વાળ અને ચહેરાને સુંદર અને ચમકદાર કરવા લગાવી દો ઘરમાં રહેલી આ 1 વસ્તુ, પાર્લર જેવો નિખાર મફતમાં જ મળી જશે…

મિત્રો આપણે વાળ તેમજ ચહેરાની સુંદરતા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતે તમે કદાચ વડીલો પાસે એવું સાંભળ્યું હશે કે વાળમાં ઘી નાખવાથી વાળ વધુ મજબુત બને છે. ઘી થી વાળને પુરતું પોષણ મળે છે. આથી જ તમે વાળ માટે ઘી નો ઉપયોગ કરી શકો છો. તેવી જ રીતે ચહેરાના નિખાર માટે પણ તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘી એ ત્વચા માટે એક અસરકારક રીત કામ કરે છે. તેનાથી ચહેરાની સુંદરતા વધે છે. વાળ મજબુત બને છે. 

ઘીનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. જ્યારે આજે તે માત્ર ખાવાની વસ્તુઓ સુધી સીમિત થઈને રહી ગયો છે, જ્યારે પહેલાના જમાનામાં તેનો ઉપયોગ તંદુરસ્ત રહેવા સિવાય સુંદરતા નિખારવા માટે પણ થતો હતો. હા, તમે બિલ્કુલ સાચું જ વાંચ્યું. ઘીનો ઉપયોગ ત્વચાની ચમક વધારવાથી લઈને વાળને મુલાયમ અને ઘટ્ટ બનાવવા માટે પણ કરવામાં આવતો હતો. આજે અમે તમારા માટે ઘી થી જોડાયેલા સ્કીન કેર ટિપ્સ લઈને આવ્યા છીએ.ઘી સંસ્કૃતના ઘૃત શબ્દ પરથી નીકળીને આવ્યો છે. તેનો ઉપયોગ ઔષધિના રૂપમાં પણ કરવામાં આવે છે. જો તમે નેચરલ પ્રકારે પોતાની ત્વચાની સારસંભાળ લેવા માંગતા હોય તો, ઘીનો ઉપયોગ સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચા ચુસ્ત બની રહે છે. ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે મોંઘા કેમિકલ યુક્ત કોસ્મેટિકની જગ્યાએ તમે ઘીનો કેવી રીતે ઉપયોગ કરી શકો છો, આજે અમે તમને જણાવીશું.

ફ્રી રેડિકલ્સથી મળે છે છૂટકારો:- એંટીઓક્સિડેંટ અને ઓમેગા ફૈટી એસિડના ગુણોથી ભરપૂર ઘી ત્વચાને પોષણ આપે છે. શુષ્ક અને બેજાન ત્વચાથી છૂટકારો મેળવવા માટે સૂતા પહેલા દરરોજ રાત્રે ચહેરા પર ઘીનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ચહેરા પર નવો નિખાર આવવા લાગશે.

ત્વચાની રંગતમાં નિખાર આવે છે:- ત્વચાની ચમક વધારવા ઘી એક ઉપયોગી તત્વ તરીકે કામ કરે છે. ઘી ચહેરાનો નિખાર વધારે છે. વાસ્તવમાં ઘી ત્વચા પર કોલેજન પ્રોડકશન વધારે છે, જેના કારણે ત્વચાની રંગત હલકી પડી જાય છે. તે ત્વચાને મોઈશ્ચરઈઝ કરવામાં પણ ખૂબ અસરકારક સાબિત થાય છે. ઘી ત્વચાને અંદરથી પોષણ પૂરું પાડે છે. 

લાલ ફોલ્લીઓ દૂર કરવામાં અસરકારક:- જો તમારી સ્કીન પર લાલ ફોલ્લીઓ છે તો તેને દુર કરવા માટે તમે ઘીનો ઉપયોગ કરી શકો છો. ઘણા લોકોની સ્કીન પર ડ્રાઈનેસ અને ઇન્ફેક્શનના કારણે લાલ ફોલ્લીઓ દેખાવા લાગે છે. એવામાં જો તમે કોઈ ક્રીમની જગ્યાએ ઘીનો ઉપયોગ કરો છો, તો ત્વચા પર દેખાતા લાલ ફોલ્લીઓ દૂર કરી શકાય છે.દૂર થાય છે શુષ્ક હોઠની સમસ્યા:- જયારે તમારા હોઠ સુકા થઇ જાય છે ત્યારે તમે હોઠ પર ઘી લગાવીને તે દુર કરી શકો છો. ઘણા લોકોને દરેક ઋતુમાં હોઠ ફાટવાની ફરિયાદ રહેતી હોય છે. જો તમે પણ તેમાંથી એક હોય અને લિપ બામની પણ તમારા પર કોઈ અસર થતી ન હોય તો, ઘી નો ઉપયોગ કરો. હોઠ નરમ બને છે અને તેની શુષ્કતા દૂર થાય છે. 

વાળ માટે પણ ફાયદાકારક છે ઘી:- વાળની કેટલીક સમસ્યાઓ દુર કરવા માટે ઘી નો ઉપયોગ કરી શકાય છે. ઘીમાં રહેલ વિટામિન એ અને વિટામિન ઇ વાળ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. જો વાળમાં ઘી લગાડવામાં આવે તો, તેમાં રહેલ એન્ટિઓક્સિડેંટ વાળની શુષ્કતા દૂર કરે છે. સાથે જ તે વાળને મુલાયમ બનાવી રાખવામા મદદ કરે છે.  આમ ઘી નો ઉપયોગ ત્વચાની સાથે સાથે વાળ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમે પાર્લરમાં ગયા વગર ઘરે જ પોતાની ત્વચાને સુંદર નિખાર આપી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment