પેટમાં બનતું એસિડ 1 મિનીટમાં થશે સાફ, ચાવી લ્યો આ દાણા…કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી 10 બીમારીઓ દુર કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….

પેટમાં બનતું એસિડ 1 મિનીટમાં થશે સાફ, ચાવી લ્યો આ દાણા…કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ જેવી 10 બીમારીઓ દુર કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….

મિત્રો જયારે આપણા શરીરમાં અમુક એસિડનું પ્રમાણ વધે છે ત્યારે શરીરમાં અનેક બીમારીઓ થવા લાગે છે. આથી જો તમારા શરીરમાં અમુક એસિડનું પ્રમાણ વધે છે તો તમારે એક ખાસ પ્રકારના લીલા બીજનું સેવન કરવું જોઈએ. જેનાથી ડાયાબીટીસ થી લઈને કોલેસ્ટ્રોલ જેવી દસ બીમારીઓ દુર થઇ શકે છે. ચાલો તો આપણે આ લીલા બીજ વિશે વિસ્તારથી જાણી લઈએ. 

ભારતમાં રસોઈ બનાવવા માટે વિભિન્ન મસાલાઓનો ઉપયોગ થાય છે. કોથમરી, જીરું, મરી, લવિંગ અને વરિયાળી જેવા મસાલા માત્ર રસોઈનો સ્વાદ જ નથી વધારતા પરંતુ સ્વાસ્થ્યનો ભંડાર પણ છે. તેમાં વરિયાળી એક એવા ફાયદાકારક મસાલામાંથી છે જે, રસોઈને સારી સુગંધ આપવાની સાથે પાચનથી જોડાયેલા વિકારોને મટાડવામાં મદદ કરે છે. તે જ કારણ છે કે, મોટાભાગના લોકો ભોજન પછી વરિયાળી ખાવાનું પસંદ કરતાં હોય છે.

અન્ય મસાલાઓની તુલનાએ વરિયાળી તમારા હ્રદય અને આંતરડા માટે સારો મસાલો છે. સામાન્ય રીતે મસાલા ગરમ હોય છે અને પેટને આરામ આપતા નથી પરંતુ વરિયાળી, ઠંડી હોય છે. અને પેટને ઠંડુ રાખવાનું કામ કરે છે. વરીયાળીને તમે અનેક રીતે સેવન કરી શકો છો. કાચી અથવા તો શેકીને પણ ખાઈ શકો છો. તેમજ તેનો મુખવાસ પણ બનાવીને ખાઈ શકો છો. આ ઉપરાંત રસોઈમાં સ્વાદ વધારવા માટે પણ તમે વરીયાળીનું સેવન કરી શકો છો. 

આયુર્વેદ ડોક્ટર ના કહ્યા અનુસાર વરિયાળી પાચન માટે સારી છે. તે પોતાના ઠંડા અને મીઠા ગુણોને કારણે પિત્તને વધાર્યા વગર અગ્નિને મજબૂત અને ગરમ કરે છે. તેને એક ત્રિદોષ જડીબુટ્ટી ગણવામાં આવે છે. જે વાત અને કફને સંતુલિત કરે છે જે સારા પાચન માટે જરૂરી છે. વરીયાળી એક એવું બીજ છે જેમાં અનેક ઔષધીય ગુણો રહેલા છે. જેનાથી તમારા શરીરમાં અમુક તત્વોનું પ્રમાણ વધે છે અને તે શરીરમાં બીમારી પેદા થવા દેતી નથી. આથી વરીયાળી એક સ્વાસ્થ્ય વર્ધક બીજ ગણવામાં આવે છે.  

વરિયાળીના ઔષધિય ગુણ:- ગુણ- લઘુ (પચાવવામાં સરળ) અને સ્નિગ્ધા (ચીકણું, તૈલીય), રસ(સ્વાદ)- મીઠો, તીખો અને કડવો, પાચન અસર પછી- મીઠી, વીર્ય (શક્તિ)- ગરમ, વાત અને કફને સંતુલિત કરનાર.

વરિયાળીના આયુર્વેદિક ફાયદા:- શક્તિ અને પ્રતિરક્ષામાં સુધારો કરનાર, વધારે ગરમીને કારણે થતાં રક્તસ્ત્રાવ વિકારોમાં ઉપયોગી, પાચનમાં સુધારો કરનાર, હ્રદય માટે સારું, કાર્ડિયક ટોનીક, કામોત્તેજક નથી. માસિક ધર્મ દરમિયાન થતાં દુખાવામાં રાહત અપાવવામાં મદદ કરે છે. 

બ્રેસ્ટફિડિંગ વધારવામાં સહાયક:- વરિયાળી એક મસાલો છે, જે મહિલાઓ માટે સારું કામ કરે છે. વરિયાળીના રસનો ધાતુ પર વિશેષ અસર પડે છે, જે સ્તનપાન કરાવનારી મહિલાઓમાં સ્તનના દૂધના પ્રવાહને વધારો આપે છે. 

આયુર્વેદ મુજબ આ વિકારોને મટાડે છે:- કૃમિ- જીવાત, બદ્ધવિત- કબજિયાત, અનિલા- વાત/સોજો, દાહા- બળતરા અનુભવવી, અરુચિ- અરુચિ, ભોજનમાં રુચિની ઉણપ, ચર્દી- ઉલ્ટી, કાસા- શરદી, ઉધરસ.

વરિયાળીના અન્ય ફાયદાઓ:- તેના સાત્વિક ગુણ મનને તાજું કરે છે અને માનસિક સતર્કતાને વધારો આપે છે. તેનાથી આંખોના સ્વાસ્થ્યને વધારો મળે છે. વરિયાળી શ્વસનતંત્રમાં વધેલા કફને પણ ઓછો કરે છે જે ફેફસાનો દુશ્મન છે.કેવી રીતે કરવું વરિયાળીનું સેવન:- સ્વાસ્થ્યને સારું બનાવવા માટે જમ્યા પછી 1 ચમચી વરિયાળી ખાવી સારી રીત છે. વજન ઘટાડવા, ડાયાબિટીસ, પીસીઓએસ, થાઈરૉઈડ, કોલેસ્ટ્રોલ અને અન્ય આંતરડાના વિકારો માટે વરિયાળીની ચા પીવી જોઈએ. પિત્ત અને ગરમીથી જોડાયેલ વિકારોને શાંત કરવા માટે તેનો ઉપયોગ ઠંડો શરબત બનાવવામાં કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!