતું. એનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી એ ધીમે-ધીમે પચે છે. એટલે લોહીમાં પણ ધીમે-ધીમે ગ્લુકોઝ ભળે છે. સાથે જ ઇન્સ્યુલિન પેદા કરવામાં મદદ કરતું હોવાથી ગ્લુકોઝ લોહીમાં પડી નથી રહેતું. આમ ડાયાબિટીસના દર્દીઓને ડબલ ફાયદો થાય છે.

ગર્ભવતી મહિલા માટે ફાયદાકારક:- ગર્ભવતી મહિલાઓ માટે તેમજ સ્તનપાન કરાવતી મહિલાઓ માટે કોદરી ખૂબ જ ફાયદાકારક છે. આનાથી માતાના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. કોદરીની ખીચડીમાં લીંબુ, સાકર નાખીને ખાવાથી તે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. 

કમળાના રોગમાં પણ કોદરી ફાયદાકારક છે. તેના લોટનો પણ ઉપયોગ કરી શકાય છે. કોદરીમાં રહેલા ફાઈટો કેમિકલ્સ અને ફોસ્ફોલિપિડ્સને કારણે નર્વસ સિસ્ટમમાં પણ ફાયદો થાય છે. સંવેદનાવહનના કાર્યમાં સુધારો થાય છે. મસલ્સમાં ક્રૅમ્પ્સ આવતાં હોય ત્યારે પણ કોદરી ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment