લગ્નજીવનમાં ખુશી બનાવી રાખવા માટે પીવો સરગવાનું સૂપ.. જાણી લો બનાવવાની રીત…

મિત્રો તમે પોતાના ખોરાકમાં અનેક શાકભાજી ખાતા હશો તેમજ તે શાકભાજી તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી પણ છે. પણ કોઈ પણ વસ્તુ ખાતા પહેલા તેના વિશે થોડી ઘણી માહિતી મેળવી લેવી તે પણ ખુબ જરૂરી છે. આથી તમને તેનું સેવન કરવામાં કોઈ તકલીફ ન પડે છે. તો આજે અમે તમને સરગવા વિશે કેટલીક માહિતી જાણીશું.

સરગવાનો ઉપયોગ ઘણા રોગોની સારવારમાં થાય છે. શરદી, ઉધરસ, ગાળામાં દુઃખાવો, છાતીમાં જામેલા કફને દુર કરવા માટે સરગવાનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. જો તમે ઈચ્છો તો તેનું શાક બનાવીને અથવા ઉકાળીને સરગવાનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય તેને પાણીમાં સારી રીતે ઉકાળીને પછી તેનું પાણી પીવાથી પણ ફાયદો થાય છે.સરગવા વિશે તો આપણે બધા જાણીએ જ છીએ. સરગવાનો ઉપયોગ ઘરે ઘરે શાક બનાવવામાં થાય છે. પરંતુ સરગવો અને તેનું વૃક્ષ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. સરગવામાં પ્રોટીન, એમિનો એસિડ, બીટા કેરોટીન અને જાત-જાતના પોષક તત્વો હોય છે. સરગવામાં તાજા પાન અથવા તેનો પાવડર કરીને શાકમાં નાખવામાં આવે છે.

સરગવાના ફૂલ, ફળ અને પાનમાં એટલું પોષણ છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના માર્ગદર્શનથી દક્ષિણ આફ્રિકામાં કેટલાક દેશોમાં કુપોષણથી જુજતા લોકોના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. તમારા ડાયટમાં સરગવાના શાકનો સમાવેશ કરવો જોઈએ. આયુર્વેદમાં 300 રોગોના સારવાર માટે સરગવાનો ઉપયોગ કરવામાં આવે છે.સૂપ, કઢી, સંભાર જેવી વસ્તુમાં સરગવાનો ઉપયોગ થાય છે. સરગવાનું સૂપ તેના ફળ, ફૂલો, અને રેસાવાળા બીજમાંથી બનાવવામાં આવે છે. સરગવાના બીજ માંથી સરગવાનું તેલ પણ બનાવવામાં આવે છે. સરગવાના પાન અને મૂળ માંથી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગ થાય છે. સરગવામાં ખૂબ જ પોષણ હોય છે તેથી તે  કેટલીક બીમારીઓથી રક્ષણ આપે છે અને શરીરના અંગો મજબૂત પણ કરે છે. તેમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. વિટામીન સી સિવાય તેમાં બીટા કેરોટીન, પ્રોટીન અને ઘણા પ્રકારના ક્ષારથી ભરપૂર છે.

સરગવાનું સૂપ કેવી રીતે બનાવવું ? : સરગવાનું સૂપ બનાવવા માટે સરગવાના નાના નાના ટુકડા કરીને કાપી લો. પછી બે કપ પાણી લઈને તેને ધીમી આંચ પર ઉકાળવા માટે મૂકી દો. હવે જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં કાપેલા સરગવાના ટુકડા નાખી દો. તમે ઈચ્છો તો તેમાં સરગવાના પાન પણ ઉમેરી શકો છો. પછી પાણી અડધું વધે એટલે સરગવાની સિંગને વચ્ચેનો ગર્ભ કાઢી લો અને ઉપરનો છાલ જેવો ભાગ ફેંકી દો. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને મરીનો પાવડર ભેળવીને પીવો.સરગવાનું સૂપ પીવાના ફાયદા : સરગવાનું સૂપ નિયમિત રીતે પીવાથી શારીરિક સંબંધોની હેલ્થ સારી રહે છે અને સરગવો મહિલા અને પુરુષ બંને માટે એક સરખો જ ફાયદાકારક છે.

સરગવામાં એન્ટી બેક્ટેરીયલ ગુણ પણ મળી આવે છે, જે તમને ઘણી જાતના સંક્રમણથી સુરક્ષિત રાખવામાં ઉપયોગી છે. આ ઉપરાંત તેમાં વિટામિન સી હોય છે, જે ઈમ્યુન સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે. તેમજ સરગવાનું સૂપ આપણા પાચનતંત્રને મજબુત બનાવવાનું કામ કરે છે. તેમાં રહેલા ફાઈબર કબજિયાતની તકલીફ પણ થવા દેતું નથી.એ સિવાય જેમને અસ્થમાની તકલીફ હોય, તેમના માટે પણ સરગવાનું સૂપ પીવું ફાયદાકારક રહે છે. પ્રાચીન સમયથી શરદી-ઉધરસ અને કફથી છુટકારો મેળવવા માટે તેનો ઉપયોગ ઘરગથ્થુ ઔષધીય તરીકે કરવામાં આવે છે. સરગવાનું સૂપ પીવાથી લોહીની સફાઈ કરવામાં મદદ મળે છે. લોહી સાફ થવાને લીધે ચહેરા ઉપર પણ નિખાર આવે છે. ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવા માટે, સરગવાનું સેવન કરવાની સલાહ પણ આપવામાં આવે છે.

સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે તે હાડકા મજબૂત કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત સરગવામાં આર્યન, મેગ્નેશિયમ, અને સીલીયમ હોય છે. સરગવાનો ઉપયોગ ભોજન કરતા દવામાં વધારે થાય છે. સરગવાના ઉપયોગથી તમે વજન ઘટાડી શકો છો. તેમાં એન્ટી બાયોટિક અને પેનકીલરના ગુણ હોય અને તે સોજા અને દુઃખાવાને દુર કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment