દરરોજ પાપડના સેવનથી શરીરને થાય છે આવા ભારે નુકશાન, ખાતા પહેલા જાણી લો આ ખાસ માહિતી.

મિત્રો આપણા ગુજરાતી ભોજનમાં અડદના પાપડ એક મહત્વનું સ્થાન ધરાવે છે. પરંતુ ઘણા જાણકારો અને મોટા ડોક્ટરોનું કહેવું છે કે, પાપડ ખાવા એ આપણા સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તો આવું શા માટે ? તેવો આપણને પ્રશ્ન થાય. તો આજે અમે તમને પાપડ ખાવાના અમુક નુકશાન વિશે જણાવશું. તો ચાલો જાણીએ પાપડ ખાવાના નુકશાન વિશે.

મિત્રો પાપડની મુખ્ય સામગ્રીમાં નમક હોય છે. તેનો ઉપયોગ મધ્યમ માત્રામાં પાપડને સ્વાદિષ્ટ બનાવવામાં આવે છે અને તે સંરક્ષકના રૂપે કામ કરે છે. લગભગ ભારતીય ભોજનમાં નમક અને મસાલા વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે, આપણે ભોજનમાં જ એટલું નમક લેતા હોઈએ છીએ જેટલું આપણા શરીરને જરૂરી હોય, પરંતુ ઘણા લોકો તેનાથી પણ વધારે નમકનું સેવન ભોજનમાં કરતા હોય છે. પરંતુ પાપડ સાથે લેવામાં આવતું નમક આપણને બ્લડ પ્રેશર, પાણીપીસ, પેટના સોઝા, તરસ વધારે લાગવી, ડાયાબિટીસ જેવી સમસ્યા આપી શકે છે. માટે પાપડનું સેવન ન કરવું હિતાવહ રહે છે.

અમુક પાપડમાં અલગ અલગ માત્રામાં મસાલા નાખવામાં આવતા હોય છે, જે મધ્યમથી લઈને ખુબ જ વધારે પ્રમાણમાં હોય છે. સામાન્ય રીતે મસાલા ખાવા આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ નથી, પરંતુ અન્ય બધી જ વસ્તુની જેમ, તેની ઉપયોગ વધારે માત્રામાં કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક થાય છે. તો લગભગ મસાલેદાર પાપડ હોય તેમાં વધારે પ્રમાણમાં જ મસાલા હોય છે, અને તેના કારણે એસિડીટી અને પાચનને લગતી સમસ્યા થવાની સંભાવના રહે છે.પાપડનું સેવન કરવામાં આવે તો તેના લોટનું સ્તર આંતરડા સાથે ચોંટી જાય છે, તેના કારણે આંતરડામાં કફ અને ગેસ્ટ્રીક જેવી સમસ્યા થાય છે. માટે પાપડ કફ પણ કરાવી શકે છે. કફની સમસ્યા પાપડના કારણે વધુ થાય છે.

જો ફ્રાય કરેલા પાપડનું સેવન કરવામાં આવે તો એ આપણા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધારી શકે છે. પરંતુ ઘણા લોકોને એવી આદત હોય છે કે, હોટેલમાં જઈને ફ્રાય પાપડનું સેવન કરતા હોય છે. તો તમને જણાવી દઈએ કે હોટેલમાં ક્યારેય પણ ફ્રાય પાપડનું સેવન ન કરવું જોઈએ. કેમ કે ત્યાં તળવામાં આવતા પાપડનું તેલ અનેક વાર ઉપયોગમાં લેવાયેલું હોય છે. જે તમારા બેડ કોલેસ્ટ્રોલ વધારે છે. હોટેલમાં મળતા પાપડ ગુણવત્તા વગરના તેલમાં તળાયેલા હોય છે. જે હૃદયને લગતી સમસ્યા અને ડાયાબિટીસનું કારણ પણ બની શકે છે.મિત્રો બે પાપડની અંદર એક રોટલી બરાબર કેલેરી હોય છે. પરંતુ રોટલી આપણા આંતરડામાંથી પસાર થઈ જાય, પરંતુ પાપડનો લોટ આપણા આંતરડા સાથે ચોંટી જાય છે. પાપડ આપણા પેટની અંદર લાંબા સમય સુધી રહે છે, જેના કારણે પેટમાં જ તે સડવા લાગે છે અને તેનાથી પેટમાં બિનજરૂરી બેક્ટેરિયા બનવા લાગે છે. જે આપણા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.આંતરડાની અંદરની પરતને પાપડ ખુબ જ નુકશાન કરે છે. તેનાથી આંતરડાની બીમારીઓ અને એસિડ રીફ્લેક્શન જેવી સમસ્યા થાય છે. આંતરડાની પચાવવાની ક્ષમતાને ઓછી કરવા લાગે છે. તેમજ પાપડ આપણા આંતરડામાં વિટામીન અને મિનરલને ઓછું કરી નાખે છે. જે આપણને પણ કમજોર બનાવે છે.

જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે પાપડનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. કેમ કે તે ભોજન સાથે પાપડનું સેવન કરે તો તેને પાચન નથી થતું. તેનાથી અન્ય પણ સમસ્યાઓ થાય તેવી સંભાવના રહે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment