એક્સરસાઇઝ કરતા પહેલા ક્યારેય ન પીવો આટલી વસ્તુ । થશે ઉંધી અસર

શરીર માટે યોગ્ય એક્સરસાઇઝ કરવી જરુરી છે પરંતુ તેની સાથે સાથે યોગ્ય ડાયેટ લેવી પણ ખુબ જ જરુરી છે. ઘણા લોકો એક્સરસાઇઝ તો ખુબ જ જોર શોરથી કરે છે પરંતુ યોગ્ય ડાયેટ લેતા નથી જેના કારણે તે વર્કઆઉટ અસર કરતુ નથી. ઘણા લોકોને ખબર જ નથી હોતી કે એક્સરસાઇઝ કરતા પહેલા શું ખાવું જોઇએ? અને શું ના ખાવું જોઇએ? સાવ ખાલી પેટ હોય ત્યાર પણ એક્સરસાઇઝ કરવી બિલકુલ યોગ્ય નથી. તેથી ડ્રાય ફ્રૂટને ડાયેટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. તેવામાં જો તમે નવા વર્કઆઉટ રુટીનને ફોલો કરવા જઇ રહ્યાં છો તો જાણવું જરુરી છે કે કઇ એક્સરાસઇઝ કરતાં પહેલાં કેવા ડ્રિંક્સ પીવા જાઇએ?

એક રિસર્ચ અનુસાર, તમે જો જીમમાં જાઓ છો. તો જીમમાં જવાના બે કલાક પહેલા ઓછામાં ઓછું 500 ગ્રામ પાણી પીઓ. ત્યાર બાદ તમે જીમમાં વોર્મઅપ કરો ત્યારે 200 મિલી હુંફાળું પાણી અને પરસેવો થાય ત્યાર બાદ ફરી 200 ગ્રામ પાણી પીઓ. આ ઉપરાંત તમે જીમમાં જતા પહેલા સફરજન, કેળું, દાડમ, પનીરના બેથી ત્રણ ટુકડા ખાઇ શકો છો. પરંતુ ઘણા લોકો એક આખો ગ્લાસ દૂધ, બ્લેક કોફી પીને જીમમાં જાય છે. તો તેઓને જણાવવાનું કે આમ કરવું સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. 

દૂધવાળા ડ્રિંક્સ: એવા ડ્રિંક્સ જેનો બેઝ દૂધથી બનેલો હોય એટલે કે શેક, સ્મૂદી વગેરે વર્કઆઉટ કરતા પહેલા અવોઇડ કરવું જોઇએ. તમે હેલ્દી બ્રેકફાસ્ટ ડ્રિંક્સ જેમ કે, જ્યૂસ, ડિટોક્સ વોટર વગેરે પી શકો છો. આમ કરવાના બે કારણ છે. પહેલુ કે તેમાં પ્રોટીનની માત્રા બહુ ઓછી હોય છે અને આ ડાયજેસ્ટ(પચવામાં) થવામાં વાર લાગે છે. તેવામાં વર્કઆઉટ અસર કરતું નથી. બીજુ કારણ એ છે કે વર્કઆઉટ કરતી વખતે પેટ ભારે લાગે છે. તથા ઉલ્ટી અને પેટમાં દુખાવા થવાનો ભય રહે છે. 

દારુથી રહો દૂર: દારુ સ્વાસ્થ્ય માટે જોખમી છે. દારુ શરીરમાંથી પાણીની માત્રા ઓછી કરે છે અને સાથે પેટમાં બળતરા ઉત્પન્ન કરે છે. દારુના સતત સેવનથી શરીરમાંથી એનર્જી ઓછી થતી જાય છે. જો તમે ઇચ્છો છો કે તમારા શરીરમાં નેગેટિવ ઇન્ફ્લૂએન્સ ન હોય તો દારુનું સેવન બંધ કરવું જોઇએ. તે સાથે ધ્યાન રાખો કે એક્સરસાઇઝ કરતા પહેલા કે પછી દારુ પીધેલું ન હોય. 

વધારે ખાંડવાળા પીણા: જ્યૂસ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે પરંતુ જો તમે બજારમાં મળતા તૈયાર જ્યૂસ પીઓ છો તો ખાસ ધ્યાન રાખો કે તેમાં ખાંડનું પ્રમાણ વધારે ન હોય. વધારે ખાંડવાળા પીણા શરીરમાં ખોરાકને સરળતા પાચન થવા દેતા નથી. જ્યૂસ હંમેશા ખાંડ વિનાનો તથા તાજા ફળોનો જ પીઓ. તાજા જ્યૂસ પીવાથી સ્વાસ્થ્ય સારુ રહે છે. દાડમ, મોસંબી, અનાનસ વગેરેનો જ્યૂસ પીવાથી વર્કઆઉટ પણ સારી રીતે કરી શકશો. બજારમાં મળતા જ્યૂસમાં કોર્ન સિરપ અને ફ્રૂટકોસ વધુ પ્રમાણમાં હોય છે. જે સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી. 

કાર્બોનેટેડ ડ્રિંક્સ: એક્સરસાઇઝ કરતા પહેલા કોઇપણ પ્રકારની કોલ્ડ્રિંક્સ કે ફીણવાળા પીણાં જેમ કે, સોડા, બિયર વગેરે ન પીવા જોઇએ. આ પીવાથી ડિહાઇડ્રેશનના શિકાર થઇ શકો છો. તે સાથે પેટમાં ગેસ અને બ્લોટિંગની સમસ્યા પણ થઇ શકે છે. જો તમે આ પ્રકારના પીણા પી રહ્યાં છો તો આ સિસ્ટમને ખરાબ કરશે અને વર્કઆઉટની વિપરીત અસર થશે. આ ડ્રિક્સમાં ખાંડની માત્રા વધારે પ્રમાણમાં હોય છે તેથી તેને અનોઇડ કરવું જોઇએ. 

નિકોટિન અને કેફીનવાળા ડ્રિંક્સ: ઘણાં લોકોની આદત હોય છે કે તે પોતાના વર્કઆઉટ સેશન પહેલા ચા કે કોફી પીને જાય છે. કારણ કે તેનાથી તે એનર્જેટિક અનુભવ કરે છે. ઉલ્લેખનીય છે કે, આ ખોટું છે. કેફીન કે નિકોટિન તમારા શરીરમાં જાય છે, તેનાથી હૃદય ઝડપથી ધડકે છે. જેનાથી એગ્જાઇટીની સમસ્યા થાય છે ત્યાર બાદ પૈલ્પિટેશનની અનુભુતી થાય છે. તેની સાથે શરીરમાં ઓક્સીજવ સપ્લાય પણ વધી જાય છે અને હાઇ-બ્લડ પ્રેશર વધે છે. જો તમને હૃદયની અને બીપીની તકલીફ હોય તો વર્કઆઉટ પહેલા આ ક્યારેય ન કરો.

Leave a Comment