રાત્રે સુતા પહેલા દૂધ સાથે 1 ચમચી આનું સેવન ઘટાડી દેશે તમારું વજન અને બ્લડ પ્રેશર. હૃદયને આજીવન રાખશે સ્વસ્થ અને વધારી દેશે ઇમ્યુનિટી….

રાગી વિશે તો લગભગ દરેક લોકો જાણતા જ હશે. રાગીના લોટમાંથી અનેક સામગ્રી પણ બનાવવામાં આવે છે. જેમ કે રોટલી, ભાખરી વગેરે. રાગીમાં અનેક પ્રકારના પોષકતત્વો પણ હોય છે. રાગીને વજન ઘટાડાવમાં ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તમે રાત્રે દૂધની સાથે રાગી પીવા વિશે તો સંભાળ્યું જ હશે અને જો સંભાળ્યું છે, તો કદાચ તમને ખબર પણ હશે કે રાત્રે દૂધ સાથે રાગીનું સેવન કરવાના ઘણા ફાયદા છે.

રાગીની અંદર પ્રોટીન, ફાઈબર, વિટામીન્સ વગેરે હોય છે અને લગભગ દૂધની અંદર કોઈપણ સામગ્રી નાખીને પીવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે દૂધની સાથે સામગ્રી મિક્સ કરવાથી તમારી શક્તિમાં વધારો થાય અને તમે સ્વસ્થ પણ રહો છો. પરંતુ તમને સવાલ થતો હશે કે શું રાગીને દૂધની સાથે લઈ શકાય છે ? તેથી જ અમે આજે રાગીથી જોડાયેલ તમારા સવાલના જવાબ લઈને આવ્યા છી. આજે અમે તમને દૂધ સાથે રાગીને લેવાના ફાયદાઓ વિશે જણાવીશું. લગભગ દરેક લોકો જાણતા જ હશે કે રાગીથી અનેક વસ્તુઓને બનાવવામાં આવે છે.

રાગીનો ઉપયોગ કરવાથી તમારો વજન પણ ઘટે છે અને તમારું બ્લડ પ્રેશરનું સ્તર પણ સારું રહે છે. તમને જણાવી દઈએ કે રાગીથી તમારી ઇમ્યુનિટી પણ વધે છે અને હૃદય માટે પણ ખુબ જ સારું માનવામાં આવ્યું છે. પરંતુ શું દૂધ સાથે રાગીને લેવી એ એક સારો વિકલ્પ છે કે નહીં, તે વિશે આપણે જાણીશું.

રાગીના ફાયદા : રાગીની અંદર ફાઈબર, પ્રોટીન, ફેટ, વિટામિન-ઇ, સી, બી વગેરે હોય છે રાગી પોષકતત્વોનો ખજાનો માનવામાં આવે છે. આ સિવાય રાગીની અંદર ઘણા સંયોજનો હોય છે જેમ કે નિયાસીન, રાઈબોફ્લેવિન, ફોલિક એસિડ, કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને ફોસ્ફરોસ વગેરે હોય છે અને તેના આ જ ગુણ શરીર માટે ખુબ જ લાભકારી છે. પરંતુ શું તે દૂધ સાથે પણ તેટલા જ લાભકારી છે તે જાણવું જરૂરી છે.

રાગીના સેવનનો સાચો સમય : રાગીની અંદર જટિલ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે, જેથી તેને પાચન થવામાં સમય લાગે છે. આ જ કારણ છે કે રાગીનું સેવન કર્યા પછી તમને વારંવાર ભૂખ લાગતી નથી અને પરિણામે તમારું વજન ઉતરવા લાગે છે. જો કે ઘણા નિષ્ણાંતો રાત્રે રાગી ખાવાની સલાહ આપતા નથી. આવું એટલા માટે કહેવામા આવે છે કે રાત્રે રાગીને ખાવાથી ગેસ થાય છે.  દિવસમાં જો રાગીનું સેવન કરવામાં આવે તો તેમાં રહેલ પોષકતત્વો શરીરમાં સારી રીતે ભળી જાય છે અને જઠરાંત્ર સંબંધી અમ્લ દિવસમાં જ સક્રિય હોય છે.

રાતના સમયે રાગીનું દૂધ સાથે સેવન : રાત્રે સૂતા પહેલા દૂધનું સેવન કરવું એ ખુબ જ લાભકારી માનવામાં આવે છે, પરંતુ રાગી સાથે દૂધ પીવાનું પરિણામ શું આવે છે તે એકસપર્ટથી આપણે જાણીએ. તો એક્સપર્ટનું એવું કહેવું છે કે, રાત્રે સૂતા સમયે રાગીનું સેવન ન કરવું જોઇ. જો કે નિષ્ણાંતો એમ પણ કહે છે કે ઓછી માત્રામાં દૂધ સાથે રાગીનું સેવન કરવાથી ઊંઘ સારી આવે છે અને મસ્તિષ્ક સારી રીતે કામ કરે છે, વજન ઘટે છે, કોંગ્રીટિવ સ્કિલ્સ સારી થાય છે અને મેટાબોલીઝ્મ પણ સારું રહે છે.

તમને જણાવી દઈએ કે દૂધનું સેવન કરવાથી આપણાં શરીરની અંદર ટ્રીપ્ટોફેન નામક પદાર્થ રિલિજ થાય છે, જે સેરોટોનિના લેવલને સારું કરે છે. દૂધ અને રાગીમાં રહેલ ફેટ અને પ્રોટીન તમને રિલેક્સ કરવાનું કામ કરે છે અને સાથે જ તમારી ઊંઘ સારી થાય છે. જ્યારે તમે રાગીને દૂધ સાથે મિક્સ કરો છો, ત્યારે તમને ડિપ્રેશન, સ્ટ્રેસ અને મૂડને ઠીક કરે છે. તેમજ મસ્તિષ્કના સંપૂર્ણ સ્વાસ્થ્યને પણ લાભ પહોંચાડે છે. જો તમે વજન ઘટાડવા માટે પેય પદાર્થ શોધી રહ્યા છો અથવા રાતના સમય પર તમને ભૂખ લાગે છે, તો તમે રાગીને દૂધ સાથે અજમાવી શકો છો. તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે રાગીને સૂતા પહેલા લગભગ 2 કલાક પહેલા લેવાનું છે. ત્યારે જ તમને લાભ થઈ શકે છે.

ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા 1 ચમચી રાગીનો લોટ લો. હવે તેને એક લોયામાં નાખો અને અડધો કપ પાણી લો તેને 20 મિનિટ સુધી ઉકાળો. જ્યારે તે ઘાટું થઈ જાય તે પછી, તેમાં ગોળ અથવા ખાંડ નાખો. હવે અંતમાં અડધો કપ દૂધ નાખો. તમે આમાં સ્કિમડ મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ મિશ્રણને ગરમ કરો અને ગરમ-ગરમ જ સેવન કરો.

આમ તમે રાગીનું સેવન કરીને પોતાનું સ્વાસ્થ્ય સારું કરી શકો છો. તેમજ તેનાથી તમારા સ્વાસ્થ્યને સારા એવા લાભ પણ મળે છે. આ છતાં પણ રાગીનું સેવન તમારે તમારી તાસીર અનુસાર કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment