શરીરનો કચરો બહાર કાઢવા સહિત અનેક રીતે છે ઉપયોગી છે આ ચમત્કારિક વસ્તુ, આ રીતે કરો તેનો ઉપયોગ થશે અણધાર્યા ફાયદા…

જ્યારે તમે ચારકોલ શબ્દ સાંભળો છો ત્યારે સંભવ છે તમારા મોઢામાંથી લાળ નીકળવામાં સમય લાગે. એવું એટલા માટે થાય છે કે, જ્યારે તમે તેને બીબીક્યુ પર ઉપયોગ કરો છો તો તમારા ફેવરીટ ગ્રીલીંગ ફૂડસનો સ્વાદ ખુબ જ સરસ બનાવે છે. પણ આજે અમે તમને તે પ્રકારના ચારકોલ વિશે નહિ પણ એક્ટીવેટેડ ચારકોલ વિશે જણાવશું. ચાલો તેના 7 ફાયદાઓ વિશે જાણી લઈએ.

તમે માનો કે ન માનો પણ એક્ટીવેટેડ તમારા માટે ખુબ સારું છે. તે તમારા વાળ અને ત્વચાની સાથે દાંતની સુંદરતા હેલ્દી માનવામાં આવે છે. જો કે એક્ટીવેટેડ ચારકોલના ઘણા ઉપયોગો છે. પણ અમે તમારી સાથે ઘણી મહત્વપૂર્ણ ટીપ્સ જણાવશું જેના વિશે જાણવું તમારા માટે ખુબ જરૂરી છે.ત્વચાને ગ્લોઇન્ગ બનાવે : એક્ટીવેટેડ ચારકોલ ત્વચા પર એન્ટી બેક્ટેરિયલ પ્રભાવ પડે છે, તે ઈજા પર થતા હાનિકારક રોગાણુઓને દુર કરે છે. તેનો પાવડરના રૂપમાં પ્રયોગ ઘણા ચિકિત્સક કરે છે, જેથી કરીને ત્વચાના સંક્રમણનો ઈલાજ થઈ શકે. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે, ચહેરાને તાજગી આપતા તે ચહેરા પરથી ખીલ જેવી ગંદકીને પણ સાફ કરે છે. ડેડ સ્કીનને સાફ કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્વચાની ગંદકી સાફ કરીને એક્સફોલીએટ કરવાના ગુણ પણ તેમાં રહેલા છે. તેને બનાવવા માટે એક બાઉલમાં એક્ટીવેટેડ ચારકોલ અને 2 ચમચી જોજોબા ઓઈલ મિક્સ કરો અને ત્વચા પર સ્ક્રબ કરો. 20 મિનીટ પછી ચહેરો ધોઈ નાખો.

જીવાત કરડવાનો ઈલાજ :

કોઈ જીવાત કરડવાથી અસહ્ય દુઃખાવો થાય છે અને જલન પણ થાય છે. આથી જલન વાળી જગ્યાએ એક્ટીવેટેડ ચારકોલ લગાવવાથી તે આરામ આપે છે અને ઘણી અસુવિધાઓ દુર કરે છે. આ મિશ્રણ બનાવવા માટે તમારે અડધી ચમચી એક્ટીવેટેડ ચારકોલ સાથે 1 મોટી ચમચી નારિયેળ તેલ મિક્સ કરો. પછી તમે તેને દર 30 મિનીટે ઈજા વાળી જગ્યાએ લગાવો. દુઃખાવો અને જલન દુર થઈ જશે.પીવાના પાણીને શુદ્ધ કરે : પીવાના પાણીને ઘણા પ્રકારે શુદ્ધ કરી શકાય છે. તેમાંથી એક એક્ટીવેટેડ ચારકોલ ફિલ્ટરનો ઉપયોગ કરીને ઘણા ટોક્સીન દુર કરે છે. તે તમારા પાણીમાં અશુદ્ધ સોલ્વેટસને અવશોષિત કરે છે. તે પીવાના પાણીને શુદ્ધ પણ કરશે અને સ્વાદમાં પણ સુધારો કરશે.

ટોક્સીનને દુર કરવા : આ એક પ્રાકૃતિક ઉપચાર છે. જે શરીરમાંથી ટોક્સીનને અવશોષિત કરવા પહેલા જલ્દી બહાર કાઢે છે. આ એક્ટીવેટેડ ચારકોલ સર્વોતમ ઉપાયોમાંથી એક છે. આથી જો તમારું બાળક ભૂલથી કોઈ કીટનાશક અથવા બ્લીચની બોટલ જેવા પદાર્થનું સેવન કરી લે છે તો તેનો ઈલાજ કરવા માટે આનો ઉપયોગ કરી શકાય છે. ટોક્સીન બહાર કાઢવા માટે એક્ટીવેટેડનો ઉપયોગ લાભકારી છે. તેને હંમેશા પાણીમાં મિક્સ કરીને જ પીવું જોઈએ.. 1 ચમચી દહીંમાં અડધી ચમચી એક્ટીવેટેડ ચારકોલનો પાવડર મિક્સ કરીને પીવો.દાંતની ચમક : એક્ટીવેટેડ ચારકોલ દાંતને સફેદ કરવાનું કામ કરે છે. ચારકોલ કોઈ પણ રીતે તે કીટાણુંનો નાશ કરે છે. જે ડાઘનું કારણ બનતા હોય છે, અને તે દાંતને સફેદ કરવાનું કામ કરે છે. તે તમારા મોઢાને હેલ્દી રાખવા માટે એક એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ એજેન્ટ પણ છે. દાંતથી ગંદકી અને વિષાક્ત પદાર્થ કાઢી દાંતની ચમક બનાવી રાખવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પાણીમાં એક્ટીવેટેડ ચારકોલ નાખી તેનાથી કોગળા કરો અથવા પેસ્ટથી બ્રશ કરવાથી દાંત સફેદ થાય છે.

પાચન સંબંધી સમસ્યાઓ :

શું તમને ભોજન કર્યા પછી ગેસ અથવા સોજા જેવી સમસ્યાનો અનુભવ થાય છે ? જો આવું નિયમિત રીતે થાય છે તો આ સમસ્યા ખુબ જ અસહ્ય અને પરેશાન કરે છે. જો તમારી સાથે આવું થાય છે તો તમારે ભોજન કરી લીધા બાદ એક્ટીવેટેડ ચારકોલનો ઉપયોગ કરો. જે ખાદ્ય પદાર્થનું પાચન કરવામાં તમારી મદદ કરે છે. જ્યારે ઘણા લોકો તેનો ઉપયોગ દસ્તના ઇલાજમાં પણ કરે છે. જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે ખુબ પાણી પીવો.ડીઓડોરેન્ટ : તમે ડીઓડોરેન્ટની જગ્યાએ દુર્ગંધ ભરેલી સ્થિતિમાં ચારકોલનો ઉપયોગ કરી શકો છો. એક્ટીવેટેડ ચારકોલ દુર્ગંધ અને હાનિકારક ગેસને અવશોષિત કરવાનો બેસ્ટ ઉપાય છે. તે ભેજને કંટ્રોલ અને અવશોષિત કરવામાં પણ મદદ કરે છે. તે તમારા અન્ડરઆર્મ્સ, દુર્ગંધ વાળા બુટ, અથવા રેફ્રીજરેટરમાં આવતી દુર્ગંધ દુર કરવાનો સૌથી સારો ઉપાય છે. તેનો ઉપયોગ કરવા માટે એક બાઉલમાં 2 ચમચી કોર્ન સ્ટાર્ચ, 2 ચમચી એક્ટીવેટેડ ચારકોલ પાવડર, 2 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી નારિયેળ તેલને મિક્સ કરી લો. હવે તેને ફ્રીજમાં સ્ટોર કરો અને ત્વચા પર ડિયોડ્રેટની જેમ લગાવો.

એક્ટીવેટેડ ચારકોલ ઘણા લોકો માટે સુરક્ષિત માનવામાં આવે છે પણ ઘણી મહિલાઓ પર તેનો ખરાબ પ્રભાવ પડે છે. આથી તેનો ઉપયોગ કરતા પહેલા તેનો ટેસ્ટ કરી લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment