આયુર્વેદની આ જડીબુટ્ટી બીમારીઓ અને મોંઘી દવાઓથી આજીવન રાખશે દૂર, એક વાર જાણો આ જડીબુટ્ટી વિશે…. ક્યારેય નહીં પડો બીમાર…

મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય ફીટ રહે. આથી તેઓ પોતાના ખોરાકને લઈને ખુબ જ સતર્ક રહેતા હોય છે. પરંતુ જો તમે ખરેખર તંદુરસ્ત રહેવા માંગતા હો, તો તમારે પોતાના ડાયટમાં કેટલીક આયુર્વેદિક વસ્તુઓ સમાવિષ્ટ કરવાની જરૂર રહે છે. ચાલો તો આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.

આયુર્વેદ એક પારંપારિક ભારતીય ચીકીત્સા પદ્ધતિ છે. તેનો ઉદ્દેશ્ય મન, શરીર અને આત્માને સંતુલનમાં રાખીને બીમારીને રોકવાનો છે. આપણે પણ પોતાને સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાયો અજમાવતા હોઈએ છીએ. પરંતુ છતાં પણ કોઈને કોઈ નાની મોટી બીમારીની ઝપેટમાં આવી જ જઈએ છીએ. તેવામાં તમે તમારા રોજના આહારમાં અમુક ખાસ આયુર્વેદિક જડી-બુટ્ટી સમાવિષ્ટ કરી શકો છો. તેનાથી તમે હંમેશા સ્વસ્થ અને બીમારીઓથી મુક્ત રહેશો. સાથે જ દીર્ઘાયુ પણ પ્રાપ્ત થશે.

સ્વસ્થ રહેવા માટે આયુર્વેદિક ઉપાય : આયુર્વેદમાં ઘણી એવી જડી-બુટ્ટી છે, જેનો ઉપયોગ અલગ અલગ પ્રકારની બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સાથે જ અમુક એવી જડી-બુટ્ટી પણ છે, જે બીમારીઓથી આપનો બચાવ કરે છે. માટે તમારે તમારા આહારમાં આ જડી-બુટ્ટીને જરૂરથી સમાવિષ્ટ કરવો જોઈએ.

અશ્વગંધા : અશ્વગંધા આયુર્વેદમાં સૌથી પ્રચલિત જડી-બુટ્ટી માંથી એક છે. અશ્વગંધાનો ઉપયોગ ઘણી સામાન્ય સમસ્યાઓથી લઈને ગંભીર બીમારીઓને સારી કરવા માટે કરવામાં આવે છે. આયુર્વેદમાં અશ્વગંધા પુરુષો માટે ખૂબ સારી ઔષધિ ગણવામાં આવે છે. અશ્વગંધા પુરુષોની નાની-મોટી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદરૂપ બને છે. અશ્વગંધાના સેવનથી તણાવ ઘટે છે, અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે. સાથે જ તે માંસપેશીઓના વિકાસમાં પણ મદદરૂપ બની રહે છે. અશ્વગંધાનો ઉપયોગ પ્રતિરક્ષા પ્રણાલીને મજબૂત બનાવવા અને સોજા ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. તમે અશ્વગંધાનો ઉપયોગ કેપ્સ્યુલ, પાવડર કે ઉકાળાના રૂપમાં કરી શકો છો.

બ્રાહ્મી : આયુર્વેદમાં બ્રાહ્મી જડી-બુટ્ટીનો ઉપયોગ પણ ઘણી બીમારીઓનો ઈલાજ કરવા માટે કરવામાં આવે છે. બ્રાહ્મીમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી ગુણ હોય છે. જે વાઇરસ અને બેક્ટેરિયા અથવા સંક્રમણથી આપણો બચાવ કરે છે. બ્રાહ્મી ધ્યાનની ઉણપ અને અત્યાધિક સક્રિયતાની બીમારીના લક્ષણો દૂર કરવામાં પણ મદદ કરે છે. આ બીમારીને ADHD કહેવામાં આવે છે. બ્રાહ્મીમાં રહેલા ગુણ તણાવ અને ચિંતા દૂર કરવામાં પણ મદદ કરે છે.

નદ્યપાન જડ : નદ્યપાન જડ આયુર્વેદિક ચિકિત્સામાં એક કેન્દ્રિય સ્થાન રાખે છે. તેનો ઉપયોગ ઘણા રોગોને મટાડવા માટે કરવામાં આવે છે. નદ્યપાન સોજા મટાડવા, વાઇરસ અને બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. તે ઓરલ હેલ્થ માટે ખૂબ જ સારી જડી-બુટ્ટી છે. એટલું જ નહીં તેનો ઉપયોગ ત્વચા સાથે સંકળાયેલી બીમારીઓને દૂર કરવા માટે પણ થાય છે.

ગોટુ કોલા : આયુર્વેદમાં ગોટુ કોલાને દીર્ઘાયુની જડી-બુટ્ટી પણ કહેવામાં આવે છે. ગોટુ કોલા એક લોકપ્રિય આયુર્વેદિક જડી-બુટ્ટી છે. તેનો ઉપયોગ ઘણી બીમારીઓને મટાડવા માટે કરવામાં આવે છે. તે એક બેસ્વાદ અને ગંધહીન છોડ છે. જેમાં પંખાના આકારના લીલા પાન હોય છે. આ છોડ પાણી અને તેની આસપાસ ઊગે છે. તે સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના ઉપયોગથી ઘૂંટણના દુખાવામાં પણ રાહત મળે છે.

એલચી : એલચીને મસાલાની રાણી પણ કહે છે. પ્રાચીન કાળથી આયુર્વેદમાં એલચીનો ઉપયોગ બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે તમે એલચીને તમારા આહારમાં સમાવિષ્ટ કરી શકો છો. એલચીમાં રહેલા તત્વો તમને ઘણા રોગોથી બચાવે છે.

આયુર્વેદિક જડી-બુટ્ટી અને મસાલાને સામાન્ય રીતે સુરક્ષિત ગણવામાં આવે છે. છતાં પણ તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. સાથે જ ડોક્ટરની સલાહ વગર કોઈ પણ ઔષધિનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment