રાત્રે ફક્ત 1 ગ્લાસ આ વસ્તુ પિયને સુઈ જાવ, શરીરમાં થશે ચોંકાવનારા અને ચમત્કારિક ફાયદાઓ… ઊંઘ નો આવતી હોય એની માટે છે અમૃત સમાન…

મિત્રો તમે કદાચ દૂધનું સેવન કરતા હશો. જો કે દૂધ એ સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. કારણ કે તેમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામીન બી, ડી વગેરે પોષક તત્વો રહેલા છે. પણ ઘણી વખત દૂધનું સેવન કરવાથી આપણને જોઈએ એવા ફાયદાઓ નથી મળતા. પણ આજે અમે તમને ગરમ દૂધ પીવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. 

ગરમ દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરરોજ એક ગ્લાસ ગરમ દૂધ પીવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. જો કોઈ કારણસર તમારો ખોરાક મિસ થઇ ગયો છે તો તમે એક ગ્લાસ ગરમ દૂધ પીને તેની આપૂર્તિ કરી શકો છો. દિવસ કરતા રાત્રે દૂધ પીવું વધુ સારું માનવામાં આવે છે. દુધમાં એક તત્વ ટ્રીપ્ટોફેન મળે છે. જે નિંદરને વધારે છે. નવશેકું ગરમ દૂધ પીવું માત્ર નીંદર જ સારી નથી આપતું પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.

દુધમાં મળતા કેલ્શિયમ, વિટામીન ડી, પોટેશિયમ જેવા પોષક તત્વો શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ સિવાય દુધમાં મેલાટોનીન પણ હોય છે, જે એક એવો હોર્મોન છે જે સુવા અને જાગવાની પેટર્ન ને કરવામાં મદદ કરે છે. આ સિવાય રાત્રે દૂધ પીવાથી શરીર રીલેક્સ થાય છે. જેનાથી સારો અનુભવ થાય છે. જો તમે રાત્રે ભૂખ લાગે છે તો દૂધ તેને શાંત કરવાનો સારો વિકલ્પ છે. ગરમ દુધના ફાયદાઓ:-  

1) એનર્જી વધારવામાં મદદ કરે છે:- દુધમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન રહેલ છે. આથી જ તેને દરરોજ પીવા માટેની સલાહ આપવામાં આવે છે. દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ કરવાથી શરીર આખો દિવસ ઉર્જાવાન રહે છે. આ સિવાય તે માંસપેશીઓ ના વિકાસ માટે જરૂરી છે.  

2) પુરુષોમાં ફર્ટીલીટી વધારવામાં મદદ કરે છે:- રાત્રે ગરમ દૂધ પીવાથી પુરુષોમાં ફર્ટીલીટી વધે છે. દુધમાં મળતું ફેટ અને ટેસ્ટોસ્ટેરોન હોર્મોન ને સક્રિય રાખે છે. જે પુરુષોમાં ફર્ટીલીટી વધારે છે. ગરમા દૂધ પુરુષોમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સની પૂર્તિ થાય છે. જેનાથી તેના હાડકાઓ અને સ્નાયુઓ પણ મજબુત બને છે. જો પુરુષો દરરોજ રાત્રે ગરમ દૂધ પીવે છે તો તેની ફર્ટીલીટી વધે છે.3) સારી નીંદર માટે ફાયદાકારક છે:- રાત્રે ગરમા દૂધ પીવાથી સારી નીંદર આવે છે. વાસ્તવમાં દુધમાં ટ્રીપ્ટોફેન નામનું એમીનો એસીડની હાજરી નીંદરના હાર્મોન સ્તરને વધારવામાં મદદ કરે છે. જે મગજને શાંત કરીને નીંદર લાવવામાં મદદ કરે છે. રાત્રે સુતા પહેલા એક કલાક અગાઉ દૂધ પીવું તેનાથી નીંદર સારી આવે છે. 

4) કેલ્શિયમની પૂર્તિમાં ફાયદાકારક છે:- હાડકાઓને કેલ્શિયમની જરૂરત હોય છે. આથી જો તમે દરરોજ દૂધ પીવો છો તો દાંત અને હાડકાઓ મજબુત બને છે. આ જો તમે દરરોજ સુતા પહેલા ગરમા દૂધ પીવો છો શરીરનો દુખાવો અને થાક ઓછો થાય છે.5) તનાવને ઓછો કરવામાં ફાયદાકારક છે:- સુતા પહેલા એક કપ દૂધ પીવાથી તનાવ ને ઓછો કરી શકાય છે. દુધમાં પ્રોટીન, લેક્ટીયમ તનાવને ઓછો કરવા રક્તચાપને ઓછુ કરવા, માંસપેશીઓને આરામ આપવા અને કોર્ટીસોલના સ્તરને ઓછુ કરવામાં મદદ કરે છે. સાથે જ તે શરીર પર હકારાત્મક અસર કરે છે. 

6) ક્યારે દૂધ પીવાથી પાચન તંદુરસ્ત થાય છે:- જે લોકોને દૂધ પચતું નથી તેઓએ સવારે ખાલી પેટ દૂધનું સેવન ન કરવું જોઈએ. ખાલી પેટ દૂધ પીવાથી એસીડીટી ની પરેશાની થાય છે. તમે ઈચ્છો તો સવારે નાસ્તો કર્યા પછી દૂધનું સેવન કરી શકો છો. રાત્રે દૂધ પીને સુવાથી નીંદર સારી આવે છે. તેમાં ટ્રીપ્ટોફેન નામનું એમીનો એસીડ હોય છે. જે નીંદરમાં સહાયક છે. દૂધ શરીરને આરામ આપે છે અને નીંદર લાવતા હાર્મોન ને સ્ત્રાવિત કરે છે. જેનાથી નીંદર સારી આવે છે. સાંજે એક ગ્લાસ દૂધ પીવું દરેક ઉંમર ના લોકો માટે જરૂરી છે. આયુર્વેદ અનુસાર દૂધ પીવાનો સાચો સમય રાત્રે છે. સુતા પહેલા એક ગ્લાસ દૂધ પીવાથી શારીરિક અને તનાવ ઓછો થાય છે.7) રોજ રાત્રે કેટલું દૂધ પીવું જરૂરી છે:- દરેક વ્યક્તિની દુધને લગતી જરૂરત તેની ઉંમર પર આધાર રાખે છે. કારણ કે દરેક માટે એક સરખું પેરામીટર યોગ્ય નથી. એક રીપોર્ટ અનુસાર 18 વર્ષી વધુ ઉંમરના લોકોએ દરરોજ 1 થી 2 ગ્લાસ પીવું જોઈએ. આ ઉંમરે યુવાનોને 600 મીલીગ્રામ કેલ્શિયમ ની જરૂરત હોય છે. 

8) ઉંમર અનુસાર દૂધનું સેવન જરૂરી છે:- 1 થી 3 વર્ષના બાળકોએ દરરોજ 100 થી 200 મીલીલીટર દૂધ પીવું જોઈએ. જેનાથી તેના શરીરને ઉચિત માત્રામાં કેલ્શિયમ મળી રહે. 4 થી 10 વર્ષના બાળકોએ દરરોજ 200 થી 300 મિલીલીટર દુધની જરૂરત હોય છે. 11 થી 18 વર્ષના બાળકોએ દરરોજ ઓછામાં 3 કપ પીવું જરૂરી છે. દૂધ પીવાથી તેનો શારીરિક અને માનસિક વિકાસ ઝડપથી થાય છે, 18 વર્ષની મોટી ઉંમરના લોકોએ દરરોજ 1-2 ગ્લાસ દૂધ પીવું જરૂરી છે. આમ ગરમ દૂધ તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment