ખાવા લાગો આ વસ્તુ ઘટી જશે 1 ઇંચ જેટલી તમારા પેટ અને કમરની ચરબી. ભૂખ્યા રહ્યા વગર જ ઘટી જશે તમારું વજન..

જો વજન વધી જાય તો લોકોએ તેને ફરીથી ઓછુ કરવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. આપણામાંથી તો ઘણા લોકો એવા હોય છે જે વજન ઓછુ કરવા માટે ખાવાપીવાનું પણ બંધ કરી દે છે. પણ તેનાથી વજન તો ઓછું નથી થતું પણ તેઓ શારીરિક રીતે નબળા થઇ જાય છે. અને કમજોરીને કારણે ઘણી બીમારી થઇ શકે છે. લોકોને એ સમજાવવાનું છે કે વજન ઓછુ કરવા માટે ખાવાપીવાનું બંધ નથી કરવાનું, પણ સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવાથી વજન ઓછુ કરી શકાય છે.

હવે ભોજન કેવું હોવું જોઈએ એ મહત્વનું છે, નિષ્ણાતો અનુસાર લોકોએ પોટેશિયમ યુક્ત ખોરાક લેવો જોઈએ. આ એક ડ્રાયટ્રી મિનરલ છે, જે વજન ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ચાલો તો જાણી લઈએ પોટેશિયમ યુક્ત ખોરાક વિષે.

વજન ઓછુ કરવા માટે પોટેશિયમના ફાયદાઓ : પોટેશિયમ એક મિનરલ છે, જે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો માટે જરૂરી માનવામાં આવે છે. એક્સ્ટ્રા ફ્લુડ રીટેન્શનને રોકવા માટે માંસપેશીઓના નિર્માણમાં તે ખુબ જ જરૂરી છે. તે ઇલેક્ટ્રોલાઈટ બેલેન્સને વધારવાની સાથે મેટાબોલીક એક્ટીવીટીમાં સહાયક છે. 

તમારું હૃદય અને કીડની સારી રીતે કામ કરે, તે માટે શરીરમાં સારી માત્રમાં પોટેશિયમ હોવું જરૂરી છે. પોટેશિયમ એ વજન ઓછુ કરવા માટે સારો ઉપાય છે. એક અભ્યાસ અનુસાર આહારમાં પોટેશિયમ લેવાથી બીએમઆઈમાં કમી આવે છે. 

પોટેશિયમથી ભરપુર છે આ ફૂડસ : 1) અળસીના બીજ પોટેશિયમથી ભરપુર સુપરફૂડ છે. તેને સલાડના રૂપમાં સ્મુદી કરીને અથવા તો પીસીને પણ ખાઈ શકાય છે. વજન ઓછુ કરવા માટે દરરોજ થોડા પ્રમાણમાં અળસીના બીજનું સેવન કરવું જોઈએ.

2) ઝડપથી વજન ઓછુ કરવા માટે છોલે ખાઈ શકાય છે. તે પોટેશિયમથી ભરપુર હોય છે. તેને આખી રાત પલાળી દો. સવારે નાસ્તામાં અન્ય વસ્તુઓ સાથે ખાવાથી તમારું વજન ઝડપથી ઓછુ થાય છે. પણ ધ્યાન રાખો કે તેને ચટપટા કે મસાલેદાર નથી બનાવવાના, સાથે જ બને ત્યાં સુધી હેલ્દી ખોરાકને પોતાની ડાયેટમાં સામેલ કરો.

3) પોટેશિયમ જ નહિ માછલી ઓમેગા ફેટી એસીડનો સારો સ્ત્રોત છે. માછલીમાં કેલેરીની માત્રા ઓછી હોય છે. આથી વજન ઓછુ કરવા માટે તે આદર્શ ખોરાક માનવામાં આવે છે.

4) એવોકાડો ફળ ઘણા લોકોને પસંદ નથી હોતું. પણ વજન ઓછુ કરવા માટે તે ખુબ જ સારું છે. આ ખુબ જ ક્રીમી અને ટેસ્ટી ફળ છે. આ ફળને પીસીને અક્સર સ્પ્રેડના રૂપમાં ખાઈ શકાય છે. ડીપ બનાવવા માટે તેને અન્ય સામગ્રી સાથે પણ મિક્સ કરી શકાય છે.

5) કેળા એક એવું ફળ છે, જે આખું વર્ષ મળે છે. આયર્ન અને પોટેશિયમનો સારો એવો સ્ત્રોત હોવાના કારણે તે તમારું વજન ઓછુ કરવામાં ખુબ જ મદદ કરે છે. તમે કેળાને કાચા પણ ખાઈ શકો છો અને અન્ય અનાજ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

6) સામાન્ય રીતે શક્કરીયા લોકોને બહુ ઓછા ભાવે છે. પણ તે દેખાવમાં ભલે ન ગમે પણ વજન ઓછુ કરવામાં ખુબ જ મદદ કરે છે. પોટેશિયમથી ભરપુર આ સબ્જીને બાફીને ઘણા મસાલાઓ સાથે ખાઈ શકાય છે. 100 ગ્રામ શક્કરીયા માં 337 મિગ્રા પોટેશિયમ હોય છે. નિયમિત રૂપે થોડો સમય શક્કરીયા ખાવાથી વજન ઓછુ કરી શકાય છે.

7) રાજમા પોટેશિયમની સાથે પ્રોટીનનો પણ સારો એવો સ્ત્રોત છે. પોતાના ખોરાકમાં રાજમા સામેલ કરવાથી તમને દરરોજનું 35% પોટેશિયમ મળી જાય છે. લોકો તેને રાઈસ સાથે ખાવાનું પસંદ કરે છે. તમે ઈચ્છો તો તેને રોટલી અથવા તો અન્ય વસ્તુઓ સાથે પણ સેવન કરી શકો છો. જો તમે દરરોજ નથી ખાઈ શકતા તો અઠવાડિયામાં બે થી ત્રણ વખત તેનું સેવન કરો. 

વજન ઓછુ કરવામાં માટે અહી આપેલ આ ફૂડસનું સેવન તમારી ખુબ જ મદદરૂપ કરી શકે છે. એનાથી વજન ઓછુ કરવામાં ઘણી મદદ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment