આખું વર્ષ નિરોગી રહેવું હોય તો હોળી સુધી આ બે વસ્તુ ખાવ પેટ ભરીને, નખમાં પણ નહિ રહે એકેય રોગ…

મિત્રો હંમેશા સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે. તમે ડાયટમાં ફળ, શાકભાજી બિન્સ અને દાળ સામેલ કરી શકો છો. તેના સિવાય પણ એવા અનેક ખાદ્ય પદાર્થ છે જે સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. તેમાં ચણા અને ખજૂર પણ શામિલ છે. એક કુદરતી નિયમ છે કે જ્યારે બે ઋતુનો સંધિકાળ હોય એટલે કે બેવડી ઋતુ, જેમ કે અત્યારે શિયાળો પૂરો થવા જઈ રહ્યો છે અને ઉનાળાની ધીમે ધીમે શરૂઆત થઈ ચૂકી છે.

એટલે કે તમે જોશો કે સવારે ઠંડી લાગે છે અને બપોરે ખુબ જ ગરમી થતી હોય છે. તેથી બપોરે એસી ચાલુ કરવું પડે છે અને મોડી રાત્રે ઠંડીના કારણે ગોદડું ઓઢવું પડે છે. આવી સ્થિતિમાં આપણું શરીર એડજસ્ટ નથી કરી શકતું અને આપણે બીમારીઓના ભરડામાં પીસાઈએ છીએ. આપણી ઇમ્યુનિટી સિસ્ટમ ડાઉન થવા લાગે છે. ગળામાં કફ જમા થઈ જાય છે, ઉધરસ સતત આવવા લાગે છે આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.શિયાળામાં વધુ પ્રમાણમાં મેવા અને મીઠાઈનું સેવન કરવાથી ઘણા ખરા અંશે તે પચતું નથી. અને આવા પચ્યા વગરના ખોરાકને કાચા આમ તરીકે ઓળખાય છે. વળી જ્યારે આ ઓગળે છે ત્યારે તેમાંથી કફ બની જાય બને છે અને તે ફેફસા માટે બહાર નીકળે છે. આવા કફમાંથી આપણને ઉધરસ, શરદી અને તાવ આવે છે. તો શિવરાત્રી બાદથી લઈને હોળી સુધીના સમયમાં બેવડી ઋતુનો સમય હોય છે. તો આ સમયમાં ખોરાક પર ધ્યાન આપવું જોઈએ. આપણે જાણીએ છીએ કે હોળી ઉપર લોકો ખજુર અને ચણા અથવા ડાળિયા ખાતા હોઈએ છીએ. તો આ વસ્તુ શરીર માટે ખુબ જ લાભકારી છે. માટે હોળી સુધી ચણા અને ખજુરનું સેવન કરો આખું વર્ષ બીમારીઓ રહેશે દુર. 

આયુર્વેદિક ડોક્ટર નું કહેવું છે કે ચણા અને ખજૂર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બંનેમાં હાજર પોષક તત્વો તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સાથે જ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવે છે. જો તમને ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ કે હૃદયથી જોડાયેલી કોઈ બીમારીઓ હોય તો એક્સપર્ટની સલાહ લઈને તમે આ બંનેનું સેવન કરી શકો છો. તો ચાલો જાણીએ ખજુર અને ચણા ખાવાના ફાયદા. જેના વિશે 99% લોકો નહિ જાણતા હોય.ચણા અને ખજૂરના પોષક તત્વો:- ચણા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચણામાં હેલ્ધી ફેટ, સોડિયમ, પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ઉપલબ્ધ હોય છ. તેના સિવાય ચણામાં ફાઇબર, પ્રોટીન, વિટામિન C, કેલ્શિયમ, આયર્ન, વિટામિન B6 અને મેગ્નેશિયમ પણ હોય છે. આ બધા પોષક તત્વો હેલ્ધી શરીર માટે જરૂરી હોય છે તેમજ ખજૂર પણ પોષક તત્વોનો ભંડાર છે .ખજૂરમાં પોટેશિયમ, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર અને પ્રોટીન હોય છે, તેના સિવાય ખજૂર મેગ્નેશિયમ, આયર્ન અને વિટામીન B6 નો પણ સારો સોર્સ છે આ દરેક પોષક તત્વો શરીરમાં શક્તિ લાવવા અને સ્ટેમિના વધારવામાં મદદ કરે છે.

ચણા અને ખજૂરના ફાયદા:- ચણા અને ખજૂર સ્વાસ્થ્યને અનેક ફાયદા પહોંચાડે છે. જો તમે આ બંનેને એક સાથે સેવન કરો છો તો શરીરની ઇમ્યુનિટી વધે છે, સાથે જ એનીમિયાથી પણ બચાવ થાય છે. તો આવો જાણીએ ચણા અને ખજૂર ખાવાના ફાયદા.  

1 ) ઇમ્યુનિટી વધારે:- જો તમે ઇમ્યુનિટી બુસ્ટ કરવા ઈચ્છતા હોવ તો ચણા અને ખજૂરનું સેવન કરો. તેનાથી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે. જ્યારે તમારા શરીરની ઇમ્યુનિટી સારી રહેશે તો તમે જલ્દી બીમાર પણ નહીં પડો અને હંમેશા સ્વસ્થ રહેશો.2 ) એનિમીયાથી બચાવે:- ચણા અને ખજૂર તમને એનિમિયાની સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. ડિલિવરી બાદ મહિલાઓને મોટાભાગે એનીમિયાનો સામનો કરવો પડે છે, એવામાં ચણા અને ખજૂરનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ખજૂરમાં આયર્ન અને ફોલિક એસિડ વધુ પ્રમાણમાં હોય છે તેથી તે શરીરમાં હિમોગ્લોબિનને વધારે છે અને એનિમીયાથી બચાવે છે. એવું કહેવાય છે કે, જો કોઈ વ્યક્તિને કમળો થયો હોય અને લોહીના ટકા ઓછા થઈ ગયા હોય તો ડોક્ટર પણ તેમને ખજૂર ખાવાની સલાહ આપે છે.

3 ) શારીરિક શક્તિ વધારે:- જો તમે શરીરમાં શક્તિ વધારવા ઈચ્છતા હોવ તો ચણા અને ખજૂરનું સેવન કરો. તેનાથી શારીરિક શક્તિ વધારી શકાય છે. આ બંનેમાં કેલ્શિયમ, પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ઉપલબ્ધ હોય છે તેથી શરીરને પૂરતા પ્રમાણમાં ઉર્જા મળે છે. તેથી શરીરને સંપૂર્ણ તાકાત મળે છે.4 ) વજન વધારવામાં સહાયક:- આયુર્વેદ પ્રમાણે જે વ્યક્તિની બોડી ન બનતી હોય તેઓએ દૂધમાં ખજૂર ખાવું જોઈએ. જો તમે વજન વધારવા ઈચ્છતા હોવ તો ચણા અને ખજૂરનું એક સાથે સેવન કરો ચણામાં કાર્બોહાઈડ્રેડ હોય છે જે તમને ઉર્જાવાન બનાવે છે. નિયમિત રૂપે ચણા અને ખજૂર ખાવાથી વજન વધે છે.

5 ) પુરુષો માટે ફાયદાકારક:- જે પુરૂષો યૌન સંબંધોનો આનંદ માણી શકતા નથી તેઓ ખજૂર સાથે કાળા ચણા ખાઓ, આમ કરવાથી યૌન સંબંધનો પાવર વધી શકે છે. ચણા અને ખજૂર  સ્ટેમિના વધારવા માટે પણ ઓળખાય છે. જો તમારી શારીરિક લાઈફમાં રોમાન્સ અને રોમાંચ પૂરો થઈ ગયો હોય તો તમારે આજથી જ કાળા ચણાનું સેવન કરવાનું શરૂ કરી દેવું જોઈએ.6 ) શરદી-ઉધરસ અને કફમાં ફાયદાકારક:- જ્યારે તમને કફ થયો હોય તો તમે હળદર મીઠાવાળા ચણાનું સેવન કરી શકો છો. કારણ કે ચણા કફ નાશક તરીકે ઓળખાય છે. ત્યારબાદ મીઠું અને હળદર એ ઉધરસ તથા વાયુને નિયંત્રિત કરે છે. મીઠું અને હળદર પણ કફનો નાશ કરનાર છે. દરરોજ સવારે અને સાંજે પાંચ પાંચ પેશી ખજૂરની ખાવાની છે. તેમજ 50 થી 100 ગ્રામ મીઠા હળદર વાળા ચણા ખાવાથી શરદી ઉધરસ અને કફથી છુટકારો મળે છે. જેથી શરદી ઉધરસ અને કફમાં રાહત મળે છે અને ઇન્ફેક્શનની બીમારીથી બચી શકાય છે તેમજ ગળું પણ બગડતા અટકે છે તથા તેમાં થતી બળતરા પણ દૂર થાય છે.

ચણા અને ખજૂર ખાવાની યોગ્ય રીત:- 1 ) ચણા અને ખજૂરને એક સાથે ખાઈ શકાય છે. 2 ) તેના માટે તમે એક મુઠ્ઠી શેકેલા ચણા લો. 3 ) હવે તેને ખજૂર સાથે ખાલી પેંટે ખાઓ. 4 ) ખાસ યાદ રાખો આ સીઝનમાં એટલે કે સંધિકાળમાં દૂધ, દૂધની બનાવટ વાળા ખોરાક અને દહીં ક્યારેય તમારે ખાવા જોઈએ નહિ, એ સાવ બંધ કરી દેવા જોઈએ. તેમજ તળેલી વસ્તુઓ બંધ કરી દેવી જોઈએ. 5 ) તમારા બાળકને સવાર અને સાંજ બે બે પેશી ખજૂરની આપશો તો બીજા કોઈ પણ પ્રોટીન લેવાની જરૂર નહીં પડે. તેમનું શરીર મજબૂત બનશે. આમ કરવાથી તમને ઉપર જણાવેલા દરેક લાભ પ્રાપ્ત થશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment