રોજ નસકોરા બોલતા હોય તો તરત જ કરાવો આ ટેસ્ટ | હોય શકે છે તમને આ બીમારી… જાણો સંપૂર્ણ માહિતી..

રોજ નસકોરા બોલતા હોય તો તરત જ કરાવો આ ટેસ્ટ | હોય શકે છે તમને આ બીમારી… જાણો સંપૂર્ણ માહિતી..

મિત્રો તમે જોયું હશે કે, ઘણા લોકોને સૂતા પછી નસકોરા બોલતા હોય છે. એવું કહેવામાં આવે છે જે લોકો નસકોરા બોલાવતા હોય છે એ ખુબ જ ગાઢ નિંદરમાં સુતા હોય છે. જ્યારે અમુક લોકો એવા હોય છે જેને પથારીમાં પડતાની સાથે નીંદર આવી જતી હોય અને થોડી જ મિનીટોમાં નસકોરા બોલવા લાગે છે. જો કે ક્યારેક નસકોરા બોલે તે બરાબર છે પણ કાયમ માટે નસકોરા બોલવા એ બાબતને નજરઅંદાજ ન કરવી, કેમ કે એ કોઈ બીમારીનો સંકેત પણ હોય શકે છે.

વધુ પડતા નસકોરા જ્યાં એક બાજુ વ્યક્તિને અસામાજિક બનાવે છે, અને બીજી બાજુ ઘણી વખત તેનું કારણ જીવનસાથી સાથે ઝગડાનું કારણ પણ બની શકે છે. પણ વાસ્તવમાં તેની પાછળ ઘણા શારીરિક દોષ પણ રહેલા હોય છે. ચાલો તો આપણે જાણી લઈએ આ નસકોરાના ગણિત વિશે.

ક્યારે બોલે છે નસકોરા : નસકોરા માટે શ્વાસમાં આવતી અડચણ તેનું મુખ્ય કારણ હોય છે. શ્વસન તંત્રના ઉપરના ભાગ ફેરીક્સની માંસપેશીઓ શિથિલ થઈ જાય છે. જેના કારણે શ્વાસ અંદર લેવાની પ્રક્રિયાથી ધ્વની ઉત્પન્ન થાય છે. આ દરમિયાન આવતા ખુબ જ મોટા નસકોરા આ વાતનો સંકેત આપે છે કે, અટકાયેલી શ્વાસ પુનઃ આરંભ થઈ ગઈ છે.

આ સિવાય રાત્રી દરમિયાન શ્વાસ અટકવા પાછળના ઘણા કારણો હોય શકે છે. જેમાંથી મુખ્યત્વે વધુ પડતા તીવ્ર નસકોરા, નીંદર કટકે કટકે થવી, અનિંદ્રા, પથારી ભીની થવી, દિવસમાં ઉનીંદાપન, પર્યાપ્ત નીંદર સિવાય સ્વયંને તાજગી ભરેલા ન અનુભવવા, માથાનો દુઃખાવો, સ્ફૂર્તિમાં ઘટાડો થવો.

શારીરિક અને માનસિક બદલાવ : નસકોરા પ્રાયઃ મધ્યમ આયુષ વાળા વર્ગ (45 થી 55 વર્ષ) ને વધુ આવે છે. નસકોરા ખુબ જ તેજ અને નિયમિત અંતરાલમાં આવે છે. એવા સાથે સુનાર માટે નસકોરા બોલાવતા વ્યક્તિના હાથ-પગમાં થોડી હલચલ જોવા મળે છે. આવા વ્યક્તિઓમાં શારીરિક અને માનસિક રૂપથી ઘણા પ્રકારના બદલાવ જોવા મળે છે.

તેમાંથી ડિપ્રેશન, નિર્ણય લેવાની ક્ષમતા પ્રભાવિત થવી, યાદ શક્તિ કમજોર થવી, કોઈ કાર્ય કે વિશેષ વાત પર ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો થવો જેવા લક્ષણ જોવા મળે છે. આ રીતે જ રાત્રે નીંદર ન આવવાથી દિવસમાં ઉનીંદાપન, માથાનો દુઃખાવો, વજનમાં વધારો થવો, કામમાં અરુચિ જેવા લક્ષણ પણ જોવા મળે છે.બીમારીઓની દવાના કારણે પણ આવે છે નસકોરા : નસકોરા બોલવાના ઘણી અન્ય બીમારીની પણ જવાબદાર છે. જેમ કે થાઈરોઈડ ગ્રંથિ ઓછી કામ કરવી, વાઈ આવવી, ડિપ્રેશન, નાર્કોલેપ્સી, વગેરે. ઘણી ઔષધીઓનું સેવન પણ નસકોરા માટે જવાબદાર હોય છે. તેને નજરઅંદાજ ન કરવું જોઈએ. તેમાં પણ વિશેષ રૂપે વાઈની નિવારક દવાઓ અને ટેસ્ટોસ્ટેરોન સામેલ છે.

આ માટે કરાવો આ ટેસ્ટ : નસકોરાથી પરેશાન લોકોએ રક્ત તેમજ હિમોગ્લોબીનની તપાસ કરાવવી જોઈએ. જેમાં લાલ રક્ત કણિકાઓની સંખ્યાની જાણ થાય છે. જે આ સ્થિતિમાં સામાન્ય કરતા વધુ હોય છે. રક્તમાં ઓક્સિજનના સ્તર તપાસ માટે થાઈરોઈડ (ટી-3, ટી-4 ટીએસએચ વગેરે) તેમજ પૉલીસોમ્નોગ્રાફી પરીક્ષણ કરાવો.આમ તમને પણ જો રાત્રે સુતી વખતે નસકોરા બોલે છે તેમજ આ સમસ્યા કાયમ માટેની છે તો તમારે તેના સાચા કરણની તપાસ કરાવવી જોઈએ. તેમજ તે મુજબ દવા લેવી જોઈએ. જો કે ઘણી વખત અમુક દવાઓના સેવનથી પણ નસકોરા બોલે છે. આથી કોઈ પણ દવાઓ જો તમને આડ અસર કરે છે તો તરત જ ડોક્ટરને જાણ કરવી જોઈએ. તેમજ નસકોરાથી તમને કોઈ બીમારીથી નથીને તે પણ તપાસ કરાવવી જોઈએ.

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!