સવાર સાંજ પાણીમાં એક ચપટી આનું સેવન ફટાફટ ઉતરશે તમારું વજન. જાણો ઘરે મફતમાં આ પાવડર બનવવાની રીત…

સવાર સાંજ પાણીમાં એક ચપટી આનું સેવન ફટાફટ ઉતરશે તમારું વજન. જાણો ઘરે મફતમાં આ પાવડર બનવવાની રીત…

નોર્મલ ડાયટ અને કસરતથી વજન ઓછું થવામાં ખુબ જ સમય લાગે છે. ઘણી વખત લોકોને ખબર નથી હોતી કે તેમણે પોતાની ડાયટમાં કંઈ વસ્તુઓને શામિલ કરીને વજન ઓછું કરી શકાય છે. આજે અમે તમને એક એવા ઉપચાર વિશે જણાવશું જેનું દરરોજ સેવન કરવાથી વજન ઝડપથી ઓછું થઈ શકે છે. અમે વાત કરી રહ્યા છીએ સુંઠની. મોટાભાગની મહિલાઓને લાગે છે કે, સુંઠની જગ્યાએ આદુનો પણ ઉપયોગ કરી શકાય છે, જે એકદમ ખોટું છે.

તમને જણાવી દઈએ કે આદું અને સુંઠ બંનેના ફાયદાઓમાં ઘણી સમાનતાઓ છે. પણ તે અલગ અલગ રીતે અસર કરે છે. તમને જણાવી દઈએ કે આદુમાં જીન્જરોલ નામનું કમ્પાઉન્ડ હોય છે. જ્યારે સુંઠ એટલે કે સુકવેલા આદુમાં shogaol નામનું કમ્પાઉન્ડ હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે. વજન ઓછું કરવા માટે સુંઠનો ઉપયોગ કેવી રીતે અને ક્યારે કરી શકાય છે, ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

સુંઠમાં મળતા પોષક તત્વો : સુંઠમાં ફાઈબર, આયરન, ફોલેટ એસિડ, ફેટી એસિડ, પોટેશિયમ, જેવા પોષક તત્વો મળે છે. તેનો ઉપયોગ માત્ર વજન ઓછું કરવામાં જ નહિ, પરંતુ ઘણી અન્ય શારીરિક સમસ્યાઓને દૂર કરવા માટે પણ કરવામાં આવે છે. એટલું જ નહિ સુંઠ એ ફાઈબરથી યુક્ત છે. આથી તે ડાઈજેશનની સમસ્યાથી પરેશાન લોકો માટે પણ તે ફાયદાકારક છે. આ સિવાય તેમાં એન્ટી ઈમ્ફ્લેમેટરી, એન્ટી ઓક્સીડેન્ટ જેવા ઘણા ગુણો હોવાને કારણે તેનો ઉપયોગ ઘરેલું ઉપચારના રૂપમાં પણ કરવામાં આવે છે.

કેવી રીતે અને ક્યારે સુંઠનું સેવન કરવું જોઈએ :

વજન ઓછું કરવા માટે સુંઠનું સેવન સવારે અને સાંજે બંને સમય કરી શકાય છે. આ માટે સવારે તમે ¼ ચમચી પાણીમાં 1 ચપટી સુંઠ મિક્સ કરી દો, અને પી જાવ, રાત્રે પણ તમારે આ રીતે જ કરવાનું છે. વજન ઓછું કરવા માટે આ રૂટીનને દરરોજ ફોલો કરો. 1 અથવા 2 મહિનામાં જરૂર બદલાવ જોવા મળશે. જો કે વજન ઓછું કરવાના ચક્કરમાં પોતાની ડાયટનું જરૂર ધ્યાન રાખો.

આ ઘરેલું ઉપચાર અપનાવા સિવાય જંક ફૂડસનું સેવન ન કરો અને કસરત કરતા રહો. જ્યારે ઘણા લોકોને સુંઠથી એલર્જી હોય છે અથવા તો અન્ય સમસ્યા થઈ જાય છે. આવી સ્થિતિમાં તેનું સેવન ન કરો, તેનાથી પરેશાની વધી શકે છે. આ સિવાય સુંઠની તાસીર ગરમ હોય છે, તેવામાં વજન ઓછું કરવા માટે માત્ર 1 ચપટીનો જ ઉપયોગ કરો.

ઘરે જ તૈયાર કરો સુંઠનો પાવડર :

તાજા આદુથી સુંઠને તૈયાર કરી શકાય છે. વાસ્તવમાં જ્યારે આદુ સુકાય જાય છે તો તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે. આ માટે સૌથી પહેલા આદુની ચમચીની મદદથી છાલ કાઢી નાખો, અને પછી તેને ઝીણા સમારી લો. હવે ઝીણા સમારેલ આદુને થોડા દિવસો માટે તડકે સૂકવવા મૂકી દો.જ્યારે તે સારી રીતે સુકાય જાય એટલે તેમાંથી ભેજ નીકળી જશે. હવે તેને મીક્ષ્યરમાં નાખીને ક્રશ કરી લો. પાવડર તૈયાર થઈ જાય એટલે તેને એક એર ટાઈટ ડબ્બામાં ભરી દો. જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરો. ધ્યાન રાખો કે તેને કાઢતી વખતે સુકાયેલ ચમચીનો ઉપયોગ કરો.

તમે પણ પોતાના ડાયટમાં સુંઠને સામેલ કરીને વજન ઓછું કરી શકો છો. આમ જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગતા હો તો સુંઠ એ ખુબ જ અસરકારક ઉપચાર છે. જેનાથી તમારું ડાઈજેશન પણ સુધારે છે. તો જરૂરથી પોતાના ડાયટમાં સુંઠને સામેલ કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!