આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

આ ચમત્કારિક ટુકડાનું સેવન તમારું ગમે તેવું બંધ નાક ખોલી દેશે. બસ કરો આ રીતે ઘરેલુ દેશી ઉપાય

આદુનો ઉપયોગ ભારતીય ઘરોમાં અનેક વાનગીઓ બનાવવા માટે થાય છે. આદુમાં એક ઔષધિય ગુણ હોય છે. આદુનો રસોડામાં અનેક રીતે ઉપયોગ થતો હોય છે. આદુના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમજ આપણે ત્યાં દરેક શાકભાજીમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય તમે તેનો ઉપયોગ લીલા આદુ રૂપે પણ કરી શકો છો તેમજ તેને સુકવીને તેનો પાવડર બનાવીને પણ ઉપયોગમાં લઈ શકો છો.

ગળાના દુઃખાવામાં રાહત મેળવવા માટે આદુ ખુબ જ ફાયદાકારક છે. પરંતુ આદુથી ગળાના દુઃખાવાની સારવાર કેવી રીતે કરવી જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત આદુનું સેવન કરવાની ઘણી રીત છે. જેના વિશે તમારે જાણવું જ જોઈએ.

તમે લગભગ નહિ જાણતા હોય કે, આદુ એક જડીબુટ્ટી છે, જેનો ઉપયોગ ભારતીય વાનગીઓ બનાવવામાં થાય છે. ફક્ત સ્વાદ માટે જ નહિ, પરંતુ આદુને એક ઔષધિય રૂપથી પણ જાણવામાં આવે છે. લગભગ આદુનો ઉપયોગ લોકો શરદી અને ગળાના દુઃખાવા માટે ઘરેલું ઉપાયના રૂપમાં કરે છે.

તમને જણાવી દઈએ કે આદુએ બારમાસી છોડ જીંજીબર ઓફિશિયલનું મૂળ છે. આદુનો ઉપયોગ સદીઓથી ઔષધિય માંદગીની સારવાર માટે હર્બલ ઉપાય તરીકે કરવામાં આવે છે. જરા પણ ઉધરસ અને શરદી હોય તો લોકો આજે પણ આદુનો ઉપયોગ કરે છે. આદુ બે રીતે ગળાના દુઃખાવાને દૂર કરે છે.  એક તો તેનું સેવન કરવામાં આવે તો, આ દુઃખાવાથી રાહત આપે છે અને બીજું ચેપ સામે લડવામાં મદદગાર છે. વૈજ્ઞાનિક શોધથી જાણવા મળ્યું છે કે આદુમાં રહેલો ઔષધિય ગુણ ગળામાં રહેલા દુઃખાવાના લક્ષણને દૂર કરે છે. અહી અમે તમને જણાવી રહ્યા છીએ કે આદુ કંઈ પ્રકારે ગળામાં રહેલા દુઃખાવાને દૂર કરે છે અને તેનું સેવન કંઈ રીતે કરવું જોઈએ.

આદુ તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં ચમત્કારી છે. ગળામાં દુઃખાવો એક વાયરસના કારણે થઈ શકે છે.  જણાવી દઈએ કે દવાઓ અને સમાપ્ત નથી કરી શકતી, પરંતુ આદુ આ વાયરસને નાબૂદ કરવામાં એક વધુ સારો પ્રકાર છે. એક પ્રયોગશાળા સંશોધન દર્શાવે છે કે, આદુ વાયરસને મારવા માટે રોગપ્રતિકારક શક્તિને ઉત્તેજિત કરે છે અને આદુને એક પેન રિલિવ બનાવે છે.

આદુના ઔષધિય ગુણ : આદુમાં ફાઇટોન્યુટિઅન્સ હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જડીબુટ્ટીમાં એન્ટીઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ બેક્ટેરિયાના ચેપ સામે લડવામાં મદદ કરે છે. આ એક પરીક્ષણ ટ્યુબ અભ્યાસ મુજબ, 10% આદુનો અર્ક સ્ટ્રેપ્ટોકોકસ મ્યૂટન્સના વિકાસને અટકાવી શકે છે. તમને  જણાવી દઈએ કે આ ઓરલ ઇન્ફેકશન માટે જવાબદાર માર્કે ઓર્ગેનિઝમ છે.એન્ટીઇન્ફ્લેમેટરી અસરો : આદુ તેના એન્ટી ફેલેમેટરી ગુણોથી ઓળખવામાં આવે છે. ગળામાં દુઃખાવો થાય છે તો સંભવ છે કે ગળામાં સોજો અને ખંજવાળ આવે. આવું આદુથી શરીરમાં પ્રો-ઇન્ફ્લેમેટરી પ્રોટીન અવરોધિત કરવાના કારણે થાય છે. આ સંબંધમાં બે અલગ-અલગ રિસર્ચ કરવામાં આવ્યું છે. એવું જાણવામાં આવ્યું છે કે આદુ કાકડાના સોજા માટે એક ઘરેલુ શ્રેષ્ઠ ઉપાય છે. અધ્યયનમાં, કાકડા સાથે સહભાગીઓને આદુના સેવન પછી કાકડાની પીડામાં ઘણી રાહત મળી છે.

આદુ એન્ટી વાયરલ : અભ્યાસ મુજબ, આદુ એન્ટી વાયરલ ગુણધર્મો દર્શાવે છે. સુકાયેલા આદુ કરતાં જો તાજું આદુનો વપરાશ કરવામાં આવે તો શ્વસન ક્રિયાને અસર પહોંચાડે છે જે વાયરસ સામે લડવામાં ફાયદાકારક છે. 2013 ની પ્રયોગશાળા સંશોધન દ્વારા બહાર આવ્યું છે કે તાજું આદુ શ્વસન ચેપના મોડલમાં એન્ટી વાયરલ અસરો ધરાવે છે. જ્યારે સુકાઈ ગયેલા આદુની કોઈ પણ અસર ન થઈ. હવે જાણીએ ગળાના દુઃખાવા માટે આદુનું સેવન કેવી રીતે કરવું.કાચું આદુ : કાચું આદુ શાકભાજીવાળાની દુકાનમાં સહેલાઈથી મળી જશે. તમે તેની ઉપરની છાલને કાઢીને ચા અને શાકભાજી બનાવવામાં ઉપયોગ કરી શકો છો. આ સિવાય આદુનો એક ટુકડો લઈને તેને ચાવીને પણ ગળાના દુઃખાવાથી રાહત મેળવી શકાય છે.

આદુની કેન્ડી : જો તમને આદુનો કડવો સ્વાદ પસંદ નથી તો તમે આદુની કેન્ડી બનાવી ને સેવન કરી શકો છો. તમે બજાર માંથી પણ ખરીદી શકો છો અથવા ઘરપરજ બનાવી શકો છો.એ માટે આદુને નાના નાના ટુકડામાં કાપી લ્યો અને પછી તેને મધમાં ડુબાડી દો . ત્યાર બાદ તેના પર ફરીવાર મધ નાખીને પાંચ મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો. ત્યાર બાદ ક્યુબ શીટમાં એ મિશ્રણ ને ભરીદો, ઠંડુ થયા બાદ તે ક્યુબ નું રૂપ લઈ લેશે ત્યાર બાદ તમે તેને ખાઈ શકો છો.

ગોળીના રૂપમાં : મેડિકલની દુકાનમા ગળાના દુઃખાવા માટે કેટલીક પ્રકારની આદુવાળી ગોળીઓ મળે છે. લેબલ પરના માર્ગદર્શિકાઓ લેતા પહેલા વાંચી લેવું જોઈએ. આથી તમને તે જાણવા મળશે કે તમે જે ઉત્પાદન ખરીદી રહ્યા છો તેમાં આદુ શામિલ છે કે નહિ.આદુવાળી ચા : જ્યારે પણ ગળામાં દુઃખાવો થાય છે, ત્યારે આદુ વાળી ચા એક અસરકારક પદ્ધતિ છે. ગળાના દુઃખાવાના કારણે ગળામાં રહેલો સોજો દૂર કરવામાં આ ચા ખુબ જ અસરકારક છે. એક કપ પાણીમાં બે ચમચી સુકાયેલું આદુ નાખી ઉકાળીને તેની ચા બનાવીને પીય શકાય છે. ગળામાં દુઃખાવો થાય તો આ ચા ને દિવસમાં બે-ત્રણ વાર પીવો. ચા નો સ્વાદ વધારવા માટે અને ઔષધિય ગુણને વધારવા માટે આમાં 1 ચમચી મધ પણ ઉમેરી શકો છો.

કોણે આદુનું સેવન ન કરવું જોઈએ : આદુની નીવનું સેવન આમતો દરેક માટે ફાયદાકારક અને સુરક્ષિત છે, પરંતુ કેટલાક લોકો માટે તે એલર્જીનું કારણ બની શકે છે. આપને જણાવી દઈએ કે આદુની સાથે તમારે ડોક્ટર દ્વારા આપવામાં આવેલ દવા પણ લેવી જોઈએ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન જણાવે છે કે આદુ ખોરાક અને પીણામાં વાપરવા માટે સંપૂર્ણપણે સલામત છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!