ઇમ્યુનિટી વધારવા સહિત 10 રોગો માટે કાળ સમાન છે આ ચા, રસોડાની આ બે વસ્તુથી બની જશે આસાનીથી….

આજે કોરોનાની બીજી લહેર ચાલી રહી છે તેથી લોકોમાં કોરોનાનો ભય મનમાં બેસી ગયો છે. તેવામાં આજે દરેક લોકો કેટલાક ઉપાયોને અજમાવી રહ્યા છે. જેનાથી તે સ્વસ્થ રહી શકે. જેમ કે સંશોધકો તો બતાવી ચૂક્યા છે કે જો તમે રોગપ્રતિકારક શક્તિ વધારશો, તો તમને ચેપ લાગવાની સંભાવના ખુબ જ ઓછી રહેશે. તેથી રોગપ્રતિકારક ક્ષમતાને વધારવી જોઈએ. એવું નથી કે ફક્ત જે વ્યક્તિને કોરોના થઈ ગયો છે તેને જ પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવી જોઈએ. પરંતુ ઇમ્યુનિટી સિસ્ટમ તો દરેકને વધારવી જ જોઈએ.

જેથી આપણને ખુબ જ ઓછી બીમારી થાય. કોરોનાની ત્રીજી લહેર આવતા પહેલા નિષ્ણાંતોનું કહેવું છે કે, દરેકે પોતાની ઇમ્યુનિટી સિસ્ટમને વધારવી જોઈએ. જે વ્યક્તિમાં ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય છે તેને બીમારી ખુબ જ ઓછી થાય છે. તો આવામાં ઇમ્યુનિટી સિસ્ટમને વધારવા માટે આદુ અને લસણની ચા એ તમારી ઇમ્યુનિટીને વધારે છે અને સાથે જ તે વજન પણ ઓછો કરે છે અને આ ચા રેસ્પિરેટરી ઈન્ફેકશનથી પણ દૂર રાખે છે. દિવસમાં એક વાર આદુ અને લસણની ચા તમને દરેક બીમારીથી દૂર રાખશે. આ વિશે ડોક્ટરનું કહેવું છે કે, કોરોના દરમિયાન લોકોને સ્નાયુઓમાં દુઃખાવો, શરદી – તાવ, જેવી સમસ્યા થઈ જાય છે આ સમસ્યાને સારી કરવા માટે અને ઓછી કરવા માટે આદુ અને લસણની ચા ખુબ જ ફાયદાકારક છે.આ રીતે બનાવો આદુ અને લસણની ચા : અડધો ઇંચ આદુ લો અને તેના ટુકડા કરો, બે કળી લસણની લો અને તેને વાટી લો, એક ચપટી હળદર લો, બે કપ પાણીમાં આ સામગ્રીને નાખો, 10 મિનિટ સુધી આ પાણીને ઉકાળો, ઉકળ્યાં પછી તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાં મધ નાખીને પીવો.

આદુ અને લસણની ચા પીવાના ફાયદા : ડોક્ટરનું એવું કહેવું છે કે ઇમ્યુનિટીને વધારવા માટે કેટલાક કોમ્બીનેશન તો જરૂરી છે. આ જ કોમ્બીનેશનમાં એક છે આદું અને લસણની ચા. ડોક્ટર કહે છે કે, લસણમાં એલિસિન નામનું કંપાઉન્ડ હોય છે જે શ્વાસ સંબંધી સમસ્યાને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે. તો આ સિવાય આદુમાં જિન્જેરોલ હોય છે જે શરીરને કેટલાક રોગોથી દૂર રાખે છે.શરદી-ઉધરસ : કોરોના ચેપ લાગવાથી શરદી-ઉધરસ જેવી સમસ્યા થઈ જાય છે. જો કોરોનાના લક્ષણ હશે તો તે ઘણા લાંબા સમય સુધી રહેશે, તેથી તેની ઝડપથી તપાસ કરાવવી જોઈએ. અને જો તમને આ સમસ્યા કોઈ વાયરલ ઇન્ફેકશનની હશે તો તમે જો લસણ અને આદુની ચા પીશો તો તમને ફાયદો થશે. આદુમાં રહેલું જિન્જેરોલ અને લસણમાં રહેલું એલિસિન કંપાઉન્ડ આ બીમારીને આગળ વધવા નહિ દે. તેથી જ લસણ અને આદુની ચા આ દિવસોમાં તમારા માટે ખુબ જ ફાયદાકારક છે.

સાઇનસ : લસણ શ્વસન ચેપ ઉપરાંત સાઇનસની સમસ્યાને પણ ઘટાડે છે. જો તમને શ્વસનની સમસ્યા છે તો તમે લસણને વાટીને ખાય શકો છો. અને ધ્યાન રાખો કે તમારે લસણની કળીને આખી નથી ખાવાની. એનાથી કોઈ ફાયદો નહિ થાય. પરંતુ જો તમે આદુ અને લસણની ચા માં થોડી હળદર ઉમેરીને આ ચાને પીશો તો સાઇનસની સમસ્યા દૂર થશે.ઇમ્યુનિટી બુસ્ટર ચા : તમે કદાચ આદુ વાળી ચા પીધી હશે પરંતુ આદુ અને લસણની ચા નહિ પીધી હોય. આદુ અને લસણની ચાનું મિશ્રણ કરવાથી તમને કેટલાક ફાયદાઓ થાય છે. એવું નથી કે જો તમે આદુ અને લસણની ચા એકી સાથે પીવો તો તમને જલ્દી ફાયદો થશે, પણ ધીમે – ધીમે તમને ફાયદો થશે. તેની સાથે આપણે ખુબ જ સારા, જે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ વધારે તેવા ખાદ્ય પદાર્થો લેવા જોઈએ. ડોક્ટરના કહ્યા પ્રમાણે લસણમાં સલ્ફર હોય છે, જે ઇમ્યુનિટી બુસ્ટર કરવાનું કામ કરે છે. આયુર્વેદમાં ગંધક રસાયણ એક દવા છે, જે નેચરલી લસણથી મળી જાય છે. અને તેનાથી ઈમ્યુનિટી વધે છે.

લોહી : લસણને લોહી સાફ કરવા માટે પણ જાણવામાં આવ્યું છે. જો તમારા શરીરમાં લોહી શુદ્ધ હશે તો ઓક્સિજન પણ તમને મળી રહેશે. અને આ કારણે જ કોરોના જેવી બીમારી તમારી પાસે નહિ આવી શકે. લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ અને એન્ટીસેપ્ટિક ગુણ પણ હોય છે.સ્નાયુઓનો દુઃખાવો : જે લોકો જિમમાં જાય છે તે લોકોને સ્નાયુઓનો દુઃખાવો થતો હોય છે. તો આજે આ કોરોના કાળ દરમિયાન પણ સ્નાયુઓનો દુઃખાવા સામે આવી રહ્યો છે. જો તમારે આ સમસ્યાથી રાહત મેળવવી હોય તો તમારે આદુ અને લસણની ચા પીવી પડશે.

શ્વાસ સંબંધી સમસ્યા : જેને શ્વાસ સંબંધી સમસ્યા છે તે જો આદુ અને લસણની ચા પીવે છે તો તે આ શ્વાસ સંબંધી સમસ્યાથી દૂર રહી શકે છે.  આદુમાં રહેવા વાળું જિન્જેરોલ અને લસણમાં રહેલું એલિસિન કંપાઉન્ડ એ શ્વાસની સમસ્યાથી દૂર રાખે છે.ઉબકા આવવા : આ કોરોના કાળ દરમિયાન લોકો કેટલીક ગરમ દવાઓ ખાય રહ્યા છે. આ સિવાય ખાદ્ય પદાર્થ પણ ગરમ ખાય રહ્યા છે. આ કારણે કેટલાક લોકોને ઉલ્ટીની સમસ્યા પણ થઈ રહી છે. કેટલાક લોકોને સવારે ઉઠતાંની સાથે ઉબકા જેવી સમસ્યા થાય છે. તો આદુ અને લસણની ચા આ સમસ્યાથી મુક્તિ આપે છે. આદુ અને લસણમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે આ સમસ્યાથી દૂર રાખે છે.

બ્લડ શુગર : આજે લોકોને ખુબ જ નાની ઉંમરમાં બ્લડ શુગરની સમસ્યા થઈ જાય છે. બીપીનું ઓછું થવું કે પછી બીપીનું વધી જવું આ બંને સમસ્યા ખુબ જ ગંભીર છે. આ માટે જે પણ લોકોનું બ્લડ શુગર નિયંત્રણમાં નથી રહેતું તેની માટે આદુ અને લસણની ચા ખુબ જ ફાયદાકારક છે. આ ચા થી બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે.થાઇરોઇડ હાર્મોનમાં સંતુલન : જો શરીરમાં થાઈરોઈડની સમસ્યામાં અસંતુલન થઈ જાય છે તો તે વ્યક્તિને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા લોકો માટે લસણ અને આદુની ચા ખુબ જ ફાયદાકારક છે. આ ચા થાઇરોઇડ હાર્મોનને નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

માસિક પીડા : માસિક આવવા દરમિયાન કેટલીક મહિલાઓને અસહનીય પીડા થાય છે. કેટલાક દિવસો તો તેને બેચેનીમાં જ જતાં રહે છે. અને કેટલીક વાર તો અન્ય કામોમાં પણ મન લાગતું નથી. પરંતુ આ સમયમાં જો તમે આદુ અને લસણની ચા પીવો છો તો તમને પીડા ઓછી થાય છે. આ ચા ગરમ હોવાથી જે પણ જગ્યાએ પીડા થતી હશે ત્યાં એક રીતે સફાઈનું કામ કરે છે. જેનાથી માસિકની પીડા ઓછી થાય છે.ક્યાં લોકોને આદુ અને લસણની ચા ન પીવી જોઈએ : ડોક્ટરના કહ્યા અનુસાર જે લોકો કોરોના સમયમાં બ્લડ થીનર લઈ રહ્યા છે તે આ ચાને ન પીવે. આવા લોકોએ લસણનું સેવન પણ ન કરવું જોઈએ. તેનાથી તેને નુકશાન થશે.

કોઈ પણ ખાદ્ય પદાર્થનું સીમિત સેવન એ નુકશાન પહોંચાડતા નથી. પરંતુ અસીમિત સેવન નુકશાન પહોંચાડી શકે છે. એટલા માટે ડોક્ટરે જણાવ્યુ છે કે આદુ અને લસણની ચાને દિવસમાં એક વાર એક કપનું જ સેવન કરવું જોઈએ. તેનાથી વધારે સેવન ન કરવું જોઈએ. જે લોકોને વજન ઓછું કરવું છે અને ઇમ્યુનિટી વધારવી છે તેની માટે આ ચા રામબાણ ઉપાય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment