વગર ખર્ચે સાંધાના દુખાવામાંથી કાયમી મળી જશે છુટકારો… જાણીલો ઉપયોગ કરવાની રીત

શલ્લકી, આ નામ તમે કદાચ પહેલી વાર સાંભળતા હશો, કારણ કે ભારતમાં તેને લોબાનના નામથી ઓળખવામાં આવે છે. ખરેખર, તે એક પ્રકારનું ગમ છે, જે ઝાડની છાલ માંથી બાનવવામાં આવે છે. આ વૃક્ષને બોસવેલીયાના નામથી ઓળખવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, તેનો ઉપયોગ અગરબતી બનાવવા માટે કરવામાં આવે છે, કારણ કે તેની સુગંધ ખુબ જ તેજ હોય છે. સાથે જ તેનાથી કેટલાક આરોગ્ય લાભો પણ થાય છે. આજે અમે તમને તેના ફાયદાઓ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

તમને જણાવી દઈએ કે, આ વૃક્ષની છાલ રાખના રંગ જેવી જ હોય છે અને તેના પાન લીમડાના પાન જેવા જ હોય છે. તે સ્વાદમાં કડવો, તીખ્ખો અને છુપો હોય છે. તો ચાલો જાણીએ લોબાનના ઘણા આરોગ્ય ફાયદાઓ વિશે.સાંધાના દુઃખાવા માટે : જો તમને સાંધાનો દુઃખાવો છે, તો તમે લોબાનનો ઉપયોગ કરી શકો છો. કારણ કે એક શોધ દ્વારા એવું જાણવામાં આવ્યું કે, લોબાનમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે આર્થરાઇટિસમાં આરામ આપે છે. તમને જણાવી દઈએ કે, રૂમેટોઈડ આર્થરાઈટીસ અને આર્થરાઈટીસ એક રીતે સાંધાનો દુઃખાવો છે. જેમાં વ્યક્તિને હાથ અને પગની આંગળીઓમાં સોજો અને દુઃખાવોની સમસ્યા હોય છે. જો તમને પણ આ સમસ્યા છે, તો તમારે લોબાનને નવશેકા પાણીમાં ઘસીને સાંધા પર લગાવવાનું છે.

માથાના દુઃખાવામાં રાહત : લોબાનનો ઉપયોગ માથાના દુઃખાવાને આરામ આપવા માટે પણ થાય છે. જો તમારા માથામાં દુઃખાવો થાય છે, તો તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે લોબાનની છાલને પીસી લો અને પછી તેને માથા પર લગાવો. આવું કરવાથી માથાનો દુઃખાવો સારો થઈ જશે. તમે તેનો નિયમિત રૂપથી પણ ઉપયોગ કરી શકો છો.ઘા ભરવામાં માટે : લોબાનનો ઉપયોગ ઘા ભરવામાં પણ કરવામાં આવે છે, જો તમારો ઘા કોઈ પણ રીતે ભરાતો નથી, તો તમે લોબાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે ઘા પર એક કપડાંને રાખો અને પછી લોબાનનું ચૂર્ણ તેના પર છાંટો અને પટ્ટી બાંધી લો. આવું કરવાથી ઘા તરત ઠીક થઈ જશે.

ધાધરને ઠીક કરે : ધાધર જો એક વાર શરીર પર થઈ જાય છે, તો તે સારી થવાનું નામ જ નથી લેતી. લોકો આ શિંગલ્સને સારું કરવા માટે અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે લોબાનની છાલને પીસીને ધાધર પર લગાવી લો અને તેને નિયમિત રૂપથી લગાવો. આનાથી તમને જરૂરથી ફાયદો થશે.દાંતના દુઃખાવામાં : શલ્લકી નબળા દાંત અને દાંતના દુઃખાવાને પણ દૂર કરે છે. આ માટે બાવળના ગમ સાથે લોબાનનો ગમ મિક્સ કરીને ચૂસી લો. આવું કરવાથી તમને દુઃખાવામાં તો આરામ મળશે, સાથે જ મોં માંથી ગંધ આવતી પણ બંધ થઈ જશે, કારણ કે તેની સુગંધ ખુબ જ સ્ટ્રોંગ હોય છે.

લોબાનનું સેવન કરવાની રીત : તમે ઉપર બતાવેલ રીતથી લોબાનનો ઉપયોગ કરી શકો છો. તેમ છતાં બજારમાં તેની કેપ્સુલ પણ મળે છે. તમે ડોક્ટરની સલાહને લઈને આ કેપ્સુલને ખરીદી શકો છો. ધ્યાન રાખજો કે તેનું સેવન કરવાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

નોંધ : આ દેશી રીતો દરેક પર અલગ અસર કરે છે અને આ પ્રખ્યાત દેશી રીતો છે. પરંતુ જો તમને ઇંગ્રીડિયંટથી એલર્જી છે અથવા તો તમે પહેલેથી જ કોઈ પણ સમસ્યાથી ગ્રસીત છો અથવા તો ડેંટિસથી કોઈ દવા લઈ રહ્યા છો, તો તમે તમારા ડોક્ટરની સલાહ લઈને પછી જ આ પ્રયોગ કરજો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment