100 થી વધારે બીમારીઓમાં અસરકારક છે આ 1 ચમત્કારિક વસ્તુ, આવી રીતે ઉપયોગ કરશો તો પગથી માથા સુધીની તમામ બીમારીઓ થઈ જશે ગાયબ…

આપણા રસોઈમાં દરરોજના ઉપયોગમાં લેવાતો મસાલો એટલે આદુ. આદુ આપણો ખાવાનો સ્વાદ તો વધારે જ છે સાથે ચા ના સ્વાદમાં પણ રંગત લાવે છે અને અનેક પ્રકારની બીમારીઓથી પણ છુટકારો અપાવે છે. આદુ ઔષધીય ગુણોથી ભરપૂર મસાલો છે.

100 થી વધારે બીમારીઓમાં આ ચમત્કારિક મસાલાના ઔષધીય લાભ અસંખ્ય છે અને તેના લાભો પર ઘણા બધા અભ્યાસ પણ કરવામાં આવ્યા છે. અડધાથી વધારે પારંપરિક હર્બલ ઔષધીઓમાં આદુ નો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે આદુના ગુણ અને લાભ વિશે વિસ્તારપૂર્વક જાણીશું.

આદુનો પ્રાચીનકાળમાં ઉપયોગ:- ઐતિહાસિક રેકોર્ડ પહેલા પણ ભારત અને ચીનમાં આદુ ઉગાડવામાં આવતું હતું અને તેનો ઉપયોગ મસાલા અને દવા તરીકે થતો હતો. બંને દેશોના પ્રારંભિક તબીબી ગ્રંથોમાં તાજા અને સૂકા બંને સ્વરૂપમાં આ મસાલાના ઔષધીય ઉપયોગનું વર્ણન કરવામાં આવ્યું છે.ઈ.સ.પૂર્વે ચોથી સદીના ગ્રંથોમાં:- આદુ ને પેટની સમસ્યાઓ ઉબકા, ઝાડા, કોલેરા દાંતનો દુખાવો, રક્તસ્ત્રાવ અને ગઠિયો વા ના ઉપચાર માટે એક ઔષધી રૂપે જણાવવામાં આવ્યું છે. એક જાણકાર દ્વારા જણાવવામાં આવ્યું છે આ જડીબુટ્ટીનો ઉપયોગ શરદી, ઉધરસ અને તમામ શ્વાસ સંબંધી બીમારીઓના ઉપચાર રૂપે કરી શકાય છે. પાંચમી સદીમાં ચીની નાવીકો લાંબા સમુદ્ર યાત્રામાં કર્વી રોગના ઈલાજ માટે આદુનો ઉપયોગ કરતા હતા, જે વિટામીન સી નો સારો સ્ત્રોત છે.

ભારતના આયુર્વેદિક ગ્રંથોમાં આદુને સૌથી મહત્વપૂર્ણ જડીબુટ્ટીઓ માંથી એક માનવામાં આવ્યું છે. ત્યાં સુધી કે તેને પોતાનામાં જ ઔષધીયોનો ખજાનો બતાવવામાં આવ્યો છે. આ શક્તિશાળી જડીબુટ્ટી ને પાચક ના રૂપમાં લેવાની સલાહ આપે છે, કારણ કે આ પાચન અગ્નિને પ્રજ્વલિત કરે છે અને ભૂખ વધારે છે. આના પોષક તત્વો શરીરના દરેક ભાગમાં સરળતાથી પહોંચી શકે છે. આયુર્વેદમાં આદુને સાંધાના દુખાવો, ઉબકા અને ગતિના કારણે થતી સમસ્યાઓના ઉપચારરૂપે પણ ઉપયોગ કરી શકાય છે.આદુ ના મુખ્ય 10 ફાયદા છે:- 

1) આદુ કેન્સર કોશિકાઓને નષ્ટ કરવામાં સક્ષમ:- આધુનિક શોધ પ્રમાણે આદુને વિવિધ પ્રકારના કેન્સર માટે એક લાભદાયક ઔષધીના રૂપે ઉપયોગમાં લેવાય છે અને કેટલીક આશાદાયક પરિણામ પણ સામે આવ્યા છે. એક અધ્યયન દ્વારા જાણવા મળ્યું છે કે આદુ ન માત્ર અંડાશય કેન્સરની કોશિકાઓનો નાશ કર્યો પરંતુ તેમણે કીમોથેરાપીથી પ્રતિરોધક ક્ષમતા વિકસાવવા માટે પણ અટકાવે છે જે અંડાશયના કેન્સરમાં એક સામાન્ય સમસ્યા હોય છે. અભ્યાસમાં સંશોધન કર્તાઓએ અંડાશય કેન્સરની કોશિકાઓ પર આદુના પાવડર અને પાણીનો એક લેપ લગાવ્યો. દરેક અભ્યાસમાં જાણ્યું કે આદુનું મિશ્રણના સંપર્કમાં આવવાથી કેન્સરની કોશિકાઓ નષ્ટ થઈ જાય છે. તેને એપોપ્ટોસીસ કહેવામાં આવે છે. અથવા તો તેઓએ એકબીજા પર હુમલો કરી દીધો જેને ઓટોફેગી કહેવાય છે.

આદુને સ્તન કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરના ઈલાજ માટે પણ અત્યંત લાભદાયક માનવામાં આવે છે. બીજી એક શોધ દ્વારા જાણવા મળ્યું કે આદુના છોડના રસાયણોને સ્વસ્થ સ્તનપોષિકાઓ પર અસર કર્યા વિના કેન્સરની કોશિકાઓના પ્રસાર થતા અટકાવી દીધો. આ ગુણ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે પારંપરિક રીતમાં એવું નથી હોતું. જોકે ઘણા બધા ટ્યુમર કિમોથેરાપીથી ઠીક થઈ જાય છે પરંતુ સ્તન કેન્સરની કોશિકાઓને નષ્ટ કરવી વધારે મુશ્કેલ હોય છે. આ કોશિકાઓ મોટાભાગે નષ્ટ થતા બચી જાય છે અને ઉપચાર પ્રત્યે પ્રતિરોધક ક્ષમતા વિકસિત કરી લે છે.

આદુનો નો ઉપયોગ નો બીજો ફાયદો એ છે કે તેને કેપ્સુલ ના રૂપમાં પણ આપવાનું હવે સરળ બન્યું છે. તેની ખૂબ જ ઓછી આડઅસર હોય છે. અને આ પારંપરિક દવાઓનો સૌથી સસ્તો વિકલ્પ છે. આધુનિક વિજ્ઞાન પ્રમાણિત કરે છે કે આદુ કોલોનમાં સોજા ને પણ દૂર કરે છે. જેનાથી કોલોન કેન્સરને રોકવામાં મદદ મળે છે.

એક અભ્યાસમાં, સંશોધકોએ 30 દર્દીઓના જૂથને. 28 દિવસમાં બે ગ્રામ આદુના મૂળના પૂરક અથવા પ્લેસબો આપ્યા હતા. 28 દિવસ પછી, સંશોધકોએ શોધી કાઢ્યું કે જે દર્દીઓ આદુના મૂળનું સેવન કરે છે તેઓમાં કોલોન ના સોજામા નોંધપાત્ર ઘટાડો થયો હતો. કોલોન કેન્સરનું જોખમ ધરાવતા લોકોને આ અસરકારક કુદરતી પદ્ધતિથી  બચાવી શકાય છે.કેટલાક બીજા કેન્સર જેવા કે ગુદાનુ કેન્સર, લીવર કેન્સર, ફેફસાનું કેન્સર, મેલાનોમા અને સ્વાદુપિંડના કેન્સરને રોકવા માટે આદુની ક્ષમતા પર અધ્યયન કરવામાં આવ્યું છે અને એક આશ્ચર્યની વાત છે કે કેન્સરની દવા બીટા-એલિમેન આદુથી બનાવવામાં આવી છે.

2) ડાયાબિટીસ:- એક સંશોધનમાં આદુને ટાઈપ બે ડાયાબિટીસથી પીડિત લોકો માટે અસરકારક ગણાવવામાં આવ્યું છે. આદુ ના તત્વો ઇન્સ્યુલિનના પ્રયોગ વગર ગ્લુકોઝના સ્નાયુઓ સુધી પહોંચવાની પ્રક્રિયા ને વધારે છે. આ રીતે હાઈ શુગર લેવલને નિયંત્રણમાં રાખવામાં મદદ મળે છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું કે આદુ ડાયાબિટીસમાં થતી સમસ્યાઓથી બચાવ કરે છે. ડાયાબિટીસથી પીડિત લીવર કિડની અને નર્વસ સિસ્ટમને સુરક્ષિત રાખે છે સાથે જ આદુ આ બીમારીમાં એક સામાન્ય આડઅસર મોતિયાના બિંદ ના જોખમને પણ દૂર કરે છે.3) હૃદય:- આદુ વર્ષોથી હૃદયના રોગના ઉપચારરૂપે ઉપયોગ કરવામાં આવે છે. ચીનની ચિકિત્સામાં એવુ કહેવાય છે કે આદુના ઉપચારાત્મક ગુણ હૃદયને મજબૂત બનાવે છે. હૃદય રોગોથી બચાવે છે અને તેમના ઉપચારમાં મોટાભાગે આદુના તેલનો ઉપયોગ કરવામાં આવતો હતો.

આધુનિક અધ્યાયનો જણાવે છે કે આ જડીબુટ્ટીના તત્વો કોલેસ્ટ્રોલને ઘટાડવામાં, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં રક્ત પ્રવાહને સુધારવામાં અને અવરોધિત ધમનીઓ અને લોહીના ગંઠાવા સામે રક્ષણ આપવાનું કામ કરે છે.  આ બધી વસ્તુઓ હૃદયના હુમલા અને સ્ટ્રોકના જોખમને પણ ઘટાડે છે.

4) પેટ:- આદુ ને હજારો વર્ષોથી પ્રાચીન સમયમાં પાચનના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો. આમાં વાતને દૂર કરવા વાળા તત્વો પેટના ગેસને દૂર કરે છે પેટ ફુલવાની અને વાયુની સમસ્યાથી બચાવે છે સાથે જ આ પેટના મરોડને પણ ઠીક કરીને તેના તત્વો માસ પેશીઓને આરામ પહોંચાડે છે.અજીર્ણતામાં રાહત પહોંચાડે છે. ભોજનથી પહેલા આદુમાં મીઠું નાખીને તેના ટુકડા ખાવાથી. લાળનું પ્રમાણ વધે છે અને તેથી પાચનમાં મદદ મળે છે તથા પેટની સમસ્યાઓથી બચાવ થાય છે. ભારે ભોજન લીધા બાદ આદુની ચા પીવાથી પેટ ફુલવાની અને પેટમાં વાયુને ઘટાડવા માટે મદદ મળે છે. જો તમને પેટની સમસ્યાઓ વધુ પરેશાન કરતી હોય તો તમે ફૂડ પોઈઝનિંગના લક્ષણોને દૂર કરવા માટે આદુનું સેવન કરી શકો છો. વારંવાર અપચો, બાળકોમાં પેટનો દુખાવો અને બેક્ટેરિયાજન્ય ઝાડા વગેરેના ઉપચારમાં મોટાભાગે આદુ લેવાની સલાહ આપવામાં આવે છે.

5) માંદગીની ગતિને ઘટાડે છે:- અલગ અલગ પ્રકારના ઉબકા અને ઉલટીને ઠીક કરવા માટે આદુ અત્યંત મદદરૂપ થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં મોર્નિંગ સિકનેસ, મુસાફરીમાં રહેતા લોકોની બીમારી અને કિમોથેરાપીના દર્દીઓમાં પણ ઉબકાની સમસ્યામાં રાહત આપે છે. કિમો થેરાપી દરમિયાન ઉલટી રોકવાની દવાઓ આપવા છતાં 70% દર્દીઓને ઉબકાની સમસ્યા રહે છે.

પુખ્ત વયના કેન્સર રોગીઓ પર કરવામાં આવેલા અધ્યયનમાં જાણવા મળ્યું કે દરરોજ કીમો પહેલા અડધાથી એક ગ્રામ આદુનો ડોઝ આપવાથી 91% દર્દીઓમાં ઉબકાની સમસ્યા ઘટેલી જોવા મળી. આદુ ચક્કર આવવાની સાથે ઉબકા ને પણ ઘટાડે છે. આ વિશે શોધ કરતા જાણવા મળ્યું કે આ મસાલામાં ઉપચારાત્મક રસાયણ, મગજ અને તાંત્રિકા તંત્ર પર કામ કરતા ઉબકાની અસરને ઘટાડે છે.6) સાંધાનો દુખાવો અને ગઠીયાવામાં:- આદુમાં જીંજરોલ નામનો એક અત્યંત અસરકારક પદાર્થ હોય છે. જે સાંધા અને માસ પેશીઓના દુખાવાને ઘટાડે છે. એક અધ્યયન પ્રમાણે આદુ ગંભીર અને સ્થાયી ઈમ્પ્લેમેટરી રોગો માટે એક અસરકારક ઉપચાર છે  અનેક વૈજ્ઞાનિકોએ અધ્યયનમાં સાંધાના દુખાવામાં આદુની અસરને સારી ગણાવી છે. ગઠીયો વા ના શરૂઆતી ચરણમાં આ વિશેષ રૂપે અસર કરે છે. દર્દીઓને નિયમિત રૂપે આદુનું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે. બીજા અન્ય અધ્યયનમાં જાણવા મળ્યું કે આદુ અને સંતરાના તેલની માલિશ કરવાથી ઘુટણોની સમસ્યામાં દર્દીને જકડન અને દુખાવામાં રાહત મળે છે.

આદુ કસરતથી થતા સોજા અને માસ પેશીઓના દુખાવાને દૂર કરે છે. અન્ય અધ્યયન દ્વારા જાણવા મળ્યું કે સંશોધન કર્તાઓએ 11 દિવસ સુધી 34 અને 40 સ્વયંસેવકોના બે સમૂહને કાચું અને પકાવેલા આદુનું સેવન કરાવડાવ્યું. અભ્યાસ દ્વારા પરિણામ એ મળ્યું કે આદુના સપ્લીમેન્ટ દરરોજ ઉપયોગ કરવાથી કસરતમાં થતા માસ પેશીઓના દુખાવામાં 25% સુધી રાહત મળી હતી.

7) માયગ્રેન અને માસિક ધર્મ:- શોધ દ્વારા જાણવા મળે છે કે આદુ માઈગ્રેન ના દુખાવામાં રાહત પ્રદાન કરે છે. એક અધ્યયનમાં જાણવા મળ્યું કે માઈગ્રેનના લક્ષણોના ઉપચારમાં આદુનો પાવડર આદુની દવા સુમાટ્રીપ્ટન જેટલો જ અસરકારક છે.માઇગ્રેનના તીવ્ર લક્ષણ વાળા પીડિત 100 દર્દીઓમાંથી કેટલાકને સુમાટ્રીપ્ટન આપવામાં આવી અને બાકીના ને આદુનો પાવડર. તેના પરિણામમાં જાણવા મળ્યું કે બંનેની અસર એક સરખી જ હતી અને આદુના પાવડરની આડઅસર સુમાટ્રીપ્ટન ટેબલેટના મુકાબલામાં અત્યંત ઓછી હતી. તેનાથી એવું સાબિત થાય છે કે આ માઇગ્રેન નો સુરક્ષિત ઉપચાર છે. માયગ્રેન શરૂ થતા આદુની ચા પીવાથી પ્રોસ્ટાગ્લેન્ડિન દબાય છે અને અસહ્ય પીડામાં રાહત મળે છે. તેનાથી માઈગ્રેન દ્વારા થતા ઉબકા અને ચક્કરની સમસ્યા માંથી રાહત મળે છે.

આદુ માસિક ધર્મથી જોડાયેલા દુખાવાને પણ ઘટાડવામાં મદદરૂપ થાય છે. એક શોધમાં 70 મહિલા વિદ્યાર્થીઓના બે સમુદાયને વહેંચવામાં આવ્યું. બીજાને પ્લેસબો આપ્યું. બંનેવને એમના માસિક ચક્રના પહેલા ત્રણ દિવસ સુધી આ વસ્તુઓ આપવામાં આવી. શોધ કર્તાઓને જાણવા મળ્યું કે કેપ્સુલ લેવાવાળી 82.85 ટકા મહિલાઓને દુખાવાના લક્ષણોમાં સુધાર આવ્યો જ્યારે પ્લેસબોથી માત્ર 47.5 ટકા મહિલાઓને રાહત મળી. ઘણી બધી સંસ્કૃતિઓમાં બળતરાના ઉપચાર માટે ત્વચા પર તાજા આદુનો રસ રેડવાની પરંપરા છે અને આદુનું તેલ સાંધા તથા પેટના દુખાવામાં પણ ઘણું અસરકારક છે.

8) શ્વાસ અને દમની સમસ્યા:- શ્વાસ સંબંધી સમસ્યાઓના ઉપચારમાં આદુ અત્યંત અસરકારક છે. શોધ દ્વારા જાણવા મળે છે કે દમ ની સમસ્યાથી પીડિત દર્દીઓના ઉપચારમાં તેનો પ્રયોગ ખૂબ જ સારો રહ્યો હતો. દમ એક સ્થાયી બીમારી છે જેમાં ફેફસાની ઓક્સિજન વહીકાઓના સ્નાયુઓમાં સોજો આવી જાય છે અને વિવિધ પદાર્થો પ્રત્યે સંવેદનશીલ બની જાય છે જેનાથી હુમલા આવે છે.હાલમાં જ થયેલા એક અભ્યાસમાં જાણવા મળે છે કે આદુ બે રીતે દમ ના ઉપચારમાં લાભદાયક છે. પહેલું એક એન્ઝાઇમને અટકાવીને જે વાયુમાર્ગના સ્નાયુઓને સંકુચિત કરે છે અને બીજું અન્ય એન્ઝાઇમ સક્રિય કરીને તે વાયુમાર્ગને આરામ આપે છે. આદુ તેના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ, સોજા વિરોધી અને પીડાનાશક ગુણોને કારણે અસરકારક છે.

તેના ગુણ નોન-સ્ટીરોડલ એન્ટિઇન્ફ્લેમેટરી દવાઓ જેવા જ છે, પરંતુ તેની નકારાત્મક આડઅસરો નથી. જ્યારે દમની સારવારમાં વપરાતી દવાઓની ચિંતાજનક આડઅસર પણ થઈ શકે છે. તેથી, આદુ જેવી વૈકલ્પિક, સુરક્ષિત સારવાર મળવી એ આ રોગની સારવારમાં આશાજનક શોધ છે.

9) આદુ અને મધના ફાયદા:– આ આદુ રોગ પ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવે છે જેનાથી શરદી ઉધરસ તથા ફલૂ ના ઉપચારમાં અસરકારક સાબિત થાય છે. ઉપલા શ્વસન માર્ગમાં સંક્રમણથી રાહત આપે છે. તેથી તે ઉધરસ, ગળામાં દુખાવો અને બ્રોન્કાઇટિસમાં પણ ખૂબ અસરકારક છે.

આદુ શરદીના સમયે ઉત્તેજિત થતાં પીળાદાયક સાયનસ સહિત શરીરના સૂક્ષ્મ સંચરણ માધ્યમોને પણ સાફ કરે છે. શરદી ખાસી અને ફ્લુમાં લીંબુ તથા મધ અને આદુની ચા પીવી ખૂબ જ અસરકારક ઉપચાર છે. જે પૂર્વ અને પશ્ચિમ બંને મા અનેક પેઢીઓથી આપણને સોંપવામાં આવ્યું છે.આદુમાં ગરમી ઉત્પન્ન કરવાના પણ ગુણ હોય છે. તેથી આ શિયાળામાં શરીરને ગરમ કરી શકે છે અને શરીર માટે લાભદાયક પરસેવાને પણ વધારી શકે છે. શરીરમાંથી ઝેરીલા પદાર્થોને કાઢીને શરદી ઉધરસના લક્ષણોમાં લાભદાયક છે. આ પ્રકારનો પરસેવો બેક્ટેરિયલ અને ફંગલ સંક્રમણોથી પણ લડવામાં મદદરૂપ સાબિત થાય છે  સૌથી સારી વાત એ છે કે આદુમાં સક્રિય પદાર્થો હોય છે જે સરળતાથી શરીર દ્વારા શોષી લે છે. તેથી તમને તેનો ફાયદો ઉઠાવવા માટે વધારે માત્રામાં ઉપયોગ કરવાની જરૂરત નથી હોતી.

10) શક્તિશાળી એન્ટીઓક્સીડન્ટ:- દુનિયાના ઘણા અધ્યયનમાં જાણવા મળ્યું કે આદુ એક શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે જે લિપિડ પેરોક્સિડેશન અને ડીએનએ ક્ષતિને રોકે છે. એન્ટિઓક્સિડન્ટ અત્યંત મહત્વપૂર્ણ હોય છે કારણ કે તે ફ્રી રેડીકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આ ઉંમર વધવાની સાથે થતી બીમારીઓ જેવી કે કેન્સર, હૃદય રોગ, ડાયાબિટીસ, વા, અલ્ઝાઈમર અને બાકીના રોગોથી બચાવવામાં મદદ કરે છે. જોકે દરેક મસાલામાં શક્તિશાળી એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે આદુ તેમાં વધારે પ્રભાવશાળી છે. આમાં તેની પોતાની 25 અલગ અલગ એન્ટિઓક્સિડન્ટ વિશેષતાઓ છે. તે બધા જ પ્રકારના ફ્રી રેડીકલ્સથી લડવામાં અત્યંત અસરકારક છે.

આદુ ખાવાના ફાયદા:- ઠંડી દૂર કરે છે, પાચન સુધારે છે, લોહી સાફ કરવામાં મદદરૂપ થાય છે

ધ્યાન રાખવા જેવી વાતો:- બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આદુ ન આપવું, સામાન્ય રીતે પુખ્ત લોકોએ એક દિવસમાં ચાર ગ્રામથી વધારે આદુનું સેવન ન કરવું. તથા આટલી જ માત્રામાં જમવાનું બનાવવામાં પણ ઉપયોગ કરી લેવો. ગર્ભવતી સ્ત્રીઓએ દરરોજ એક ગ્રામથી વધારે આદુ ન ખાવું જોઈએ.તમે આદુની ચા બનાવવા માટે સૂકા કે તાજા આદુનો ઉપયોગ કરી શકો છો અને દરરોજ બે થી ત્રણ વાર પી શકો છો. વધારે સોજો આવ્યો હોય તો તેને ઘટાડવા માટે તમે દરરોજ અસર્ગ્રસ્ત જગ્યા પર આદુના તેલથી માલિશ કરી શકો છો. આદુની કેપ્સ્યુલ બીજા રૂપથી વધારે લાભ આપે છે. આદુ લોહીને પાતળું કરનાર સહિત અન્ય દવાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરી શકે છે.

આદુનો જ્યુસ તૈયાર કરવાની રીત:- આદુને ધોઈને છોલીને તેના નાના નાના ટુકડા કાપી લેવા હવે મિક્સરમાં થોડું પાણી નાખીને આ ટુકડાઓને પીસી લેવા ત્યારબાદ તેને કપડાથી ગાળી લેવું અને તેનો રસ કાઢી લેવો. આ રસમાં તમે અડધું લીંબુ નીચવી શકો છો, તમે ઇચ્છો તો વધારે સ્વાદ માટે તેમાં મધ પણ મેળવી શકો છો. તમારું આદુનું જ્યુસ તૈયાર છે.

આદુ અને ગોળની ચા:- ચા ની આ સ્વાસ્થ્યવર્ધક રેસીપી તમને તાજગી અને સ્ફૂર્તિ ભરી દેશે સાથે જ આમાં કેફિનની આડ અસરો નથી હોતી. એક વાસણમાં સાડા ચાર કપ પાણી ઉકાળો પાણી ઉકળ્યા બાદ બે ઇંચ આદુના ટુકડા ને 20 થી 25 તુલસીના પાન સાથે વાટી લો, આ પેસ્ટ અને સૂકા ધાણાના બીજને ઉકળતા પાણીમાં નાખી દો. બે થી ત્રણ મિનિટ સુધી ઉકળવા દો. ચા ને કપમાં ગાળી લો અને સ્વાદ પ્રમાણે તેમાં એક ચમચી લીંબુનો રસ અને ગોળ મેળવો અને ગરમાગરમ પીવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment