આ અથાણાથી ગેસ, મરડો, સાંધા પેટના દુખાવા સહિત કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ ભાગશે ગોળી કાઢે… ગઠીયા જેવા રોગો વગર દવાએ થશે દુર…

મિત્રો તમે કદાચ આદુનું સેવન કરતા હશો. તેના સેવનથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. તેમજ તેનાથી તમારા શરીરને અનેક ફાયદાઓ પણ થાય છે. આજે આપણે આ લેખમાં આદુના સેવનથી તમને કયા ક્યાં લાભ થાય છે. આદુ એ અનેક પોષક તત્વોનો ભંડાર માનવામાં આવે છે. તેમજ શરદી અને ઉધરસમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. 

આદું સૌથી વધારે સ્વસ્થ ગણાતા મસાલાઓ માંથી એક છે. ભારતીય રસોઈમાં આદું એ સાવ કોમન મસાલામાં આવે છે. તે સ્વાદ જ નહીં સ્વાસ્થ્યને વધારવાનું પણ કામ કરે છે. તેનો ઉપયોગ ચા થી લઈને ઔષધિ સુધી કરવામાં આવે છે. આમ આદુએ સમગ્ર રીતે સ્વાસ્થ્યને સારું રાખે છે. 

હાલમાં જ ન્યુટ્રિશનિસ્ટએ આદુંના ફાયદાઓ જણાવ્યા છે. કે, આદું, જે પોતાના મસાલેદાર, તીખા સ્વાદ માટે પસંદ કરવામાં આવે છે, તે પેટની સમસ્યાઓ, ઊલટી અને સંધિવાના ઇલાજમાં ઔષધિના રૂપથી પણ ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ શું તમે આદુના અથાણાં વિશે સાંભળ્યુ છે? આદુંના અથાણાંને ભોજન સાથે ખાવાથી તમને ઘણા લાભ મળી શકે છે. એક્સપર્ટ પાસેથી જાણો આદુંના અથાણાંના ફાયદા:- 

1) કોલેસ્ટ્રોલ:- એક્સપર્ટ જણાવે છે કે, આદુંનો રસ કોલેસ્ટ્રોલ બાયોસિંથેસિસમાં હસ્તક્ષેપ કરે છે જેનાથી ગંદા કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થઈ જાય છે. આદુંના રસમાં રહેલ એન્ટિલિપિડેમીક અસર થર્મોજેનેસિસ અને ઉચ્ચ લિપિડ સ્તરને ઘટાડવાનું કામ કરે છે. અને સારા એલડીએલ કોલેસ્ટ્રોલને વધારવાનું પણ કામ કરે છે. 

2) આંતરડા:- તમારા આંતરડાની તંદુરસ્તી માટે આદુનું સેવન ખુબ સારું માનવામાં આવે છે. આદુંના અથાણાંમાં ઉચ્ચ પ્રોબાયોટિક સામગ્રી રહેલી હોય છે. તેનું પીએચ લેવલ ખૂબ ઓછું હોય છે જે આંતરડાના સારા રોગાણુઓ માટે ફાયદાકારક હોય છે. વિશેષ રૂપથી લેક્ટોબેસિલસ બેક્ટેરિયા માટે જેને તમે પ્રાથમિક બાયોટિકના રૂપથી ઓળખો છો. આદું તમારા આંતરડાના માઈક્રોબાયોટામાં સુધારો કરવાનું કામ કરે છે, જે બીમારીથી લડવાનું કામ કરે છે અને સમગ્ર સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.3) વજન:- તમારા વધતા જતા વજનને કંટ્રોલ કરવા માટે આદુનું સેવન સારું છે. એક્સપર્ટ જણાવે છે કે, આદું ભૂખને નિયંત્રિત કરે છે. આદુંના મૂળમાં એરિલ અલ્કેન્સ જેવા તત્વ હોય છે જે આદુંને તીખો સ્વાદ આપે છે. તે ભૂખને વધારે છે અને પોષકતત્વોના અવશોષણમાં સુધારો કરે છે. જેનાથી વારંવાર ભૂખ લગતી નથી. જેની અસર તમે તમારા વજન પર પણ જોઈ શકો છો. 

4) સોજા અને દુખાવા:- આદુમાં એન્ટિઇમ્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે સોજા અને દુખાવાને ઘટાડવામાં તમારી મદદ કરી શકે છે. સંધિવા દરમિયાન થતાં દુખાવામાં પણ આદુંનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.5) પેટમાં દુખાવો:- જો તમને પેટને લગતી કોઈ બીમારી હોય તો તમારા માટે આદુનું સેવન સારું માનવામાં આવે છે. આદું કબજિયાત, પેટમાં દુખાવો, મરોડ તેમજ ગેસ જેવી ઘણી સમસ્યાઓથી રાહત અપાવવાનું કામ કરે છે. તેની સાથે જ તે અપચાની સમસ્યાને સરખી કરવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે. 

6) ઊલટીની સમસ્યા:- આદુમાં એન્ટિએમેટિક અસર જોવા મળે છે. આ અસરના કારણે આદું મુખ્ય રૂપથી ગર્ભાવસ્થા અને કિમોથેરેપી પછી થતી ઊલટીની સમસ્યાથી રાહત અપાવી શકે છે. આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈ પણ પ્રકારની દવા કે ઈલાજનો વિકલ્પ હોય શકે નહીં. વધુ જાણકારી માટે હંમેશા પોતાના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આમ આદુના સેવનથી તમારા સ્વાસ્થ્યની અનેક બીમારીઓને દુર કરવામાં મદદ કરી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment