ખાવાના ઘીમાં ઉમેરી દો આ 5 માંથી કોઈ પણ 1 વસ્તુ, આજીવન વાત્ત, પિત્ત, કફને કંટ્રોલમાં રાખી વધારી દેશે હૃદય અને કિડનીની ક્ષમતા….

ઘી કોને પસંદ હોતું નથી એટલે કે ઘી લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ઘી નો ઉપયોગ લગભગ દરેક ભારતીય ઘરોમાં થાય છે. કેમ કે ઘી તમારા ભોજનને તો સ્વાદિષ્ટ બનાવે છે, સાથે જ ઘી સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભકારી છે. આમ, તો લગભગ તમે એક જ પ્રકારના ઘી નું સેવન કર્યું હશે, પરંતુ જો ઘી ની અંદર અમુક વસ્તુને ઉમેરવામાં આવે, તો આપણને 5 અલગ-અલગ ફ્લેવર મળી જશે.

આમ, કરવાથી ઘીનો સ્વાદ તો વધશે, સાથે જ સ્વાસ્થ્ય માટે પણ હેલ્દી બનશે. તો ચાલો જાણીએ કે કંઈ એવી વસ્તુ છે જે ઘીની અંદર મિક્સ કરીને સેવન કરવાથી તેના તો ઘીનો સ્વાદ પણ વધી જાય છે અને શરીર માટે પણ ફાયદાકારક સાબિત થાય છે.

તુલસી : જો તમે ઘર પર જ માખણ દ્વારા ઘી બનાવો છો, તો તમે જાણતા જ હશો કે ઉકળતા સમયે તેમાથી ઘીની ગંધ નીકળતી હોય છે, તે ગંધ ન ગમે તેવી હોય છે. ઉકળતા માખણની ગંધ ઓછી કરવા માટે, તેમાં તુલસીના થોડા પાંદડા નાખવાથી ગંધ દૂર થાય છે. આવું કરવાથી દુર્ગંધ તો દૂર થાય છે, પરંતુ સાથે જ ઘી માંથી સારી સુગંધ પણ આવે છે.

તજ : તમે આજ સુધીમાં ઘી માં તજને નાખવાની વાત વિશે લગભગ ક્યારેક જ સંભાળ્યું હશે. પરંતુ તમે જો ટ્રાય કરશો, તો તમને ઘી નો સ્વાદ અલગ જ લાગશે. ખરેખર, તજમાં એન્ટી-વાયરલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમને સામાન્ય બીમારીથી બચાવે છે. તજ બ્લડ શુગરને ઓછું કરવામાં મદદ કરે છે અને પેટની સમસ્યાથી પણ રાહત આપે છે.

તજ વાળું ઘી બનાવવાની રીત : તજ વાળું ઘી બનાવવું ખુબ જ સહેલું છે. તેને બનાવવા માટે એક પેનમાં ઘી નાખો. હવે તેમાં 2 તજના ટુકડા નાખો. મધ્યમ આંચ પર ઘી ને 4 થી 5 મિનિટ સુધી ગરમ કરો અને પછી ઠંડુ થવા દો. આમ, કરવાથી ઘીમાથી આવતી ગંધ તજ શોષી લેશે. જો તમે ઘર પર જ માખણથી ઘી બનાવી રહ્યા છો, તો બસ માખણને ઉકાળતા સમયે, તેમાં તજના ટુકડા નાખી દો. પછી શુદ્ધ ઘી માટે મિશ્રણને ગાળી લો.

લસણ : લસણના માખણની જેમ લસણનું ઘી પણ સ્વાદિષ્ટ લાગે છે અને સુગંધીદાર પણ લાગે છે. જો તમે લસણ ખાવાના શોખીન છો, તો લસણ વાળું ઘી તમારે જરૂરથી ટ્રાય કરવું જોઈ. ખરેખર, લસણમાં પાવરફૂલ એન્ટી ઓક્સીડેન્ટ હોય છે, જે શરીરમાં સોજાને તો ઓછો કરે છે, સાથે જ, જે પણ લોકોને હંમેશા બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે, તેમના માટે પણ ખુબ જ લાભકારી છે.

લસણ વાળું ઘી બનાવવાની રીત : લસણ વાળું ઘી બનાવવા માટે એક પેનમાં કાપેલું લસણ, લવિંગની સાથે થોડું ઘી લો. ગેસને ધીમો રાખો અને 4 થી 5 મિનિટ સુધી હલાવો. ઘી સારી રીતે ગરમ થઈ જાય એ પછી ગેસને બંધ કરી દો. પેનને ઢાંકણાથી ઢાંકી દો. હવે લસણને ઘીના સ્વાદ સાથે શોષવા દો. હવે ઘીને કોઈ પણ કપડાંથી અથવા ગરણી દ્વારા ગાળી લો. ધ્યાન રાખો કે જાર એયરટાઈટ હોવું જોઇ. હવે તમારું લસણ વાળું ઘી તૈયાર છે. 

કપૂર : ઘી ની અંદર કપૂર મેળવવાના લાભ, લગભગ દરેક લોકો જાણતા હશે. કપૂરનો સ્વાદ કડવો અને મીઠો હોય છે. કહેવામાં આવે છે કે, કપૂરથી વાત્ત, પિત્ત અને કફ ત્રણેય કંટ્રોલમાં રહે છે. જે પણ લોકોની પાચનશક્તિ નબળી છે, તે લોકોમાં પાચન શક્તિને તો મજબૂત કરે છે સાથે જ, આંતરડાના જીવાણુનો પણ ઈલાજ કરે છે. સાથે જ, તાવથી બચાવે છે, આ સિવાય હૃદય ગતિને નિયંત્રિત કરે છે અને અસ્થમા એટેકથી બચાવે છે.

કપૂર વાળું ઘી બનાવવાની રીત : કપૂર વાળું ઘી બનાવવા માટે, ઘી અંદર 1 થી 2 ટુકડા ખાવાનું કપૂર નાખીને 5 મિનિટ સુધી ગરમ કરો. હવે ઘી ને ઠંડુ થવા દો અને પછી તેને ગાળીને એયરટાઈપ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો. કપૂરની સુગંધ ખુબજ સ્ટ્રોંગ હોય છે, તેથી ઘીમાં તે થોડી અજીબ લાગે છે. તેથી સારું છે કે કપૂર થોડું ઓછું જ ઘીમાં ઉમેરો.

હળદર : ઘીની સાથે હળદરનું સેવન કરવાનું ઘણા નિષ્ણાંતો જણાવે છે, તે સ્વાસ્થ્ય ને તો સારું કરે છે, સાથે જ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ઘી અને હળદળનું મિશ્રણ નવા બ્લડ વેસેલ્સના નિર્માણમાં મદદ કરે છે. હૃદય સ્વાસ્થ્યને સારું કરે છે અને કિડનીની કામ કરવાની ક્ષમતાને વધારે છે. સૌથી જરૂરી હળદળ શરીરમાં સોજાને ઓછો કરવામાં મદદ કરે છે. એનો અર્થ એ છે કે, ઘી અને હળદરનું કોંબીનેશન કુદરતી રીતે સોજાનો ઈલાજ કરીને શરીરમાં થવા વાળા દરેક પ્રકારના દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

હળદર વાળું ઘી બનાવવાની રીત : હળદળના સ્વાદ વાળું ઘી બનાવવા માટે એક જારમાં 1 કપ ઘી, 1 નાની ચમચી હળદળ, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણને એક એયરટાઈપ કન્ટેનરમાં નાખીને રાખી દો અને દરરોજ આનો ઉપયોગ કરો. તમને જણાવી દઈએ કે, હળદળમાં કરક્યુમીન હોય છે, જે સોજા માટે એક સારો ઉપાય માનવામાં આવે છે. આમાં કાળા મરીનો પાવડર ઉમેરવાથી કાક્યુમીનને અવશોષિત કરવામાં સહેલાઈ પડે છે.

અમે અહી તમને ઘી ને વધારે હેલ્દી બનાવવા માટે 5 રીતો બતાવી છે. તેને ટ્રાય કરીને જુઓ. તમારું સ્વાસ્થ્ય અને ભોજનનો સ્વાદ વધારે સરસ લાગશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment