આ બે વસ્તુને મિક્સ કરી લગાવી તમારા વાળમાં, ગમે તેવા સફેદ વાળ બની જશે એકદમ કાળા ભમ્મર અને મજબુત…

વધતી ઉંમરની સાથે જ વાળનું સફેદ થવું એક સામાન્ય સમસ્યા છે. પરંતુ હાલમાં ઓછી ઉમરના લોકોના વાળ પણ સફેદ થવા લાગ્યા છે ખોટી ખાણી પીણી તથા બદલાતી લાઇફ સ્ટાઇલ તેનું મુખ્ય કારણ છે. ઓછી ઉંમરમાં વાળ સફેદ થવા લાગવા શરમિંદગીનું કારણ બનવા લાગે છે. તેના લીધે લોકો સફેદ વાળને છુપાવવા માટે અલગ-અલગ કેમિકલયુક્ત પાણીનો ઉપયોગ કરવા લાગે છે. જે વાળને ખૂબ જ નુકસાન પહોંચાડે છે તેની સાથે જ સફેદ વાળની સમસ્યા વધવા લાગે છે.

તેથી સફેદ વાળને કાળા કરવા માટે કેમિકલ યુક્ત પ્રોડક્ટની જગ્યાએ ઘરેલુ ઉપાયનો સહારો લેવો જોઈએ. તેનાથી તમારા વાળની તકલીફ પણ ઓછી થઈ જશે અને સાથે કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય. તેની સાથે જ તમને ઘણા બધા ફાયદા પણ થઈ શકે છે ચાલો જાણીએ વાળને કાળા કરવા માટે કેવી રીતે લગાવવું એલોવેરા ?

વાળને કાળા કરવા માટે એલોવેરાનો ઉપયોગ
રીત નંબર 1 માટે જરૂરી સામગ્રી અને રીત : એલોવેરા જ્યુસ1 કપ, મહેંદી અથવા કોફી – 1 થી 2 ચમચી.
સૌ પ્રથમ એક વાસણમાં એલોવેરા જ્યુસ નાખો હવે તેમાં કોફી અથવા મહેંદીની પેસ્ટ યોગ્ય રીતે મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને તમારી પાથી ઉપર લગાવો. આ પેસ્ટને વાળમાં લગાવવા બાદ લગભગ ૩૦ થી ૪૦ મિનિટ સુધી સૂકવવા દો. ત્યારબાદ વાળને માઇલ્ડ શેમ્પૂથી ધુઓ અને કન્ડિશનર લગાવો.

રીત નંબર 2 માટે જરૂરી સામગ્રી અને રીત : એલોવેરા જેલ એક કપ, લીંબુનો રસ બે ચમચી.
એક વાટકીમાં એલોવેરા જેલ લો.હવે તેમાં લીંબુનો રસ મિક્સ કરીને તમારા વાળની પાથી પર લગાવો. ત્યારબાદ લગભગ 20થી 30 મિનિટ સુધી સૂકાવા દો. હવે વાળને નોર્મલ પાણીથી ધુઓ અઠવાડિયામાં બેથી ત્રણ વખત આ પેસ્ટનો ઉપયોગ કરવાથી તમારા વાળ કાળા થઇ શકે છે.

વાળમાં એલોવેરા પેસ્ટ લગાવવાના ફાયદા : 1) એલોવેરામાં એન્ટિ-ઓક્સિડન્ટ ઉપસ્થિત હોય છે જે આપણા વાળને કાળા કરવાની સાથે સાથે નરમ અને મુલાયમ રાખવા છે તે સિવાય તે વાળનું રુક્ષપણું દૂર કરવા માટે પણ કામ કરે છે, એલોવેરાથી આપણા વાળ હાયડ્રેટ થાય છે.
2) વાળને કાળા કરવા માટે એલોવેરા ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે તે વાળને રંગવામાં મદદ કરી શકે છે.
3) એલોવેરામાં ઘણા એવા પોષક તત્વો ઉપસ્થિત હોય છે જે આપણા વાળને પોષણ આપવાની સાથે સાથે વાળને સ્વસ્થ પણ રાખે છે. તે સિવાય તેનાથી આપણા વાળ ઓછા તૂટશે અને વાળની જડ ખુબ જ મજબૂત થશે.

4) ડેનડ્રફની સમસ્યાને દૂર કરવા માટે તમે આ જેલનો ઉપયોગ કરો છો.
5) સકલ્પથી જોડાયેલી તકલીફને દૂર કરવા માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો તેના ઉપયોગથી સકલ્પના બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહેશે.

વાળમાં એલોવેરા જેલ લગાવવાથી તમારા વાળ કાળા થવાની સાથે સાથે બીજા અન્ય ઘણા ફાયદા પણ થઈ શકે છે પરંતુ ધ્યાન રાખો કે આ પેસ્ટ લગાવ્યા બાદ તમે કોઈપણ પ્રકારની તકલીફનો અનુભવ થઈ રહ્યો છે. તો તેને વાળમાંથી દૂર કરો પરેશાની વધુ થાય તો ડોક્ટરનો સંપર્ક કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment