શિયાળામાં આ કારણે આંખો થઈ જાય છે લાલ, જાણો શિયાળામાં આંખોને સુરક્ષિત રાખવાના સરળ ઉપચારો…

મિત્રો તમે જાણો છો તેમ હવે શિયાળાની શરૂઆત થતા જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. પણ ઘણા લોકોને ઠંડીની એલર્જી પણ હોય છે જેમ કે કોઈકના હાથની ચામડી ઉખડે છે. તો કોઈને આંખ લાલ થઇ જાય છે. જો કે આ સમસ્યા શિયાળામાં વધુ થાય છે. પણ તમે જાણો છો કે આ સમસ્યા શિયાળામાં જ કેમ થાય છે. તેમજ તમે તેને દુર કેવી રીતે કરી શકો છો. આપણે આ લેખમાં આજે શિયાળામાં જે લોકોને આંખ લાલ થઇ જાય છે તેના કેટલાક ઉપાય વિશે જાણીશું. 

શિયાળામાં ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ સમસ્યાઓમાં આંખમાંથી પાણી આવવું અને આંખો લાલ થવી સમાવિષ્ટ છે. તેની સાથે જ અમુક લોકોની આંખોમાં ઘણો દુખાવો રહે છે. આ સ્થિતિ ખુબજ અસહનીય હોય છે. તે સિવાય એલર્જીના કારણે પણ આંખો લાલ થઈ શકે છે. આ સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ જેથી, ઠંડીમાં આંખો લાલ થવાની સમસ્યાને ઘટાડી શકાય. આજે અમે તમને આ લેખમાં શિયાળામાં આંખો લાલ થવાની સમસ્યાને ઘટાડવાના ઉપાયો જણાવીશું. આવો જાણીએ આંખોની લાલાશ કેવી રીતે ઓછી કરવી?કેમ થઈ જાય છે આંખો લાલ?:- ઠંડી હવાઓના કારણે, એલર્જી, આંખોનો થાક, વાયુ પ્રદૂષણ, ધૂળ-માટી, લાંબા સમય સુધી કોંટેક્ટ લેન્સ લગાડી રાખવા 

આંખોની લાલાશ કેવી રીતે ઓછી કરવી?:-

1) આંખોની દવા:- આંખોની લાલાશ અને ખંજવાળને મટાડવા માટે તમે ડોક્ટરની સલાહ મુજબ આઈ ડ્રોપ્સ લઈ શકો છો. આ ડ્રોપ્સથી તમને એલર્જી અને લાલાશથી છુટકારો મળી શકે છે. 

2) ગરમ શેક:- આંખોની લાલાશ દૂર કરવા માટે ગરમ શેક કરવો તમારા માટે લાભદાયી થઈ શકે છે. તેનાથી આંખોની ખંજવાળ અને લાલાશ ઓછી થઈ શકે છે. ગરમ શેક કરવા માટે એક સાફ કપડું લો. તેને ગરમ પાણીમાં ઝબોળીને નીચવી લો. ત્યાર બાદ આ કપડાથી આંખોનો શેક કરવો. તેનાથી તમને ખંજવાળ અને લાલાશમાં ઘણી રાહત મળે છે. 3) દૂધ અને મધ:- આંખોની લાલાશ ઘટાડવા માટે દૂધ અને મધનો ઉપયોગ કરી શકાય છે. તે માટે 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ લો. હવે બંનેને મિક્સ કરીને આંખોની આસપાસ લગાડો. તેનાથ આંખોને ઠંડક મળે છે. સાથે જ મધમાં રહેલ એન્ટિબેક્ટેરિયલ ગુણ આંખોની લાલાશ દૂર કરવામાં પણ અસરકારક થઈ શકે છે. 

4) એલોવેરાનો કરવો ઉપયોગ:- આંખોની લાલાશ મટાડવા માટે એલોવેરાનો ઉપયોગ કરી શકાય છે. તે તમારી આંખો માટે જડીબુટ્ટીની જેમ કાર્ય કરી શકે છે. તેનો પ્રયોગ કરવા માટે એલોવેરા જેલ લો. તેને થોડા સમય માટે ફ્રિજમાં રાખીને ઠંડુ કરો. હવે તેને તમારી આંખો પર લગાડીને થોડા સમય માટે છોડી દો. તેનાથી આંખોના સોજા અને લાલાશ મટી શકે છે. 

5) કાકડીનો ઉપયોગ કરવો:- આંખોની લાલાશ દૂર કરવા માટે કાકડીનો ઉપયોગ કરી શકાય છે. તેનો પ્રયોગ કરવા માટે કાકડીની બે સ્લાઈસ કાપી લો. હવે તેને તમારી આંખ પર લગાડીને થોડા સમય માટે છોડી દો. લગભગ 10 થી 15 મિનિટ પછી તેને આંખ પરથી દૂર કરી લો.તેનાથી આંખોની લાલાશ ઓછી થાય છે. સાથે જ તમારી આંખોને ઘણો આરામ પણ અનુભવાય છે. આમ તમે આંખની લાલાશ દુર કરવા માટે અહી આપેલ કેટલાક ઘરેલું ઉપાયો અપનાવી શકો છો. તેનાથી તમારી આંખની સમસ્યા દુર થાય છે. તમને આંખમાં રાહતનો અનુભવ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment