જાણો શા માટે થાય છે માથાની નસોમાં દુખાવો, 99% લોકો નથી ઓળખી શકતા માથાની નસોનો દુખાવો શા માટે થાય છે, જાણો તેના 8 મૂળ કારણો…

મિત્રો જયારે તમને માથામાં દુખાવો થાય છે ત્યારે તમારું સમગ્ર શરીર તેમાં બંધાય જાય એવું લાગે છે. આખું શરીર શીથીલ થઇ જાય છે. હાથપગમાં પણ ઘણી વખત ખાલી ચડે છે. પણ જયારે તમારા માથાની નસોમાં દુખાવો થાય છે ત્યારે તેની પાછળનાં ઘણા કારણો હોઈ શકે છે. જેને જાણવા તમારા માટે જરૂરી બની રહે છે. આજે આપણે આ લેખમાં માથાની નસમાં થતા દુખાવા વિશે જાણીશું. 

નસો આપણા શરીરનો મહત્વપૂર્ણ ભાગ હોય છે. સ્વસ્થ રહેવા માટે નસોની સ્વસ્થ રહેવું ખૂબ જરૂરી હોય છે. ખાસ કરીને માથાની નસોને મજબૂત બનાવી રાખવી ખૂબ જરૂરી હોય છે. કારણ કે જ્યારે માથાની નસોમાં કોઈ ગડબડી થાય છે, તો ઘણી સમસ્યાઓ ઉદ્દભવવા લાગે છે. માથાની નસોમાં દુખાવો થવાથી સંપૂર્ણ સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે. તેના કારણે વ્યક્તિને દરરોજના કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે. માથાની નસોમાં દુખાવો થવાની સ્થિતિને મેડિકલ ટર્મમાં ઓસીસીપીટલ ન્યૂરાલ્જિયા કહેવામા આવે છે. ઓસીસીપીટલ ન્યૂરાલ્જિયામાં માથાના પાછળના ભાગ અને ગરદનના ઉપરના ભાગમાં દુખાવો થાય છે. જ્યારે ઓસીસીપીટલ નસો પર દબાણ પડે છે ત્યારે આ સમસ્યા થાય છે. માંસપેશીઓમાં તણાવ અને નબળાઈ તેના મુખ્ય કારણ હોય શકે છે. 

માથાની નસોમાં દુખાવાના લક્ષણ:- માથાની નસોમાં દુખાવો સામાન્ય કે વધારે હોય શકે છે. માથામાં થતો દુખાવો ગરદનના પાછળના ભાગ સુધી પહોંચી શકે છે. તેના કારણે તમને ઝટકા પણ અનુભવાઈ શકે છે. માથાની નસોમાં દુખાવાના લક્ષણ- માથામાં દુખાવો, બળતરા, ધબકતો દુખાવો, દુખાવો માથાથી લઈને ખોપડી સુધી જાય છે, માથામાં બંને બાજુ દુખાવો, આંખોની પાછળ દુખાવો. માથાની નસોમાં દુખાવો થવાના કારણો:- 

માઈગ્રેન:- માથાની નસોમાં થતાં દુખાવાનું મુખ્ય કારણ માઈગ્રેન હોય શકે છે. જે લોકોને માઈગ્રેનની સમસ્યા હોય, તેમને માથાના પાછળના ભાગમાં દુખાવો પરેશાન કરે છે. આ સ્થિતિમાં દુખાવો માથાની અંદર સુધી પરેશાન કરે છે. 

અર્થરાઈટિસ:- અર્થરાઈટિસ પણ માથાની નસોમાં દુખાવાનું કારણ હોય શકે છે. વાસ્તવમાં, અર્થરાઈટિસની અસર ઓસીસીપીટલ નસો પર પડે છે, જેનાથી તણાવ ઉત્પન્ન થાય છે અને માથામાં દુખાવો થવા લાગે છે. 

માંસપેશીઓની સમસ્યા:- માથા અને ગરદનની માંસપેશીઓમાં સમસ્યા હોવાથી પણ નસોમાં ખૂબ દુખાવો થઈ શકે છે. ગરદન અને માથાની પાછળના ભાગમાં તણાવગ્રસિત માંસપેશીઓ ઓસીસીપીટલ નસોને નિચોડી લે છે. તેનાથી નસોમાં દુખાવો થઈ શકે છે.ઘા વાગવો:- ગરદન કે માથાના પાછળના ભાગમાં ઘા વાગવાથી પણ ઓસીસીપીટલ નસોમાં દુખાવો થઈ શકે છે. આ ઘા પડવાથી, દુર્ઘટના કે રમતા રમતા વાગી શકે છે. માથાના પાછળના ભાગમાં જોસથી વાગવાથી નસોને નુકસાન પહોંચે છે. 

લાંબા સમય સુધી ગરદન ઝુકાવીને બેસવું:- જે લોકો લાંબા સમય સુધી માથું અને ગરદન ઝુકાવીને બેસે છે તેમને નસોમાં ખૂબ દુખાવો અનુભવાઈ શકે છે. ખાસ કરીને વાંચનારા અને કમ્પ્યુટર ચલાવનારા લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

ડાયાબિટીસ:- ડાયાબિટીસ આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગયી છે. તેમાં શરીરમાં ઇન્સુલિન બનવાનું બંધ થઈ જાય છે. ડાયાબિટીસ પણ માથાની નસોમાં થતાં દુખાવાનું કારણ થઈ શકે છે.ઇન્ફેક્શન અને ટ્યુમર:- ગંભીર ઇન્ફેક્શન અને ટ્યુમર પણ માથાની નસોમાં દુખાવાનું કારણ બની શકે છે. પરંતુ ટ્યુમરના કારણે માથાની નસોમાં દુખાવો ઘણા ઓછા કેસમાં જોવા મળે છે. તેનાથી બચવા માટે ગરદન કે ગળામાં બનતી ગાંઠને બિલકુલ પણ નજરઅંદાજ કરવી જોઈએ નહીં. 

રક્તવાહિકાઓમાં સોજો:- જો કોઈ વ્યક્તિની રક્તવાહિકાઓમાં સોજો હોય તો, તેને માથાની નસોમાં દુખાવાનો સામનો કરવો પડી શકે છે. માટે માથાના ગંભીર દુખાવાથી બચવા માટે તમારે સોજાને અટકાવવો ખૂબ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment