આ જડીબુટ્ટીથી પુરુષોની A to Z સમસ્યાઓનો થશે મફતમાં ઈલાજ, શરીરની 12 બીમારીઓને કરી દેશે જડમૂળથી સાફ… જાણો ઉપયોગની રીત..

આપણા આયુર્વેદમાં અનેક જડીબુટ્ટીઓ છે જેને ઔષધી રૂપે ઉપયોગમાં લેવાય છે. આવી જડીબુટ્ટીઓ ગંભીરથી ગંભીર રોગોને દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તેવી જ એક અકરકરા જડીબુટ્ટી છે જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ એક ભારતીય છોડ છે આયુર્વેદિક યુનાની અને જડીબુટ્ટી આધારિત સારવાર પદ્ધતિમાં પુરુષોના રોગ, શરદી કફ, દાંત અને પાયરીયાની સારવારમાં થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ એનેસાઈક્લસ પાયરેથ્રમ છે.

અકરકરામાં કામેચ્છા વધારવાના ગુણ હોય છે. તેનાથી શારીરિક શક્તિ પણ વધે છે. ઔષધિ ના રૂપે આ છોડ ના મૂળ નો વિશેષ ઉપયોગ થાય છે. આ ઔષધી અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરે છે, જેના ઈલાજ માટે લોકો પરેશાન રહે છે. આમ તો અકરકરાનો સ્વાદ કડવો હોય છે પરંતુ અનેક ગુણોથી ભરપૂર હોય છે.અકરકરા ના ફાયદા:- કેટલાક અભ્યાસો અનુસાર, અકરકારાનું મૂળ એલ્કાઈલ એમાઈડ, પેલીટોરીન ટાયરામાઈન એમાઈડ અને આઈસોબ્યુટીલામાઈડ થી બનેલું હોય છે. એલ્કાઈલ એમાઈડ કામેચ્છા વધારવા વાળી તંત્રિકા તંત્રને સુરક્ષા પ્રદાન કરતા ગુણો હોય છે. અકરકરા પુરુષોની સમસ્યાઓ માટે મુખ્ય રૂપે લાભદાયક છે.

1) કામેચ્છા વધારે:- અકરકારામાં કામેચ્છા વધારનાર અને શુક્રાણુ વધારનારા ગુણો હોય છે. તે એન્ડ્રોજનના સ્ત્રાવને અસર કરે છે તેમજ વધુ એન્ડ્રોજન બનાવવામાં મદદ કરે છે. અકરકરાના મૂળમાં ભરપૂર માત્રામાં એલ્કાઈલ-એમાઈડ હોય છે, જે ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે. અકરકરા પુરૂષોમાં પ્રજનન ક્ષમતા, શુક્રાણુઓની સંખ્યા અને પુરુષો માં કામેચ્છામાં વધારો કરે છે.2) સ્તંભન દોષ દૂર કરે:- નપુસઁકતા અને સ્તંભન દોષ ના ઈલાજ માટે અકરકરા સારો ઉપાય છે. તેમાં સિલ્ડેનાફિલ એટલે કે સ્તંભન દોષની સારવાર માટે વપરાતી દવા જેવા ગુણ હોય છે. પરંતુ આ બ્લડ પ્રેશર નથી વધારતું. સિલ્ડેનાફિલની તુલનામાં અકરકરામાં દુષ્પ્રભાવ ઓછા હોય છે. જો ઈલાજમાં માત્ર અકરકરા નો જ ઉપયોગ કરવામાં આવે તો થોડાક અઠવાડિયા બાદ તેની અસર ઓછી થવા લાગે છે. તેથી વધુ લાભ પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ અશ્વગંધા અને કૌચ ના બીજ ના ચૂર્ણ સાથે કરવું જોઈએ 

3) ગળાની ખરાશ દૂર કરે:- અકરકરાના પાણી સાથે કોગળા કરવાથી ગળાની ખરાશ દૂર કરી શકાય છે. કોગળા માટે પાણી તૈયાર કરવા માટે 250 ml પાણીમાં 10 ગ્રામ અકરકરા ના મૂળ્યા ને ઉકાળો. આ પાણીથી કોગળા કરવાથી ગળામાં દુખાવો અને સોજા ને દૂર કરી શકાય છે. આ દાંત નો દુખાવો અને પેઢાની સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.4) દાંત માટે ફાયદાકારક:- આનો ઉપયોગ દાતો માટે પણ લાભદાયક છે કપૂર સાથે અકરકરાના મૂળનું ચૂર્ણ મેળવીને દાંતની માલિશ કરવાથી દાંતના દુખાવાને દૂર કરી શકાય છે. દાંતના દુખાવાને આરામ આપવા માટે તેનો ઉપયોગ કાળા મરી, ખોરાસાની અજમો અને ઇમ્બેલિયા રાઈબેસ ને મેળવીને પણ કરી શકાય છે.

5) પાયરીયા થી છુટકારો અપાવે:- આ જડીબુટ્ટી પાયરીયાની સારવારમાં પણ ઉપયોગી છે. અકરકરાના મૂળનું ચૂરણ સરસવના તેલની સાથે મેળવીને પેઢા પર લગાવવાથી પાયરીયા ઠીક થઈ શકે છે.

6) શરદી અને કફ દૂર કરે:- શરદી અને કફમાં અકરકરાના મૂળનું ચૂર્ણ કાળા મરી અને પીપળી સાથે લેવાથી આરામ મળે છે. અકરરામાં એન્ટિવાયરસ ગુણ હોય છે. તેથી આ ફ્લૂના લક્ષણોને દૂર કરવાની સાથે સાથે બંધ નાક ખોલવામાં પણ સહાયક છે.7) હકલાવવાની સમસ્યાને દૂર કરે:- કેટલાક બાળકોને મોટા થયા બાદ હકલાવવાની આદત પડી હોય છે. તેમની આ સમસ્યા દૂર કરવા માટે અકરકરાના મૂળનું ચૂર્ણ, કાળા મરી અને બહેડા ની છાલને મેળવીને સારી રીતે પીસી લો. ત્યારબાદ એક થી બે ગ્રામ માત્રામાં દિવસમાં બે થી ત્રણ વાર મધ સાથે બાળકોને આપો. આનાથી તેમને કાકડાની સમસ્યા પણ દૂર કરી શકાશે તેના સિવાય આ મિશ્રણને થોડીક માત્રા બાળકોના જીભ પર દરરોજ માલિશ કરો તેનાથી તેમનું તોતળાપણું કે હકલાવવાની સમસ્યા ઠીક થઈ જશે. 

8) મિર્ગીની સમસ્યામાં ઉપયોગી:- આયુર્વેદમાં અકરકરાના મૂળનો ઉપયોગ મિર્ગી અને હુમલાની સમસ્યાને નિયંત્રિત કરવા માટે કરી શકાય છે. કેટલાક અધ્યાયનો પ્રમાણે આના મૂળિયાના અર્ક માં સુરક્ષાત્મક ગુણો હોય છે તેથી આ હુમલો થવાની સમસ્યાને રોકવામાં મદદ કરે છે.9) લુખી ઉધરસ થી છુટકારો મળે:- આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે ઋતુમાં પરિવર્તન થવાના કારણે સૂકી ઉધરસ અનેક લોકો પરેશાન હોય છે તેના માટે અકરકરા ખૂબ જ ફાયદાકારક જડીબુટ્ટી છે. બે ગ્રામ અકરકરા અને એક ગ્રામ સૂંઠ મેળવીને ઉકાળો તૈયાર કરો અને 10 થી 20 ml પ્રમાણમાં સવાર સાંજ તેનું સેવન કરતા રહો તેનાથી ઉધરસ ઠીક થઈ જશે.

10) સાયટીકા નો દુખાવો દૂર કરે:- ઘણા લોકો ઓફિસમાં એક જ સ્થિતિમાં બેસી રહેવાથી કમરના દુખાવાની સમસ્યાથી પરેશાન રહે છે. તેના માટે અકરકરાના મૂળિયાના ચૂર્ણમાં અખરોટનું તેલ મેળવીને કમરમાં નિયમિત રૂપે માલિશ કરો. તેનાથી કમરના દુખાવાની સમસ્યા દૂર થશે કે જેને સાયટીકા ની સમસ્યા કહે છે તેઓને આનાથી મુક્તિ મળશે. 11) ગઠિયો વા દૂર કરે:- ખોટી દિનચર્યા ના કારણે ગઠીયાવા એટલે કે સંધિવાની સમસ્યાનો સામનો અનેક લોકોને કરવો પડે છે. એવામાં અકરકરા જડીબુટ્ટી ઘણી અસરકારક હોય છે. સાંધાના દુખાવાને ઠીક કરવા માટે અકરકરાના મૂળ ની પેસ્ટ સાંધા પર લગાવો અને ત્યારબાદ શેક કરો તેનાથી ગઠીયાવા ના દુખાવામાં રાહત મળશે.

12) લકવા માટે ફાયદાકારક:- લકવાની સારવારમાં પણ અકરકરા મહત્વપૂર્ણ ઔષધી છે. અકરકરાના મૂળને ઝીણું પીસીને તલના તેલની સાથે મેળવીને નિયમિત રૂપે માલિશ કરવાથી લકવાના રોગીને ફાયદો થાય છે. અકરડાના મૂળના ચૂર્ણ ને એક ગ્રામ મધ સાથે લકવાના રોગીને સવાર સાંજ ચટાવવાથી લકવામાં ફાયદો થાય છે.

(નોંધ :- ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment