આ 5 લોકો માટે કાચું પપૈયું છે ઝેર સમાન, ખાતા પહેલા જાણી લેજો આ ખાસ માહિતી, નહિ તો શરીરને થઈ શકે છે આવા નુકશાન…

મિત્રો ફળો જેવા કે કેરી, કેળા, પપૈયા, દ્વાક્ષ, મૌસબી, સંતરા, ચીકુ વગેરે તમે ખાતા હશો. તેમાંથી ઘણા એવા ફળ છે જેને તમે કદાચ કાચા પણ ખાતા હશો. પપૈયું પણ તમે બજારમાં કાચું વેચાતું જોતા હશો અને મોટાભાગના લોકો આ કાચા પપૈયાની ચટણી કરીને ખાય છે. પરંતુ ખુબ જ વધુ પ્રમાણમાં કાચું પપૈયું ખાવું તમારા સ્વાસ્થ્યને નુકશાન કરી શકે છે. ખાસ કરીને કહેવાય છે કે, ગર્ભવતી મહિલાએ કાચું તેમજ પાકું બંને માંથી કોઈ પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. શા માટે ચાલો તેના વિશે વિગતે જાણીએ.

સારા સ્વાસ્થ્ય માટે પપૈયું ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. પપૈયામાં વિટામીન એ, વિટામીન સી, વિટામીન ઈ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા આવશ્યક પોષક તત્વો મળે છે. જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી માનવામાં આવે છે. પરંતુ જાણવા મળતી માહિતી મુજબ જો તમે ખુબ વધુ પ્રમાણમાં કાચા પપૈયાનું સેવન કરો છો, તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

ચાલો તો જાણી લઈએ કાચા પપૈયામાં એવી કંઈ વસ્તુઓ છે જે શરીરને નુકશાન કરી શકે છે. તો ચાલો જાણીએ ક્યાં લોકોએ કાચા પપૈયાનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ચાલો તો આ લેખમાં તેના વિશે વધુ જાણી લઈએ. તો ચાલો જાણીએ કાચું પપૈયું ખાવાથી થતા નુકશાન.

1 ) ગર્ભાવસ્થા : સામાન્ય રીતે ગર્ભાવસ્થામાં મહિલાઓને કાચું કે, પાક્કું કોઈ પણ પપૈયું ન ખાવાની સલાહ આપવામાં આવે છે. કાચા પપૈયામાં પપૈન નામનું પદાર્થ હોય છે. જે એક પ્રોટીયોલાઈટીક એન્જાઈમ છે. તે ગર્ભાશયના સંકોચનનું કારણ બની શકે છે. જેના કારણે ગર્ભપાત થઈ શકે છે. આથી ગર્ભવતી મહિલાએ ક્યારેય પણ પપૈયાનું સેવન ન કરવું જોઈએ. પપૈયાની તાસીર ગરમ હોય છે.

2 ) ડાઈજેશન : જો કે તમે કાચા પપૈયાને યોગ્ય માત્રામાં ખાવ છો તો તમારું પાચન સારું રહી શકે છે. આથી તે પાચન માટે સારું છે. પરંતુ જ્યારે તમે કાચા પપૈયાનું સેવન વધુ પ્રમાણમાં કરો છો તો તેમાં રહેલ પપૈન તત્વ પાચન સંબંધી પરેશાની ઉત્પન્ન કરી શકે છે.

3 ) ઉલ્ટીની સમસ્યા : જો તમે કાચા પપૈયાનું વધુ પ્રમાણમાં સેવન કરો છો તો તમને ઉલ્ટી, ઉબકાની પરેશાની થઈ શકે છે. કાચા પપૈયામાં લેટેક્સ હોય છે, જેમાં પપૈન નામનું એન્જાઈમ હોય છે, જેનું વધુ પ્રમાણમાં સેવન કરવાથી અન્નપ્રણાલીને નુકશાન થઈ શકે છે અને તમને ઉલ્ટી-ઉબકાની સમસ્યા થઈ શકે છે.

4 ) અસ્થમાની સમસ્યા : જો તમે કાચા પપૈયાનું વધુ સેવન કરો છો તો તમને ગભરાહટ જેવું અનુભવ થાય છે. જેને કારણે તમારો જીવ મૂંઝાય છે. આથી જે અસ્થમાના દર્દી છે તેમણે તો ખાસ કરીને કાચા પપૈયાનું સેવન ન કરવું જોઈએ.

5 ) એલર્જીની સમસ્યા : તમને જણાવી દઈએ કે, કાચા પપૈયામાં રહેલ પપૈન તત્વ તમારા માટે એલર્જીનું કારણ બની શકે છે. જો તમે વધુ પ્રમાણમાં કાચા પપૈયાનું સેવન કરો છો તો તમારા પેટમાં સોજો, રેશેજ, ચક્કર આવવા જેવી પરેશાની થઈ શકે છે. આથી જો તમને આવી કોઈ પરેશાની છે તો તમારે પપૈયાના સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

આમ કાચું પપૈયું ગર્ભવતી મહિલાથી લઈને જે લોકોને પેટને લગતી તકલીફ છે, અસ્થમાની તકલીફ છે, એલર્જીની તકલીફ છે, ઉલ્ટીની તકલીફ છે તેમણે સેવન ન કરવું જોઈએ. તેનાથી તમારી સમસ્યા વધી શકે છે. તેમજ દરેક વસ્તુઓનું સીમિત માત્રામાં સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આથી વધુ સેવન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment