રોજિંદા ખોરાકમાં શામિલ કરો આ 6 વસ્તુઓ, આજીવન દુર રહેશે ગંભીર બીમારીઓ અને મોંઘુ દવાખાનું… મળી જશે આટલા રોગોથી છુટકારો….

મિત્રો આજે દરેક લોકો કોઈને કોઈ રોગની ચપેટમાં ઝકડાયેલ છે. જેનું કારણ માણસનું ખાનપાન અને જીવનશૈલી જવાબદાર છે. પણ જો તમે આ રોગોથી છુટકારો મેળવવા માંગતા હો તો તમારે ડાયટમાં અમુક વસ્તુઓને જરૂર સામેલ કરવી જોઈએ. આથી આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે માહિતી આપીશું.

1) કેળા : કેળા અને દહીં બન્ને વસ્તુઓ શરીર માટે આવશ્યક પોષક તત્વોનો ભંડાર છે. આ બન્નેને એક સાથે ખાવાથી તમને વધારે ફાયદો થાય છે. દહીં અને કેળાનું સેવન જો તમે વર્કઆઉટ પછી કરતા હોવ તો એનાથી સ્નાયુઓ મજબુત બને છે. આ એમીનો એસીડ અને ગ્લુકોઝની જેમ કામ કરે છે, જેનાથી શરીરની માંસપેશીઓ મજબુત થાય છે.

2) કઠોળ : વટાણા અને ટમેટા સાથે ખાવાથી શરીરમાં આયર્નની ઉણપથી થતા મગજ અને સ્નાયુઓ પર પડતા પ્રભાવથી છુટાકારો મેળવી શકાય છે. જો તમે નોન વેજ ખોરાકમાંથી મળતા આયર્નને સહેલાઈથી અવશોષિત કરવા માંગો છો, તો તમે વીટામીન સી, સંતરા, ટમેટા અને જામુન જેવી વસ્તુઓનું  સેવન કરી શકો છો. 

3) ગ્રીન ટી અને લેમન જ્યુસ : ગ્રીન ટી અને લેમન જ્યુસ બન્ને એવા પદાર્થ છે જેમા ભરપુર માત્રામા એંન્ટીઓક્સીડન્ટ હોય છે, જે શરીરમાં જમા ગંદકીને બહાર કાઢવામા તમારી મદદ કરે છે. જેનાથી આપણી શરીરની ઈમ્યુન સિસ્ટમને એનર્જી મળે છે અને તમે રોગો સામે લડી શકો છો. એક અધ્યન અનુસાર આનાથી કાર્ડીયોવૈસ્કુલર જેવી બીમારી થવાની સંભાવના ખુબ ઓછી જોવા મળી છે. આ બન્ને પદાર્થો ખાવાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધે છે અને શરીરને ફીટ રાખી શકો છો.

4) સલાડ : સલાડ એ શરીરને આવશ્યક પોષકતત્વો પુરા પાડવામાં મદદ કરે છે. એક અધ્યન અનુસાર જે લોકો ત્રણ પ્રકારના તળેલા ઈંડા સાથે સલાડ ખાવાનું પસંદ કરે છે, એને વધારે કેરોટીનોયડ ભળેલ લાઈકોપીન અને બીટા કેરોટીન એન્ટી ઓક્સીડન્ટ મળે છે. જેનાથી તમને શરીરમાં કેન્સરના કોષો નથી થતા અને તમે કેન્સરથી બચી શકો છો. આમ તે કેન્સરના જોખમને ઓછું કરે છે. 

5) કેળા અને પાલક : પાલક એક લીલોતરી શાકભાજી છે, તેમાં ઘણા પોષક તત્વો રહેલા છે. જયારે કેળા એ પણ અનેક પોષકતત્વોનો ભંડાર છે. આથી જ કેળા વજન ટાડવા માટે કબજિયાત, એનીમીયા, કમળો, ગઠીયા અને મુત્ર સંબધી વિકાર જેવા રોગોના ઈલાજ મા સહાયક હોય છે. આના સીવાય કેળામા કોઈ ફેટ હોતુ નથી અને એક કેળામા તમને લગભગ 90 કેલેરી મળે છે. આમા ફાઈબર હોવાને લીધી તમારુ પેટ લાંબા સમય સુધી ભરેલુ રહે છે. પાલક પ્રોટીનનો સારો એવો સ્ત્રોત છે જે માનવ શરીર દ્વારા એમીનો એસીડમા એંઝાઈમો દ્વારા સહેલાઈથી ટુટી જાય છે. જે પ્રોટીન સ્નાયુઓને વધારવામાં મદદ કરે છે.

6) લીંબુનો રસ અને મધ : લીંબુના રસને તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત કરવા માટે તમારી ડાયેટમાં સામેલ કરી શકાય છે. તેનાથી તમારા શરીરને રોગો સામે લડવાની શક્તિ મળે છે. લીંબુના રસમા એક સક્રીય ટક હોય છે જેને સાઈટ્રીક એસીડ કહેવામા આવે છે. જેનો સામાન્ય રીતે ક્લીનીંગ એજંન્ટના રૂપમા ઉપયોગ કરવામા આવે છે. કારણ કે આમા શક્તિશાળી એંન્ટીબેક્ટેરીયલ અને એંન્ટીસેપ્ટીક ગુણ હોય છે. મધમાં આવશ્યક માત્રામા વિટામીન અને મિનરલ્સ હોય છે. જેમા આયર્ન, વિટામીન બી6, ઝીંક અને ડાઈટરી ફાઈબર શામેલ છે. આમ તમે અહી આપેલ વસ્તુઓને નિયમિત રૂપે પોતાની ડાયેટમાં સામેલ કરીને શરીરને પોષક તત્વો પુરા પાડી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment