જિંદગીભર દવાખાનાથી દુર રહેવું હોય, તો આજે જ તમારા રસોડામાંથી આટલી વસ્તુને કહી દો અલવિદા. શરીર માટે છે ઝેર સમાન…

આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કરવાની આદત આપણને થઈ ગઈ હોય છે. જેમ કે દરરોજ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવું, એલ્યુમિનિયમના વાસણમાં રસોઈ બનાવવી, રીફાઇન્ડ તેલમાં તળેલ વસ્તુઓનું સેવન કરવું, વગેરે આપણને સામાન્ય વાત લાગે છે. પણ ધ્યાનથી જોવામાં આવે તો આ બધી વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓને જન્મ આપે છે. તમને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે દરરોજ ઉપયોગમાં લેવાતી અમુક વસ્તુઓ આપણા સ્વાસ્થ્યને ખરાબ પણ કરી શકે છે.

પબ્લિક હેલ્થ ન્યુટ્રીશનિસ્ટ આ વિશે વધુ જણાવતા કહે છે કે, રસોડાની આ 5 વસ્તુઓ જેને આપણે રસોડામાંથી બહાર કરી દેવી જોઈએ અને જો તમે તેને કાઢતા નથી તો તેનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. તો ચાલો જાણીએ કંઈ છે એવી વસ્તુઓ જેને આપણે રસોડામાંથી રજા આપી દેવી જોઈએ.

રસોડામાં પ્લાસ્ટિકનો ઉપયોગ : એક્સપર્ટ કહે છે કે, સૌથી પહેલા તો તમારે રસોડામાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. પ્લાસ્ટિકની પાણીની બોટલ, અને કંટેનર વગેરે સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. આ પ્લાસ્ટિકમાં BPA હોય છે જેને એક ખતરનાક પ્લાસ્ટિક માનવામાં આવે છે. પાણી અને ભોજનમાં પ્લાસ્ટિકના ટોક્સીન્સ આવી જાય છે જેનાથી ધીમે ધીમે સ્વાસ્થ્ય પર અસર થાય છે.

પ્લાસ્ટિકમાં રહેલ BPA થી હૃદય અને મગજની પરેશાનીની સાથે હાર્મોનલ સમસ્યાઓ વધી શકે છે. કોઈ પણ પ્રકારના ભોજનને પ્લાસ્ટિકમાં સ્ટોર કરવાથી તેની સુગંધ બદલાય જાય છે. પ્લાસ્ટિકમાં વધુ ભોજન સ્ટોર કરવાથી લોઅર બેલી ફેટ વધી જાય છે. બાળકોમાં આ કેમિકલ વધુ જાય છે. તો ચાઈલ્ડહુડ ઓબેસિટી થાય છે. પુરુષોમાં આ ફર્ટીલીટીની સમસ્યા પેદા કરે છે.

એલ્યુમિનિયમનો ઉપયોગ : આ વસ્તુ વિશે સાંભળીને તમને આશ્ચર્ય થશે કે આપણે રસોડામાં કઢાઈથી લઈને અન્ય વસ્તુઓમાં એલ્યુમિનિયમનો ઉપયોગ કરીએ છીએ. તે સસ્તું હોય છે આથી તેને ખરીદવામાં આવે છે. અને મોટાભાગના ઘરોમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તેનો ઉપયોગ શરીરને નુકશાન કરી શકે છે.એલ્યુમિનિયમમાં રસોઈ બનાવવાથી એલ્યુમિનિયમ ઓક્સાઈડ બને છે જેનાથી પેટની સમસ્યા થઈ શકે છે. એલ્યુમિનિયમ ઘન ખોરાક સાથે રીએક્ટ કરે છે જે એસીડીટી પેદા કરે છે. ઘણા પ્રકારના ખોરાકમાં તેનો રીએક્શન ટોક્સીસ થાય છે. એલ્યુમિનિયમની જગ્યાએ કુકર, કઢાઈ અથવા અન્ય વાસણ તમે સ્ટીલના ઉપયોગ કરી શકો છો. તમે કિચન ટોવલ, કિચન ટીશું, વગેરેનો ઉપયોગ કરો છો. એલ્યુમિનિયમ ફોઈલનો ઉપયોગ જરૂર કરતા વધુ ખરાબ હોય છે.

ખુલ્લા રાખેલ પીસેલા મસાલાનો ઉપયોગ ન કરો : જો તમે ઈચ્છો છો કે તમારા શરીરમાં ન્યુટ્રીએટસ વધુ જાય અને શરીરની બીમારી ખત્મ થાય તો મસાલાઓને તાજા જ રાખો. વધુ સમય ખુલ્લા રાખેલ મસાલા ફેંકી દો. 1 મહિનાથી ઉપર ખુલ્લા મસાલાઓ ખરાબ થવા લાગે છે. તમે નાના પેકેટના મસાલા ખરીદો. જો તમે ઘરે શેકીને બનાવેલ મસાલાઓનો ઉપયોગ કરો છો તો તે વધુ સારું છે. મસાલાના ખુલ્લા પેકેટનો બિલકુલ ઉપયોગ ન કરો.

ઘરમાં જીરું, ધાણા પાવડર, હળદર, વગેરેને પોતે જ શેકવા જોઈએ. તે વધુ સારું છે. મસાલાને સ્ટીલ અથવા સિરેમિક અથવા ચિનાઈ માટીના વાસણમાં ભરવા જોઈએ. કાંચના વાસણનો પણ ઉપયોગ કરી શકો છો.માઈક્રોવેવનો ઉપયોગ ઓછો કરો : ભોજન ગરમ કરવા માટે આજકાલ માઈક્રોવેવનો ઉપયોગ ખુબ જ વધુ થઈ રહ્યો છે. તેને બને એટલો ઓછો ઉપયોગ કરો. કારણ કે તેને સાફ નથી કરી શકતા તેમજ તે ભોજનને જરૂર કરતા વધુ હીટ કરી દે છે. જે અલગ અલગ કેમિકલ પેટમાં જવાનું કારણ બને છે. 180 ડીગ્રીથી ઉપર ફેટી વસ્તુઓ એક પ્રકારનો કાર્બન બનાવે છે. જે શરીરને નુકશાન કરે છે.

માઈક્રોવેવમાં ભોજન ગરમ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી. માઈક્રોવેવમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ ન કરો. માઈક્રોવેવ વારંવાર એનિમલ ફેટનો ઉપયોગ ન કરો. એટલે કે ચીકન, ઈંડા, મીટ વગેરેને જો તમે જરૂર કરતા વધુ માઈક્રોવેવમાં ગરમ કરશો તો વધુ ફેટ પેદા થશે અને તે લોઅર બેલી માટે સારું નથી.

રીફાઇન્ડ ઓઈલનો ઉપયોગ : રીફાઇન્ડ ઓઈલનો ઉપયોગ એટલો વધી ગયો છે કે, તે શરીરને ખુબ જ નુકશાન કરે છે. જો તમને કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો તમે રીફાઇન્ડ ઓઈલનો ઉપયોગ ન કરો. તેમાં સિંગલ બોન્ડ હોય છે જે હીટ કરવાથી તૂટી જાય છે અને તે ન્યુટ્રીશન નથી આપતું. પરંતુ શરીરને ફેટ આપે છે અને કોલેસ્ટ્રોલ વધી જાય છે. રીફાઇન્ડ ઓઈલની જગ્યાએ સરસવનું તેલ, મગફળીનું તેલ અથવા ઘીનો ઉપયોગ વધુ સારો છે. ડાલડાનો ઉપયોગ પણ બંધ કરી દો. જો કોલેસ્ટ્રોલની પરેશાની છે તો હેલ્દી તેલ બદલીને સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment