વાસી મોં 2 સફેદ કળી ખાઈ લ્યો અને પિય તરત પાણી. કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને કબજિયાતથી મળશે જિંદગીભરનો છુટકારો… નહિ આવે દવા ખાવાની નોબત…

લસણ દરેકના ઘરમાં સરળતાથી મળી રહેતો સામાન્ય મસાલો છે. પ્રાચીન કાળથી જ આ મસાલાનો ઉપયોગ તેના સ્વાસ્થ્ય વર્ધક ગુણોના કારણે અનેક બીમારીઓના ઈલાજમાં એક ઔષધી રૂપે કરવામાં આવે છે. લસણની સૌથી વધારે શક્તિ તેમાં ઉપલબ્ધ યોગીક એલીસીન છે. જેના કારણે તેમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટીફંગલ ગુણ ઉપલબ્ધ હોય છે. 

લસણના પોષક તત્વો કયા કયા છે?:- લસણનો ઉપયોગ જમવાનું બનાવવા માટે કરવામાં આવે છે પરંતુ આ માત્ર સ્વાદ વધારવાનું કામ નથી કરતું પરંતુ અનેક રોગોની દવા પણ છે. જો વાત કરીએ લસણના પોષક તત્વોની તો દર 100 ગ્રામ લસણમાંથી તમને લગભગ 150 કેલેરી, 33 ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ, 6.36 ગ્રામ પ્રોટીન મળે છે. લસણ વિટામીન b1, b2, b3, b6, વિટામીન સી,કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, સોડિયમ, પોટેશિયમ અને ઝીંક નો પણ શ્રેષ્ઠ સ્ત્રોત છે.લસણ ખાવાના ફાયદા:- લસણ ને તમે કોઈપણ રૂપે ખાઓ તમને ફાયદો જ થશે પરંતુ માનવામાં આવે છે કે સવારમાં સૌથી પહેલા ઊઠીને કાચું લસણ ખાવાથી અને તેની સાથે ગરમ પાણી પીવાથી સ્વાસ્થ્યને અનેક જબરજસ્ત ફાયદા થાય છે. ડાયટિશિયનના જણાવ્યા પ્રમાણે સવારમાં કાચું લસણ ખાવાથી તમને કયા કયા ફાયદા થઈ શકે છે તે જાણીએ.

1) બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો કરે:- ખાલી પેટે લસણનું સેવન હાઈ બ્લડ પ્રેશરના લક્ષણોને દૂર કરવાનું કામ કરે છે. આ તમારા રક્ત પરિભ્રમણને વધારે છે અને લીવર તથા મૂત્રાશયના કામકાજને સારું બનાવે છે.

2) ઝાડા નો ઈલાજ:- જો તમને ઝાડા થયા હોય તો લસણ તેને પણ ઠીક કરી શકે છે. આ તમારા નર્વસ સિસ્ટમ માટે પણ ખુબ જ સારું છે. તેના સિવાય લસણ તમારી ભૂખને ઉત્તેજિત કરે છે અને પાચનને વધારે છે.3) તણાવ દૂર કરે:- લસણ તમારા તણાવના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં ઉચ્ચ પ્રમાણમાં સલ્ફર યોગિક હોય છે જે ગ્લુટાથિયોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. આ એન્ટિઓક્સિડન્ટ તણાવની વિરુદ્ધમાં કામ કરે છે.

5) કોલેસ્ટ્રોલ ઘટાડે:- લસણ કુલ અને એલડીએલ કોલેસ્ટ્રોલ ને ઘટાડે છે. હાઈ કોલેસ્ટ્રોલ વાળા લોકોએ તેનું સેવન જરૂરથી કરવું જોઈએ. કોલેસ્ટ્રોલ વધવું એક ગંભીર સમસ્યા છે, જેનાથી હૃદય રોગનું જોખમ રહે છે.6) લીવરને મજબૂત બનાવે:- લીવરને મજબૂત બનાવવા માટે કાચા લસણનું સેવન કરવું જોઈએ. લસણ લીવરને સ્વસ્થ રાખીને તમારું આયુષ્ય લાંબુ કરવામાં મદદ કરે છે. આ ચેપી રોગો સામે લડે છે. 

7) શરીરને અંદરથી કરે છે સાફ:- લસણમાં સલ્ફર યોગીકોની વધુ માત્રા હોવાના કારણે આ શરીરના અંગોની અંદરથી સફાઈ કરે છે. લસણ લોહીમાં સીસાનું સ્તર ઘટાડી શકે છે. આ શરીરમાં ઝેરી અસર ઘટાડે છે.

કેવી રીતે કરવો કાચા લસણનો ઉપયોગ:- એક્સપર્ટે જણાવ્યું કે લસણના વધારે ફાયદા લેવા માટે શાક સિવાય તમારે કાચું ખાવું જોઈએ. તેના માટે તમે દરરોજ સવારમાં વાસી મોઢાએ લસણની બે કળીને ચાવીને ઉપર નવશેકું ગરમ પાણી પીવું તેનાથી ખૂબ જ સારું પરિણામ જોવા મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment