ગમે તેટલું ખાય લે તો પણ નથી વધતો કોરિયન મહિલાઓનો વજન, તમે પણ અજમાવો આ એક ટ્રિક… કાયમ દેખાશો પાતળા અને આકર્ષક…

જેમ કે કદાચ તમે પણ ક્યારેક કોઈ સ્લીમ ટ્રીમ મહિલાને જોશો તો કહી ઉઠશો, ‘વાઉ પણ જો કોઈ આવી સ્લીમ ટ્રીમ મહિલાને જોશે તો કદાચ ઈર્ષાથી બળી જશે. પણ આપણે અહી જો કોરિયન મહિલાની વાત કરીએ તો તેમનું ફિગર એટલું સ્લીમ ટ્રીમ હોય છે તમે પણ તેનો રાજ જાણવાનું જરૂર પસંદ કરશો. ચાલો તો આ વિશે વધુ વિગતે જાણી લઈએ. 

કોરિયન મહિલાઓ પોતાના સ્લીમ ટ્રીમ ફિગરને લઈને આખી દુનિયામાં મશહુર છે. પોતાનું આ વ્યક્તિત્વ બનાવી રાખવા માટે આ મહિલાઓ માત્ર બેલેસ્ડ ડાયેટ ફોલો કરે છે. એટલું જ નહિ તેઓ ઘરે બનેલ ભોજન પણ ખાય છે અને ખુબ જ ચાલવાનું પસંદ કરે છે. તમે ક્યારેય કોરિયન ફિલ્મ, મ્યુઝીક વિડીયો અથવા ટીવી શો જોયા હશે, તો અનુભવ્યું હશે કે મોટાભાગે આ લોકો ખુબ જ ફીટ દુબળા અને સ્વસ્થ હોય છે. એટલે સુધી કે તમે કોરિયાના રસ્તા પરથી પસાર થાવ છો તો ભાગ્યે જ કોઈ અનફીટ લોકો તમને જોવા મળશે.

આ લોકોમાં કોઈ યુવાન હો, આડેધ હોય અથવા તો 70 વર્ષના વડીલ દરેક લોકો સારા એવા પ્રમાણમાં ફીટ દેખાય છે. ખાસ કરીને કોરિયાઈ મહિલાઓ પોતાના સ્લીમ ટ્રીમ ફિગર માટે આખી દુનિયામાં પ્રખ્યાત છે. તો તમે પણ જરૂર જાણવા માંગતા હશો કે છેવટે કોરિયન મહિલાઓનો વજન કેમ નથી વધતો. ચાલો તો તમને કોરિયાઈ મહિલાઓના આ રહસ્ય વિશે જાણી લઈએ.

1) ડાયેટમાં સામેલ હોય છે ફર્મેન્ટેડ ફૂડસ : જ્યાં સુધી કોરિયાઈ મહિલાઓની વાત કરીએ તો તેના દરેક મિલની સાથે એક સાઈડ ડીશ જરૂર હોય છે. જે સામાન્ય રીતે ફર્મેન્ટીડ હોય છે. આ ફર્મેન્ટીડ ફૂડસ આંતરડા માટે ખુબ જ સારા હોય છે અને પાચન સ્વાસ્થ્યમાં સુધાર કરે છે. આ સિવાય તે પ્રતિરક્ષા પ્રણાલી મજબુત કરે છે અને વજન પણ ઓછો કરે છે.

2) બેલેસ્ડ ડાયેટ ફોલો કરે છે : કોરિયાઈ મહિલાઓ સંતુલિત આહારને ફોલો કરે છે. તે બધું જ પ્રકારનું ફૂડસ ખાય છે. પ્રોટીનથી લઈને કાર્બ અને ફેટ સુધી એક હેલ્દી કોરિયાઈ ડાયેટમાં આ બધું જ હોય છે. પણ એક સંતુલિત રૂપમાં આ સિવાય કોરિયાઈ પોર્શન સાઈઝ પર પણ ખુબ ધ્યાન આપે છે. તેઓ વધુ ખાવાથી બચે છે અને દરરોજની એક્ટીવીટીમાં ફીઝીકલ એક્ટીવીટી પણ કરે છે.

3) શાકભાજી મહિલાઓની પહેલી પસંદ હોય છે : આપણે ભારતીય લોકો જ્યાં શાકભાજી ખાવાથી બચીએ છીએ, જયારે કોરિયાઈ મહિલાઓ શાકભાજી ખાવા પર ભાર આપે છે. જો તમે ક્યારેક પારંપરિક કોરિયાઈ વ્યંજનોનો આનંદ લો તો તમને શાકભાજીની દરેક આઈટમ જોવા મળશે. આમ કોરિયાઈ લોકો શાકભાજી પસંદ કરે છે. જે તેના પાતળા, સ્વસ્થ અને ફીટ શરીરનું રહસ્ય છે. આ શાકભાજી રેશેદાર, સ્વસ્થ અને લો કેલેરીથી ભરપુર હોય છે. આ શાકભાજીમાં ફાઈબર હોવાથી પેટ પણ ભરેલું રહે છે.

4) સી-ફૂડ છે હેલ્દી અને ફીટ રહેવાનું રહસ્ય : કોરિયાઈ સી-ફૂડ એટલે કે સમુદ્રી ભોજન મુખ્ય ખાદ્ય પદાર્થ માંથી એક છે. ફેટી ફીશ સિવાય અહીની મહિલાઓ સી વીડનું સેવન નિયમિત પકવાનથી લઈને સૂપ સુધી દરેક વસ્તુમાં કરે છે. વિટામીન અને મિનરલથી ભરપુર હોવાથી સી વીડ માં ખુબ જ ફાઈબર હોય છે. જે પાચન માટે સારું છે. પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ નથી લાગતી અને વજન નથી વધતો. 

5) ફાસ્ટ ફૂડ કરતા ઘરનું ભોજન ખાવાનું પસંદ કરે છે : ઘણી કોરિયાઈ મહિલાઓ ફીટ રહેવા માટે ફાસ્ટ ફૂડ કરતા ઘરનું ભોજન ખાવાનું પસંદ કરે છે. તેના કહ્યા અનુસાર વજન ઓછો કરવા માટે ઘરના ભોજન સિવાય સારું બીજું કશું નથી. પ્રોસેસ્ડ, અનહેલ્દી ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાથી વજન વધે છે સાથે ક્રોનિક ડીસીઝનું જોખમ પણ રહે છે.

6) ચાલવાનું પસંદ કરે છે : કોરિયામાં મોટાભાગે લોકો ચાલવાનું પસંદ કરે છે. તેઓ કોઈપણ જગ્યાએ જવા માટે કાર, બસ અથવા અન્ય વ્હીકલનો ઉપયોગ કરવા કરતા ચાલવાનું વધુ પસંદ કરે છે. એક એક્ટીવ લાઈફ સ્ટાઈલ જ મોટાભાગની મહિલાઓ ને સ્વસ્થ અને વજન ઓછો કરવામાં મદદ કરે છે.

આથી જો તમે પણ કોરિયાઈ મહિલાઓની જેમ ફીટ અને હેલ્દી રહેવા માંગો છો તો તેના દ્વારા ફોલો કરેલ ડાયેટ અને એક્ટીવીટીને અપનાવીને જીવી શકો છો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment