ડેન્ગ્યુ તાવમાં કરો આનું સેવન, ફટાફટ વધશે પ્લેટલેટ્સ કાઉન્ટ અને તાવમાં મળશે ઈન્સ્ટન્ટ રાહત… જાણો ઘર બેઠા ડેન્ગ્યુ ભગાવવાનો આ દેશી ઈલાજ…

જો તમે ડેન્ગ્યુના કોઈપણ લક્ષણનો અહેસાસ કરી રહ્યા હોય તો તુરંત જ ડોક્ટર પાસે જવું જોઈએ. કેટલાક ખાદ્ય પદાર્થ છે જે ડેન્ગ્યુમાં પ્લેટ લેટ્સમાં સુધારો કરવાની સાથે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવા અને સંક્રમણને દૂર રાખવામાં મદદરૂપ થાય છે.

બદલાતી ઋતુના કારણે ડેન્ગ્યુ તાવ ના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. શિયાળાની ઋતુ હવે ખૂબ જ નિકટ આવી ગઈ છે અને આ ઋતુમાં ડેન્ગ્યુ વાળા મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. એટલું જ નહીં આ ઋતુમાં ઇમ્યુનિટી સિસ્ટમ પણ નબળી પડી જાય છે. જેના કારણે બીજી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી જ આવા નાજુક સમયમાં ઈમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવવું ખૂબ જ જરૂરી છે.બીમારીઓથી બચવા ખાસ કરીને  થી બચવા માટે તમારે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ જે તમને અંદરથી મજબૂત બનાવી શકે અને સંક્રમણની વિરુદ્ધ ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવી શકે. ડેન્ગ્યુ મોટાભાગે સંક્રમિત એડિસ ઇજીપ્તિ મચ્છરના કરડવાથી ફેલાય છે. ડેન્ગ્યુના તાવ ના લક્ષણોમાં તાવ, શરીરમાં દુખાવો, ઉબકા, ઉલટી, શરીર પર દાણા, દુખાવો વગેરે સામેલ છે.

ડેન્ગ્યુ તાવ માટે ઘરેલુ ઉપાય કયા છે?:- એવું માનવામાં આવે છે કે ડેન્ગ્યુ તાવમાં પૂરતી માત્રામાં પ્રવાહી પદાર્થોના સેવનથી જલ્દી રાહત થાય છે. અમે તમને એવા કેટલાક ખાદ્ય પદાર્થો વિશે જણાવીશું જે ડેન્ગ્યુમાં પ્લેટ લેટ્સમાં સુધારો કરીને સાથે ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવવા અને સંક્રમણથી દૂર રાખવામાં મદદરૂપ થશે.

1) ખૂબ જ પ્રવાહી પદાર્થોનું સેવન કરો:- એક રિપોર્ટ પ્રમાણે ડેન્ગ્યુમાં ઘણા બધા પ્રવાહી પદાર્થો અને પાણી પીવું જરૂરી છે. ગરમ ઉકાળો, હર્બલ ચા અને સૂપનું સેવન કરવું. આ ગરમ પ્રવાહી પદાર્થોની સાથે ઠંડા પ્રવાહી પદાર્થો જેમકે લીંબુ પાણી, છાસ, લસ્સી વગેરે પ્લેટનેટ કાઉન્ટમાં સુધારો કરે છે. તેનાથી ઇલેક્ટ્રોલાઈટનું સંતુલન બનાવી રાખવામાં મદદ મળે છે અને સિસ્ટમ ડિટોક્સીફાઈ થાય છે.2) ફળોનું સેવન કરો:- જાંબુ નાશપતિ ચેરી, બોર, પીચ, પપૈયા, સફરજન અને દાડમ જેવા મોસમી ફળ જોડવાથી વિટામીન એ, વિટામિન સી, એન્ટિઓક્સિડન્ટ અને ફાઇબર જેવા પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ ફળ પાચનમાં સુધારો કરે છે. આંતરડાની વનસ્પતિઓને જાળવી રાખે છે અને ઇમ્યુનિટી સિસ્ટમને તેજ બનાવે છે.

3) શાકભાજી પણ છે અસરકારક:- તમારા ખાવામાં મોસમી અને અલગ અલગ રંગના શાકભાજીને સામેલ કરો કારણ કે તેમાંથી આંતરડાના સારા સ્વાસ્થ્ય અને ઇમ્યુનિટી સિસ્ટમને વધારો મળે છે. વિવિધ રંગોની શાકભાજીમાં હાજર વિવિધ વિટામીન જેવા વિટામીન એ,સી ની સાથે સાથે ઝીંક, મેગ્નેશિયમ વગેરે ખનીજ, સારા એન્ટિઓક્સિડન્ટ હોય છે અને પ્રતિરક્ષા પ્રદાન કરે છે.4) મસાલા અને જડીબુટ્ટીઓ પણ છે લાભકારી:- NIH પર પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે હળદર, આદુ,લસણ, કાળા મરી, તજ, ઈલાયચી અને જાયફળ જેવા મસાલા અને જડીબુટ્ટીઓનો એક એન્ટી ઈફ્લામેશન, એન્ટી ફંગલ,એન્ટિવાયરલ,એન્ટી માઇક્રોબિયલ,એન્ટી બેકટેરિયા અને ઇમ્યુનિટી સિસ્ટમ વધારવા માટે ઓળખાય છે. આ બધી વસ્તુઓ ટી-સેલ્સ જેવા રોગપ્રતિકારક કોષોનું નિયમન કરીને રોગપ્રતિકારક શક્તિને વધારવાનું કામ કરે છે.

5) નટ્સ:- જો તમે કે તમારા ઘરમાં કોઈ ડેન્ગ્યુના તાવ ની ઝપટમાં આવી ગયું હોય તો તેમને ઉપર જણાવવામાં આવેલી વસ્તુઓ સિવાય નટ્સ અને સીડ્સ પણ ખાવા આપી શકાય છે. સીડ્સ અને નટ્સ પ્રોટીન, સ્વસ્થ ચરબી, વિટામીન, ખનીજ અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે.

6) પ્રોબાયોટિક્સ:- તમારા ભોજનમાં પ્રોબાયોટિક્સ સામેલ કરો તમે દહીં છાશ પનીર  કેફિર, કોમ્બુચા અને સોયાબીન વગેરેનું સેવન વધારી શકો છો. પ્રોબાયોટિક્સ સારા બેક્ટેરિયાથી ભરપૂર હોય છે જે પાચનતંત્ર પર કાર્ય કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment