સામાન્ય લાગતા આ દાણા શરીર આટલા રોગો કરી દેશે ગાયબ. હાડકા, ઇમ્યુનિટી અને પાચનશક્તિ કરી દેશે પાવરફુલ…

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજીમાં પણ લીલી તુવેર, મેથીની ભાજી, પાલક, લીલા વટાણા પણ આપણને જોવા મળે છે. એવું નથી કે ગરમીમાં વટાણાનું સેવન કરી શકાતું નથી. પરંતુ શિયાળામાં વટાણાનો સ્વાદ વધી જાય છે. તેના ઉપયોગથી શાકભાજીની રંગત જ વધી જાય છે. તમને જણાવી દઈએ કે વટાણાની અંદર સોડિયમ, ફાયબર, પોટેશિયમ, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન બી, મેગ્નેશિયમ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ વિટામિન કે, કેલ્શિયમ જેવા વગેરે પોષક તત્વો જોવા મળે છે જેનાથી ઘણી બધી સમસ્યાઓ દૂર રહે છે. પરંતુ તેના સેવન કરવાથી આપણા શરીરને ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે.

આજે અમે તમને આ લેખના માધ્યમથી બતાવીશું કે તેનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને કયા કયા ફાયદા મળી શકે છે અને તેની સાથે જ તેના નુકસાન વિશે પણ જણાવીશું.

1) રોગ પ્રતિકારક શક્તિ વધારે : રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીલા વટાણા ખૂબ જ કામ લાગી શકે છે. તમને જણાવી દઈએ કે લીલા વટાણા ની અંદર મેગ્નેશિયમ જોવા મળે છે. જે આપણી રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ઉપયોગી છે. તે સંબંધિત એક રિસર્ચમાં સામે આવ્યું છે. કે જેનાથી સાબિત થાય છે કે મેગ્નેશિયમ રોગપ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ખૂબ જ ઉપયોગી છે.

2) વજન વધારવા માટે ઉપયોગી : વજન ઓછું કરવા માટે લીલા વટાણા આપણને ખૂબ જ કામ લાગી શકે છે. જેમ કે અમે પહેલાં પણ જણાવ્યું કે લીલા વટાણાની અંદર ફાયબર જોવા મળે છે. તેની અંદર કેલેરીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. તમે તેનું સેવન કરશો તો તેનાથી તમારું પેટ જલ્દી ભરાઇ જશે અને વજનની સમસ્યામાં પણ રાહત મળશે. તેના સંબંધી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જેમાં કેલેરી ઓછી હોય છે. તેમાં વટાણા પણ સામેલ છે.

3) અલ્જાઈમરથી બચાવ કરે : અલ્ઝાઇમર માનસિક સમસ્યા છે. જેના ઘણા બધા કારણો છે, જેમ કે અનિદ્રા, માથા પર કંઈક વાગવું, વધતી ઉંમર વગેરે હોઈ શકે છે. તેવી પરિસ્થિતિમાં તમને યાદશક્તિની સમસ્યા, ભણવા લખવાની સમસ્યા કોઈ વસ્તુ ઉપર ધ્યાન લગાવવામાં તકલીફ વગેરે દેખાઈ શકે છે. તેવી પરિસ્થિતિમાં લીલા વટાણાનું સેવનથી અલ્ઝાઈમરની સમસ્યા દૂર કરી શકાય છે. લીલા વટાણાની અંદર  પૌલીમાયોએથેલેનામાઇડ જેવાં ફેટી એસિડનો એક પ્રકાર છે અને તે અલ્જાઈમરની સમસ્યા ને બચાવવા માટે ખૂબ જ ઉપયોગી છે.

4) સાંધાના દુખાવામાં લાભદાયક : સાંધાના દુખાવાને દૂર કરવા માટે લીલા વટાણા ખૂબ જ કામ લાગે છે. તમને જણાવી દઈએ કે લીલા વટાણાની અંદર સેલીનિયમ જોવા મળે છે. જે સાંધાના દુખાવાની સમસ્યા અને અને આર્થરાઇટિસથી બચાવ કરે છે અને તેની માટે લીલા વટાણાનું સેવન કરી શકાય છે. પરંતુ તે સંબંધિત એક રિસર્ચ સામે આવ્યું છે કે સેલેનિયમથી આર્થરાઈટિસની સમસ્યા દૂર થઈ શકે છે.

5) હાડકાંને મજબૂતી આપે છે : આજના સમયમાં લોકોને હાડકાની સમસ્યા હોય છે. તમને જણાવી દઈએ કે હાડકાની સમસ્યાને દૂર કરવા માટે લીલા વટાણા ખૂબ જ કામમાં આવી શકે છે. લીલા વટાણાની અંદર કેલ્શિયમ જોવા મળે છે તેમાં મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન એ પણ તેની અંદર ઉપસ્થિત હોય છે. તેના સેવનથી લીલા વટાણાની અંદર જોવા મળતા વિટામીન વ્યક્તિઓના હાડકાં સંબંધિત ઘણી બધી સમસ્યાઓને બચાવવા ઉપયોગી છે.

6) આંખોને તંદુરસ્ત બનાવે : વટાણાની અંદર ઘણા બધા એવા જરૂરી મિનરલ્સ હોય છે. જે આંખોથી સંબંધિત ઘણી બધી સમસ્યાઓને દૂર રાખી શકે છે. તેમાં એક રિસર્ચમાં સામે આવ્યું છે કે લીલા વટાણા આંખો માટે ખૂબ જ ઉપયોગી છે અને તે આંખોની રોશની વધારવા માટે ખૂબ જ કામ લાગે છે.

7) પાચનક્રિયાને મજબૂત કરે : પાચનક્રિયાને મજબૂત કરવા માટે લીલા વટાણા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. લીલા વટાણાની અંદર ફાઇબર જોવા મળે છે. જે ન માત્ર પાચન ક્રિયા માટે ઉપયોગી છે. પરંતુ વટાણાની અંદર જોવા મળતાં એન્ટી કાર્સિનોજેનિક ગુણ અને ગેલેકટોસ ઔલીગોસૈકરાઈડ્સ ઉપસ્થિત હોય છે. જે પાચન ક્રિયાને મજબૂત બનાવવા માટે ખૂબ જ કામ લાગે છે.

લીલા વટાણાના નુકશાન : લીલા વટાણાના સેવનથી અમુક નુકસાન પણ થઈ શકે છે, જે નીચે મુજબ છે.
1) વટાણાના વધુ સેવનથી પાચનક્રિયા નકારાત્મક રૂપથી પ્રભાવિત થઈ શકે છે.
2) વટાણાનું વધુ સેવન પેટમાં ગેસની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
3) જણાવી દઈએ કે લીલા વટાણાના વધુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને પેટ ફૂલવું, ખેંચાણ, ઓડકાર આવવો વગેરે હોઈ શકે છે.

નોંધ : ઉપર જણાવેલ ઉપાયોથી જાણકારી મળે છે કે લીલા વટાણાનુ સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ગર્ભવતી મહિલા માટે સ્તનપાન કરાવતી મહિલાઓએ પોતાના ડાયટમાં વટાણાનુ એક્સપર્ટની સલાહ લઈને જ સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment