આ સામાન્ય દાણા વાળ માટે છે વરદાન સમાન, બસ જાણી લ્યો લગાવવાની આ રીત…માત્ર 15 જ દિવસમાં વાળ થઇ જશે કાળા, ઘાટા ને લાંબા….

મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકો વાળની સમસ્યાથી પરેશાન રહે છે. તેથી આજે અમે તેમના માટે એક ખૂબ જ સરળ રેમીડી  લઈને આવ્યા છીએ,જે સ્વાસ્થ્ય સમસ્યાઓમાં તો ખૂબ જ ઉપયોગી છે પરંતુ વાળની પણ દરેક સમસ્યાનો સચોટ ઉપચાર છે.અને તે છે મેથીના દાણા.

મિત્રો મેથીના દાણાની તાકાત ને તો આયુર્વેદ પણ માની ચૂક્યું છે. આ નાનકડા પીળા રંગના બીજ એટલા શક્તિશાળી હોય છે કે આ કોઈપણ પ્રકારના રોગોથી રાહત અપાવી શકે છે. પરંતુ તેના ફાયદા માત્ર અહીંયા જ પૂરા નથી થતા પરંતુ તે વાળ માટે પણ આશીર્વાદ સમાન છે. માત્ર તમને એટલી જાણ હોવી જોઈએ કે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે?

તેનાથી જોડાયેલ અમે કેટલીક રીતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમને હેર ફોલ થી છુટકારો અપાવશે, જાડા અને લાંબા વાળ મેળવવામાં મદદ કરશે. આના સતત ઉપયોગથી તમારાં વાળમાં એવી ચમક અને દમક આવી જશે કે જોવા વાળા પણ તેનું રહસ્ય પૂછવા લાગશે. તો ચાલો તમને જણાવી દઈએ કે એક્સપર્ટે જણાવેલા મેથી દાણાના ઉપયોગની રીત.કેવી રીતે વાળને ફાયદો પહોંચાડે છે મેથીના દાણા:- એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે મેથી દાણામાં આયર્ન અને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ બંને વસ્તુઓ વાળ માટે જરૂરી છે. કારણે આ બંને વાળથી જોડાયેલી અનેક સમસ્યાઓ જેમ કે હેરફોલ, ડેન્ડ્રફ, શુષ્ક અને નિર્જીવ વાળ વગેરેથી છૂટકારો અપાવે છે.

સાથે જ ડોક્ટરે જણાવ્યું કે મેથીના દાણાનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ જેથી વાળને ફાયદો થઈ શકે. મેથીના દાણાનું પાણી પીવો અને લગાવો, સવારમાં ખાલી પેટે પાણી પીવો, એક મુઠ્ઠી મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી દો. સવારમાં ગાળીને આ પાણી પી લો. આ પાણીને ખાલી પેટે પીવાનું છે.પાણીને આવી રીતે લગાવો:- મેથી દાણાના પાણીને ગાળ્યા બાદ એક સ્પ્રે બોટલમાં. સવારમાં આ વાળ પર હેર સ્પ્રેની જેમ લગાવો. વાળને સાંજે ધોઈ લો.

ભોજનમાં કેવી રીતે કરાય સામેલ:- મેથી દાણાને ખાવામાં અલગ અલગ રીતે સામેલ કરીને પણ તમે તેના પોષક તત્વોનો લાભ લઈ શકો છો.   

1) સલાડમાં:- રાત્રે પલાળેલા મેથીના દાણાને સલાડમાં નાખી શકાય છે તેની સાથે જ તેને સલાડ સોસમાં પણ મેળવીને ખાઈ શકાય છે.

2) સીઝનિંગ ના રૂપમાં:- દાળ અને શાકમાં મેથીના દાણાને સિઝનીંગના રૂપમાં ઉપયોગ કરી શકાય છે તેના માટે તમારે તેના બીજને હળવા શેકી લેવાના છે. તેને ઠંડા થયા બાદ એક બોટલમાં ભરી લો અને ફરી તેનો ઉપયોગ કરો.

3) મસાલામાં મેળવો:- સૂકા મેથીના દાણા ને પાવડર ના ફોમ માં પીસી લો અને તેને તમારા મસાલામાં મેળવી લો આ મસાલાનો ઉપયોગ કોઈપણ વાનગી માં કરો.વાળમાં કેવી રીતે લગાવાય હેરફોલ રોકવા માટે:- એક મુઠ્ઠી મેથીના દાણાને એક કપ પાણીમાં આખી રાત પલાળવા માટે મૂકી દો સવારમાં ગેસ પર આ બંને અને પાણીને ઉકાળી લો. ઉકળ્યા બાદ તેને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો. મેથીના દાણામાં બચેલા પાણીમાં 3-4 જાસુદના પાન અને ફૂલ નાખો. પેસ્ટ અને પાણીને મિક્સ કરીને તૈયાર થયેલા પેસ્ટને સ્કેલ્પ પર લગાવો અને 30 મિનિટ સુધી લગાવીને રહેવા દો. હુંફાળા ગરમ પાણી અને માઈલ્ડ શેમ્પૂથી વાળને ધોઈ લો. આ હેર માસ્ક ને અઠવાડિયામાં બે વાર લગાવો.

લાંબા અને ચમકદાર વાળ માટે:- બે ટેબલસ્પૂન મેથીના દાણાને આખી રાત માટે પાણીમાં પલાળી દો. સવારમાં તેની પેસ્ટ બનાવી લો. બંનેને સારું ટેક્સચર આપવા માટે તેમાં મેથીના દાણાના પાણીનો ઉપયોગ કરો. તૈયાર પેસ્ટમાં એક ટેબલસ્પૂન ઘટ્ટ કોકોનટ મિલ્ક મેળવો. આ લગાવીને સ્કેલ્પ ની મસાજ કરો અને 30 મિનિટ માટે લગાવીને રહેવા દો ત્યારબાદ હેર વોશ કરી લો. આ હેર માસ્ક નો અઠવાડિયામાં બે વાર ઉપયોગ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment