આયુર્વેદ અનુસાર રાત્રે સુતા પહેલા ગરમ દુધમાં આ એક વસ્તુ નાખી પીવો, શરીરની 8 ગંભીર બીમારીઓ થઈ જશે છુમંતર…

મિત્રો ઘણા લોકોને રાત્રે દૂધ પીવાની ટેવ હોય છે. તેમજ દૂધમાંથી ખાસ કરીને વિટામિન ડી મળે છે. જે શરીર માટે ખુબ સારું છે. તેમજ દૂધ પીવાથી તંદુરસ્તી પણ સારી રહે છે. પણ ઘણી વખત દૂધ પીવાથી પેટમાં ગડબડ જેવું લાગે છે. પણ જો તમે આ દુધમાં થોડી હળદર મિક્સ કરીને પીવો તો ઘણા ફાયદા થશે. તો આજે અમે તમને હળદર વાળા દુધના અદ્દભુત ફાયદા વિશે જણાવશું.

જેમ કે તમે જાણો છો તેમ દુધની અંદર કેલ્શિયમ વિપુલ પ્રમાણમાં રહેલું છે. જ્યારે હળદરની અંદર એન્ટીબાયોટીક્સ રહેલ છે અને જ્યારે આ બંનેને મિક્સ કરવામાં આવે છે ત્યારે તેના ગુણમાં વધારો થાય છે. જો કે, હળદર વાળું દૂધ પીવાની પરંપરા આ દેશમાં પ્રાચીન કાળથી ચાલી આવે છે. આપણા આયુર્વેદમાં પણ હળદર વાળું દૂધ પીવા જણાવ્યું છે. હળદર એ એક ઇન્ગ્રીડીએટ છે, જે દરેકના  ઘરે સહેલાઈથી મળી જાય છે. મિત્રો તમે ક્યારેક તો હળદર વાળું દૂધ પીધું જ હશે. પરંતુ ક્યારેય તમને વિચાર આવ્યો છે કે, આ હળદર વાળું દૂધ શા માટે પીવામાં આવે છે ? મિત્રો હળદર વાળા દુધમાં ઘણા ઔષધીય ગુણ રહેલા છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

શરદી-ઉધરસમાં રાહત આપે છે : એવું કહેવાય છે કે બદલતા મૌસમ અનુસાર હળદર વાળું દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે. કારણ કે તેમાં એન્ટીવાયરલ અને એન્ટીબેક્ટેરીયલ ગુણ રહેલા છે. જે શરદી અને ઉધરસમાં આરામ આપે છે. આ ઉપરાંત તે ગળાની ખારાશ અને તાવમાં આપણને રાહત આપે છે.ઇમ્યુનિટી વધારે છે : આજના સમયમાં લોકો પાસે મજબુત ઇમ્યુનિટી હોવી ખુબ જરૂરી છે. આથી જ જો તમે તમારી ઇમ્યુનિટી વધારવા માંગો છો તો તેના માટે હળદર વાળું દૂધ ખુબ ફાયદાકારક છે. કારણ કે હળદરમાં રહેલ કરક્યુમીન અને ઈમ્યુનોમોડ્યુલેટરી જેવી બીમારીને દુર રાખે છે અને તમારી તંદુરસ્તી જાળવી રાખે છે.

શરીરના સોજા ઓછા કરે છે : હળદરની અંદર એન્ટી-ઇફ્લેમેટરી ગુણ રહેલા છે અને શિયાળામાં મોટાભાગના લોકોને સાંધાનો દુઃખાવો થતો હોય છે. આવા સમયે જો તમે હળદર વાળું દૂધ પીવો છો તો દુઃખાવાને ઓછો કરે છે અને સોજા ઓછા કરે છે.હૃદય માટે ખુબ સારું છે : જેમ કે આગળ કહ્યું તેમ હળદરની અંદર એન્ટીઈમ્ફ્લેમેટરી ગુણ રહેલા છે. જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આમ હળદર વાળું દૂધ પીવાથી શરીરમાં બ્લડ શુગરનું લેવલ પણ જળવાઈ રહે છે અન તેનાથી તમારું હૃદય પણ સ્વસ્થ રહે છે.

વજન ઓછું કરે છે : મિત્રો જો તમે વજન ઓછું કરવા માંગો છો તેના માટે હળદર વાળું દૂધ ખુબ સારું છે. કારણ કે હળદરમાં કેલ્શિયમ અને બીજા ઘણા મિનરલ્સ રહેલા છે. જે શરીરના ફેટને દુર કરે છે.

કેન્સરના રોગીઓ માટે ખુબ સારું છે : એવું માનવામાં આવે છે કે, કેન્સરના રોગી માટે હળદર વાળું દૂધ ખુબ સારું છે. હળદરમાં મળતો પદાર્થ કરક્યુમીન કેન્સરના દર્દીઓને ઠીક કરવામાં મદદ કરે છે.સ્કીનને સંક્રમણથી બચાવે છે : હળદર વાળું દૂધ સ્કીન માટે પણ ખુબ સારું છે. કારણ કે હળદર સ્કીન સંક્રમણના ખતરા સામે રક્ષણ આપે છે, જ્યારે દૂધ આપણી સ્કીનને ગ્લોઇન્ગ આપે છે.

આરામદાયક નીંદર આપે છે : જે લોકોને થાક બહુ લાગતો હોય તેમજ જેમને રાત્રે નીંદર નથી આવતી, તેમના માટે હળદર વાળું દૂધ ખુબ અસરકારક છે. હળદરમાં રહેલ એમીનો એસીડ સારી નીંદર માટે ખુબ સારું છે. આથી જ જો તમને અનિંદ્રાની સમસ્યા છે તો તમે હળદર વાળું દૂધ પીવાનું શરુ કરી દો. ફટાફટ આવી જશે નિવારણ.

તમે 5 સેકન્ડનો ટાઈમ લઈને અમને કોમેન્ટમાં જણાવો કે આ માહિતી તમને કેવી લાગી ?
(૧) વેરી  હેલ્પફુલ,  (૨) હેલ્પ ફૂલ,  (૩) ગુડ,  (૪) એવરેજ.

ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment