ભોજનમાં ઘી અને માખણ બંનેમાંથી શરીર માટે ક્યું હોય છે લાભકારી. જાણો તેની સચોટ માહિતી.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે માખણને ગરમ કરીને ઓગાળવામાં આવે ત્યાર બાદ ઘી બને છે. તેનો મોટાભાગનો ઉપયોગ આયુર્વેદિક દવાઓના પ્રયોગમાં પણ કરવામાં આવે છે. આપણે ત્યાં પહેલાના સમયમાં લોકો ખુબ જ ઘી અને માખણનું સેવન કરતા હતા. પરંતુ હાલના થોડા વર્ષોથી પશ્વિમી હવાઓ દ્વારા એવું ફેલાવી દેવામાં આવ્યું હતું કે ઘીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધી જાય છે. પરંતુ આ એક ભ્રાંતિ છે. પરંતુ મિત્રો આજે અમે તમને આ લેખમાં જણાવશું કે ઘી અને માખણ માંથી શ્રેષ્ઠ શું છે ? માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

મિત્રો માખણમાં દુધનો અંશ વધારે હોવાના કારણે તેમાં લેક્ટોઝ વધારે પ્રમાણમાં મળી આવે છે. પરંતુ માખણને ઓગાળી તેનું ઘી બનાવવામાં આવે છે તો તેના કારણે લેક્ટોઝ ખતમ થઈ જાય છે. ઘણા બધા લોકોને લેક્ટોઝથી એલર્જી હોય છે તે લોકો દૂધ અને માખણનો પ્રયોગ નથી કરતા. પરંતુ તેઓ ભોજનમાં ઘી નો પ્રયોગ અવશ્ય કરી શકે છે. કેમ કે ઘી માં લેક્ટોઝ નથી હોતું. મોટાભાગના લોકો એવું વિચારતા હોય છે કે, ઘી પણ દૂધમાંથી બને છે એટલા માટે તેમાં લેક્ટોઝ હોય. પરંતુ તમને જણાવી દઈએ કે માખણમાંથી ઘી બનવાની પ્રક્રિયા થાય ત્યારે લેક્ટોઝ ખતમ થઈ જાય છે. માટે લેક્ટોઝની એલર્જી ધરાવતા લોકો ઘીને માનપૂર્વક ઉપયોગમાં લઈ શકે છે.

માખણમાં વસા અને પ્રોટીન વધારે માત્રામાં રહેલું હોય છે, એટલા માટે તેની તુલનામાં ઘી ખુબ જ બહેતર માનવામાં આવે છે. મિત્રો માખણ એવા લોકો માટે જ લાભકારી છે જેને High protein diet લેવાની સલાહ આપવામાં આવી હોય. તેમજ માખણની તુલના ઘી જલ્દી ખરાબ પણ નથી થતું. મિત્રો ઘી માખણમાંથી જ બનેલી આઈટમ છે પરંતુ તે ખાવામાં હળવું સાબિત થાય છે. આપણા શરીરમાં માખણના મુકાબલે ઘી જલ્દી પછી જાય છે, તો તેની સામે માખણને પચવામાં વાર લાગે છે.રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાનના રીચર્સનો દાવો છે કે, ગાયનું ઘી e એન્જાઈમ્સને વધારે છે જે કેન્સર પેદા કરતા જીવાણુંઓને નિષ્ક્રિય કરી નાખે છે. તો માખણથી વિપરીત ઘી એક ક્ષારીય આહાર હોય છે. ઘી માં ચરબીયુક્ત નાની શ્રુંખલા ઉપસ્થિત હોય છે, બ્યુટરેસ્ટ કહેવામાં આવે છે. તેનાથી આંતરડામાં સ્વાસ્થ્યવર્ધક બેક્ટેરિયા વધી જાય છે.

મિત્રો ઘીનું સેવન કરવાથી ઘણા બધ ફાયદા થાય છે, યોગહીલરના સંસ્થાપક કેટ સ્ટિલમેન જણાવે છે કે, ઇન્ટેસ્ટાઈનલ બેક્ટેરિયા ફાયબરને બટરિક એસીડમાં બદલીને ઉર્જા પેદા કરે છે. તે આંતરડાની દિવાલને મજબુત બનાવે છે. તેનાથી આપણા શરીરમાં પાચનતંત્રને ખુબ મદદ મળે છે. ઘી માં મીડિયમ ચેન ફેટી એસીડ હોય છે, જેને લીવર તરત જ સુકવી નાખે છે અને જલ્દી બર્ન કરી નાખે છે.ઘી એટલા માટે ફાયદાકારક છે કે, તેમાં CAL (કન્જેક્ટેડ લિનોઇક એસિડ) રહેલું હોય છે. તે એક ફેટી એસીડ હોય છે જે કેન્સરથી લડવા માટે અને વજન ઘટાડવા માટે મદદ કરે છે. ઘી માં હેલ્દી ફેટ હોય છે અને તેનાથી ખરાબ ફેટને હટાવવામાં પણ મદદ મળે છે. ઘી માં એમીનો એસીડ હોય છે જે જમા થયેલા ફેટને ઓગાળી સેલ્સની સાઈઝ પહેલા જેવી કરવામાં મદદ કરે છે. જો તમારા શરીરમાં ફેટ જલ્દી જમા થતું હોય તો દેશી ગાયનું ઘી તમને મદદરૂપ થઈ શકે છે. તેમજ ઘી માં દ્રાવ્ય વિટામિન્સનો એક સારો એવો સ્ત્રોત હોય છે. તે વિટામીન K, A અને E જેવા વિટામિન્સનો ખુબ જ સારો સ્ત્રોત હોય છે.

મિત્રો પશ્વિમ દ્વારા ફેલાવવામાં આવેલ દેશી ઘી વિશેની ભ્રાંતિમાં આપણા લોકોને ડાલડા, રીફાઈન્ડ અને ઓલિવ ઓઈલનો ખુબ જ પ્રયોગ કરાવ્યો છે. જે ઘી કરતા ખુબ જ ઓછા પોષકતત્વો ધરાવે છે. પહેલા એવું કહેવામાં આવતું હતું કે, આપણા દેશમાં દૂધ અને ધીની નદીઓ વહેતી.પરંતુ આજથી આપણે 50 વર્ષ પાછળ જોઈએ તો એ સમયમાં દરેક ગામડામાં એક એક ઘરે ગાયો ને ભેંસો હતી અને સમયે લોકોના સ્વાસ્થ્ય પણ આજ કરતા વધારે બહેતર હતા. પરંતુ ડાલડા અને રીફાઇન્ડનું વર્ચસ્વ કાયમ કરવા માટે એવી ભ્રાંતિ ફેલાવવામાં આવી કે ઘી મોટાપણું અને હૃદયરોગનું કારણ બને છે. પરંતુ તમને જણાવી દઈએ કે, દેશી શુદ્ધ ઘી આપણા શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું નિર્માણ કરવામાં સહાયક બને છે.

ઘી અને માખણ ભારતીય વિરાસતના ભોજ્ય પદાર્થ છે, તેને સીમિત માત્રામાં અને આવશ્યકતા અનુસાર સેવન રૂપે લેવામાં આવે તો ખુબ જ લાભદાયક રહે છે, અને ઘી માખણ કરતા વધારે લાભદાયક હોય છે એવું માનવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

1 thought on “ભોજનમાં ઘી અને માખણ બંનેમાંથી શરીર માટે ક્યું હોય છે લાભકારી. જાણો તેની સચોટ માહિતી.”

  1. To promote the rubbish, there is a hugh advertisement, packinging and fake followship. Here India will do this to fool their country people for profit. Even they mention cows milk the best and still they use buffello at the widest.????
    Either are going ignorant or ????

    Reply

Leave a Comment