સવારે પેટ સાફ નથી આવતું, તો રાતે સુતા પહેલા ખાઈ લ્યો આ 1 વસ્તુ… સવારે પેટ અને આંતરડા સાફ કરી વર્ષો જૂની કબજિયાત પાડી દેશે છૂટી… જાણો કબજિયાતના દેશી તોડ

મિત્રો આપણા પેટને લગતી અનેક સમસ્યાઓમાં એક મુખ્ય સમસ્યા કબજિયાતની છે. જે તમારા અનેક રોગની મૂળ બની શકે છે. આથી જો તમને કાયમ માટે કબજિયાત રહેતું હોય તો તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને તેને દુર કરી શકો છો. કબજિયાત એક એવી બીમારી છે જે શરીરમાં ગંદકી ભેગી કરે છે. જે રોગને જન્મ આપે છે. પેટના આ કબજીયાતના રોગને દુર કરવા માટે તમે અનેક દવાઓનું સેવન કરતા હશો પણ કાયમ માટે દવાઓનું સેવન હાનીકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને આ લેખમાં એવી 5 વસ્તુઓ વિશે જણાવીશું જેનું સેવન કરવાથી તમારું પેટ એકદમ સાફ થઇ જાય છે. તેમજ આ વસ્તુઓ તમને જોઈ નુકશાન પણ નથી કરતી. 

આપણાં માંથી મોટાભાગના લોકો અવારનવાર પેટ સંબંધી સમસ્યાઓનો સામનો કરતાં હોઈએ છીએ. તેનું એક મોટું કારણ આપની ખરાબ ખાણીપીણી છે. સાથે જ ફાઈબરથી ભરપુર ફૂડ્સનું સેવન કરવું જોઈએ નહીં. કબજિયાતથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ પ્રકારના ઘરેલુ નુસ્ખા અજમાવતા હોય છે, પરંતુ ઘણી વખત આ નુસ્ખા ફાયદાને બદલે સ્થિતિને વધારે ખરાબ બનાવે છે. માટે કબજિયાત થાય ત્યારે કઈ પણ ખાધા પહેલા ખૂબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. જોકે, એવા ઘણા ફૂડ્સ છે જે, કબજિયાતથી છૂટકારો અપાવવામાં ફાયદાકારક છે. આપણી આસપાસ એવા ઘણા ફૂડ્સ છે જેનું સેવન તમે કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરી શકો છો. આજે અમે આ લેખમાં એવા 5 ફૂડ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેનું સેવન રાત્રે કરવાથી સવારે પેટ સરળતાથી સાફ થઈ જાય છે. 

કબજિયાતથી છુટકારો મેળવવા માટે રાત્રે ખાઓ આ 5 વસ્તુઓ:- 

1) ત્રિફલા ચૂર્ણ:- કબજિયાતથી છુટકારો મેળવવા માટે આ એક પ્રાચીન નુસ્ખો છે. આયુર્વેદ મુજબ, ત્રિફલા એન્ટિ ઇમ્ફ્લેમેટરી અને એંટીઓક્સિડેંટ ગુણોથી ભરપૂર હોય છે. તમે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી સાથે ત્રિફલા ચૂર્ણનું સેવન કરી શકો છો. તેનાથી સવારે તમને મળત્યાગમાં ઘણી સહાયતા મળે છે. 2) મુનક્કા અને ખજૂર:- બંને ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે. સાથે જ જ્યારે તેમને રાત્રે દૂધમાં ઉકાળીને ખાવામાં આવે છે, તો તે પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. તે મળ ત્યાગમાં સહાયતા કરે છે. તે માત્ર કબજિયાતથી છુટકારો અપાવવા જ નહીં પરંતુ ઘણા અન્ય સ્વાસ્થ્ય લાભ મેળવવામાં પણ મદદ કરે છે. 

3) મધ:- જો તમે રાત્રે નવશેકા પાણીમાં 1-2 ચમચી મધ નાખીને તેનું સેવન કરો તો તે પાચનને સરળ બનાવવામાં મદદ કરે છે. તમે ચાહો તો, નવશેકા પાણીમાં મધ નાખીને પણ તેનું સેવન કરી શકો છો. તેનાથી સવારે સરળતાથી પેટ સાફ થાય છે.4) ઈસબગુલ:- પેટમાં ગેસ, અપચો અને અન્ય પેટ સંબંધી સમસ્યાઓ માટે ઈસબગુલનું સેવન ખૂબ જ ફાયદાકારક હોય છે. તે કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવા માટે ખૂબ જ અસરકારક ઉપાય છે. તમે દૂધમાં ઈસબગુલ મિક્સ કરીને રાત્રે સૂતા પહેલા તેનું સેવન કરી શકો છો. તમે ચાહો તો દહીં સાથે પણ ઈસબગુલ લઈ શકો છો. તેનાથી કબજિયાતથી જલ્દી છુટકારો મળે છે. 

5) અળસિના બીજ:- જો તમે રાત્રે સૂતા પહેલા પલાળેલા અળસિના બીજ ખાઓ છો તો, કબજિયાતની સમસ્યાથી છુટકારો અપાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તે સિવાય તમે અળસિના બીજનો પાવડર બનાવીને પણ ગરમ દૂધ કે પાણીમાં નાખીને મિક્સ કરી શકો છો. પરંતુ એક ચમચી પાવડરથી વધારે ન લેવો. આમ આ વસ્તુઓ દેશી ઉપાય હોવાથી તમારા સ્વાસ્થ્યને કોઈ નુકશાન પણ નથી થતું. અને તમારું સ્વાસ્થ્ય એકદમ સ્વસ્થ રહે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment