99% લોકોને નથી ખબર અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ માથા વાળ… દરરોજ માથા વાળ ધોતા હોવ તો જાણી લો આ માહિતી…

લગભગ મહિલાઓ પોતાના વાળને લઈને ખુબ જ પરેશાન હોય છે. દરેક મહિલા કાળા, સ્મૂથ, લાંબા અને સુંદર વાળની ઈચ્છા રાખતી હોય છે. પરંતુ ઘણી વખત યોગ્ય રીતે વાળની સંભાળ ન રાખવાથી વાળની સ્થિતિ ખરાબ થઇ જતી હોય છે. પરિણામે વાળ ખરવા, નબળા પડી જવા, વાળમાં ખોડો થવો, વાળનો ગ્રોથ અટકી જવો વગેરે જેવી સમસ્યા થતી હોય છે. પરંતુ આજે અમે તમને જણાવશું વાળને અઠવાડિયામાં કઈ રીતે અને કેટલી વાર ધોવા જોઈએ જેનાથી વાળ લાંબા, કાળા અને મુલાયમ બને છે.

વાળને રોજ ધોવા કે નહિ:- ઘણા લોકોને એવી આદત હોય છે કે વાળને રોજે ધોઈ નાખતા હોય છે પરંતુ વાળને રોજ ધોવા જોઈએ નહિ. આ ઉપરાંત વાળને લાંબો સમય સુધી પણ ધોયા વગર રાખવા જોઈએ નહિ. રોજે વાળ ધોવાથી વાળ નબળા પડી જાય છે. આ ઉપરાંત વાળ ધોવા માટે વપરાયેલા સાબુ અને શેમ્પુ કેમિકલની મદદથી બનતા હોય છે. એવામાં તમે જો રોજે વાળ ધોવો છો તો તે કેમિકલ યુક્ત સાબુ અને શેમ્પુના કારણે તમારી સ્કેલ્પ ડ્રાઈ એટલે કે સુકી થઇ જાય છે. જેના કારણે તમારા વાળ બેજાન થઇ જાય છે અને વાળનો ગ્રોથ થતો અટકી જાય છે.વાળને ક્યારે ધોવા:- હવે સવાલ એ થાય કે વાળને રોજે ધોવા જોઈએ નહિ. તો વાળને ક્યારે ધોવા જોઈએ!વાળને અઠવાડિયામાં કેટલી વાર ધોવા જોઈએ તે વાળના પ્રકાર પર આધાર રાખે છે. ઘણા લોકોના વાળ વાંકડિયા હોય છે તો ઘણા લોકોના સ્ટ્રેઈટ અને ઓઈલી વાળ હોય છે.

જે લોકોના વાળ કર્લી એટલે કે વાંકડિયા છે તે લોકો લાંબા સમય સુધી પોતાના વાળ ન ધોવે તો પણ તેના વાળ બેજાન દેખાતા નથી. તેથી વાંકડિયા પ્રકારના વાળ ધરાવતા લોકો અઠવાડિયામાં એક વખત વાળ ધોવે તો પણ તેમના વાળ સારા રહે છે.પરંતુ જે લોકોના વાળ પાતળા અને ઓઈલી છે તેમણે પોતાના વાળ અઠવાડિયામાં બે વખત ધોવા જોઈએ. કારણ કે જો પાતળા અને ઓઈલી વાળને વધારે સમય સુધી ધોવામાં ન આવે તો તે વાળ નબળા અને બેજાન થવા લાગે છે. માટે અઠવાડિયામાં બે વખત વાળ બરાબર રીતે શેમ્પુ કરીને ધોઈ લેવા.

જો તમારા વાળ વધારે પડતા જ ઓઈલી હોય તો તમે વાળ ધોતી વખતે ડ્રાઈ શેમ્પુનો ઉપયોગ કરી શકો છો. આ ઉપરાંત વાળને શેમ્પુથી ધોયા બાદ વાળમાં શેમ્પુની સુગંધ આવતી હોય છે. જ્યારે વાળમાંથી શેમ્પુની સુગંધ જતી રહે તમે ત્યારે પણ વાળ ધોઈ શકો છો.વાળ ધોવાની રીત:- વાળને ધોતા પહેલા વાળમાં તેલ જરૂર લગાવવું જોઈએ. તેનાથી વાળમાં આસ-પાસ સુરક્ષા લેયર બની જાય છે. આ લેયર વાળ ધોતા સમયે થતા નુકશાનથી બચાવી શકે છે. આ ઉપરાંત આવું કરવાથી તમારા વાળ મોઈસ્ચરાઈઝ થઇ જશે અને તેની ચમક પણ વધશે. વાળને ધોતા પહેલા, 10 મિનીટ પહેલા વાળમાં નીરીયેળના તેલની અથવા ઓલીવ ઓઈલની માલીશ કરવી જોઈએ. તેલની માલીશ કર્યા બાદ 10 મિનીટ પછી વાળ ધોવાની શરૂઆત કરવી જોઈએ.વાળ ધોતા પહેલા વાળને બરાબર રીતે ભીના કરી લેવા જોઈએ.

ત્યાર બાદ વાળમાં શેમ્પુ લગાવવું જોઈએ. વાળના મૂળમાં એટલે કે સ્કેલ્પમાં વધારે તેલ રહેલું હોય છે તેથી તેને સાફ કરવું ખુબ જ જરૂરી છે. સૌથી પહેલા વાળના સ્કેલ્પથી શેમ્પુ લગાવવાનું શરુ કરવું. સ્કેલ્પમાં બરાબર શેમ્પુ લાગી જાય ત્યાર બાદ બાકીના વાળમાં શેમ્પુ લગાવવું. ત્રણથી ચાર મિનીટ સુધી વાળને હળવા હાથે સ્ક્રબ કરવા. ત્યાર બાદ વાળને ઠંડા પાણીથી ધોઈ લેવા. બધું શેમ્પુ બરાબર નીકળી જાય તે રીતે વાળને ધોઈ લેવા.વાળને શેમ્પુ કર્યા બાદ તેમાં કંડીશનર કરવું. કંડીશનર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે વાળના સ્કેલ્પમાં લગાવવું નહિ. તમારા વાળના છેડેથી લઈને તમારા વાળના 2/3 ભાગમાં જ કંડીશનર લગાવવું. કંડીશનર લગાવ્યા બાદ તે 2 થી 3 મિનીટ વાળમાં રહેવા દેવું પછી વાળને પાણીથી ધોઈ લેવા. વાળને ક્યારેય ગરમ પાણીથી ધોવા નહિ જયારે પણ વાળ ધોવો તો તેના માટે હંમેશા ઠંડા પાણીનો જ ઉપયોગ કરવો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment