આ સસ્તા દાણા ખાવાથી મળશે બદામ જેવા લાભ, શરીરમાં થશે પાંચ ગજબના ચમત્કાર… પેટ, પાચનતંત્ર સુધારી માંસપેશી કરી દેશે મજબુત…. વાળ અને ચામડીના રોગોમાં મળશે રાહત…

મિત્રો આપણે જાણીએ છીએ કે સિંગદાણા ને ગરીબોની બદામ કહેવામાં આવે છે. બદામમાં પણ એટલા જ ગુણો રહેલા છે જેટલા બદામમાં રહેલા હોય છે. સિંગદાણાના સેવનથી તમારું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ સારું રહે છે. પણ જો તમે પલાળેલા સિંગદાણાનું સેવન કરો છો તો તમને સ્વાસ્થ્યના અનેક ફાયદાઓ મળે છે. 

મગફળી પોષણ અને ઘણા સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર હોય છે. આપણને બધાને મગફળીનું સેવન ખૂબ જ પસંદ હોય છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ. જોકે, જે લોકોને મગફળીથી એલર્જી હોય તેમને તેના સેવનથી બચવું જોઈએ. મગફળીને સુપર ફૂડ ગણવામાં આવે છે. તેમાં લગભગ બદામની સમાન જ પોષણ હોય છે. પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન ઇ અને હેલ્થી ફૈટ્સથી ભરપૂર હોય છે. તે સિવાય તેમાં ઝીંક, સેલેનિયમ અને કોપરની માત્રા પણ પ્રચુર હોય છે. જેનાથી તેનું સેવન શારીરીક સ્વાસ્થ્યથી લઈને માનસિક, ત્વચા અને વાળની હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.આપણે બધા જ મગફળીનું સેવન શેકીને, પોતાના વ્યંજનોમાં નાખીને, તેનું માખણ બનાવીને એમ ઘણા પ્રકારે કરીએ છીએ. પરંતુ શું ક્યારેય પાણીમાં મગફળી પલાળીને તેનું સેવન કર્યું છે? મોટા ભાગના લોકો એ નથી જાણતા કે, જો તમે મગફળીને આખી રાત પાણીમાં પલાળીને રાખો છો તો, તેનાથી તેમાં રહેલા એન્ટિ-ન્યુટ્રિએંટ્સ નષ્ટ થઈ જાય છે. જેનાથી સ્વાસ્થ્યને તેના ભરપૂર લાભ મળે છે. ક્લિનિકલ ન્યૂટ્રીશનિસ્ટ અને ડાયેટિશિયન ગરિમા ગોયલની વાત માનો તો, જો તમે દરરોજ સવારે પલાળેલી મગફળીનું સેવન કરો છો તો, તેનાથી સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. આ લેખમાં અમે તમને તેનાથી મળતા 5 જબરદસ્ત ફાયદાઓ જણાવી રહ્યા છીએ. 

પલાળેલી મગફળી ખાવાના ફાયદા:- 

1) સ્વસ્થ પાચનને વધારો મળે છે:- જો તમને પાચનને લગતી કોઈ તકલીફ હોય તો તમે પલાળેલી મગફળીનું સેવન કરી શકો છો. તેમજ પેટની અનેક બીમારીઓને પોતાનાથી દુર રાખી શકો છો. પલાળેલી મગફળીનું સવારે સેવન કરવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને પોષકતત્વોના અવશોષણમાં પણ સુધારો થાય છે. તે પેટની ઘણી સમસ્યાઓથી તમને બચાવે છે.2) માંસપેશીઓને મજબૂત બનાવે છે:- શરીરના સ્નાયુઓને મજબુત બનાવવા માટે માટે તમે પલાળેલી મગફળીનું સેવન કરી શકો છો. જેનાથી તમારા સ્નાયુઓ મજબુત બને છે. પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે માંસપેશીઓને વધારવા અને તેમના વિકાસ માટે પણ પલાળેલી મગફળી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. 100 ગ્રામ મગફળીમાં લગભગ 25 ગ્રામ પ્રોટીન રહેલું હોય છે. પ્રોટીન સ્વાસ્થ્ય માટે જરૂરી મેક્રોન્યુટ્રિએંટ્સ છે. 

3) હ્રદય માટે ખૂબ જ લાભદાયી છે:- જે લોકોને હૃદયને લગતી કોઈ તકલીફ છે તેઓ પલાળેલી મગફળીનું સેવન કરી શકો છો. મગફળી હેલ્થી ફૈટ્સથી ભરપૂર હોય છે. તે કોલેસ્ટ્રોલના નિયંત્રણમાં પણ મદદ કરે છે. તે મેટાબોલીજ્મને વધારવામાં મદદરૂપ છે અને બ્લડ સર્ક્યુલેશન વધારે છે. જેનાથી તમારા હ્રદયને પર્યાપ્ત પોષણ મળે છે અને ફંક્શન સરખું કરે છે. 4) મસ્તિષ્ક માટે લાભદાયી:- મગજનું સ્વાસ્થ્ય સારું રાખવામાં પણ મગફળી ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. બદામની જેમ જ મગફળી ખાવાથી પણ સ્વાસ્થ્યને વધારો આપવામાં મદદ મળે છે. તે યાદશક્તિમાં સુધારો કરે છે અને મગજ ઝડપી કરે છે.

5) ત્વચા અને વાળ માટે લાભદાયી:- જે લોકોને ત્વચા અને વાળને લગતી કોઈ સમસ્યા છે તેઓ પલાળેલી મગફળીનું સેવન કરી શકો છે. મગફળી ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ લાભદાયી છે. પ્રોટીન અને ઘણા જરૂરી પોષકતત્વોથી ભરપૂર હોવાને કારણે તે તમને સ્વસ્થ વાળ અને ત્વચા મેળવવામાં મદદ કરે છે.  આમ મગફળીના અનેક ફાયદાઓ તમારા સ્વાસ્થ્યને સારું રાખવામાં મદદ કરે છે. શરીર તંદુરસ્ત રહે છે. રોગો સામે રક્ષણ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment