રાત્રે પાણીમાં પલાળીને સવારે પીય લ્યો આ 3 માંથી કોઈ 1 વસ્તુ, ફટાફટ ઘટી જશે તમારું વજન. જીમના મોંઘા ખર્ચ પણ બચી જશે…

રાત્રે પાણીમાં પલાળીને સવારે પીય લ્યો આ 3 માંથી કોઈ 1 વસ્તુ, ફટાફટ ઘટી જશે તમારું વજન. જીમના મોંઘા ખર્ચ પણ બચી જશે…

કોરોના કારણે લાગેલ લોકડાઉનના કારણે ઘણા લોકોનું વજન ઘણું વધી ગયું છે. અને આ વજન વધારાના કારણે અનેક બીમારીઓનું જોખમ પણ વધે છે. આ જ કારણ છે કે, લોકો વજન ઓછું કરવા માટે જાગૃત થયા છે. તેવામાં ઘણા લોકો સખ્ત મહેનત કરીને વજન ઓછો કરે છે તો ઘણા લોકો પાસે આવો સમય નથી હોતો. જ્યારે ઘણા લોકો એવા પણ છે જે ઘરેલું ઉપચારથી વજન ઓછો કરે છે.

જીરું, વરીયાળી અને તજનું પાણી વજન ઓછું કરવા માટે અપનાવેલ ઘરેલું ઉપચાર છે, તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે. જો કે આ બધા ડ્રીંક હેલ્દી છે, પરંતુ વજન ઓછું કરવા માટે આ ત્રણ માંથી ક્યું સૌથી બેસ્ટ છે ? આ વિશે તમને જણાવી દઈએ કે વરીયાળી, જીરું અને તજ માંથી ક્યું ડ્રીંક સૌથી વધુ અસરકારક છે.

જીરાના પાણીના ફાયદાઓ : જીરુંની પ્રકૃતિ ઠંડી હોય છે. અને પેટના પીએચ લેવલને બેલેન્સ કરવા એટલે કે સંતુલિત કરવામાં મદદ કરે છે. જીરાનું પાણી જલન, સોજા, એસીડીટી અને અપચો જેવી સમસ્યાઓ ખુબ જ સારું છે. આમ સારું પાચન વજન ઓછુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

એટલું જ નહિ જીરું તમારા શરીરમાં વોટર રીટેન્શનથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે અને ઇન્સુલીન સેન્સીટીવીટીમાં પણ સુધાર કરે છે. આમ એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણોથી ભરપુર જીરું ચયાપચય સંબંધી વિકારોને ઠીક કરવાની સાથે સમગ્ર શરીરના વધારાના વજનને ઓછો કરે છે.

કેવી રીતે બનાવવું જીરાનું પાણી : વધુ લાભ મેળવવા માટે તમારે સવારે ખાલી પેટ જીરાના પાણીનું સેવન કરવું. ખાલી પેટ જીરાનું પાણી પીવાથી સારું પરિણામ મળે છે. આ હેલ્દી ડ્રીંક બનાવવા માટે એક ચમચી જીરાને આખી રાત પલાળો. સવારે પલાળેલા જીરાને ઉકાળી લો, અને એટલું ઉકાળો કે તેમાં પાણીની માત્રા અડધી થઈ જાય.

વરીયાળી : સબ્જીઓ સિવાય મોટી વરીયાળીનો ઉપયોગ વજન ઓછો કરવા માટે પણ થાય છે. આ વરીયાળીમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જેના સેવનથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, તેમજ તમને ભૂખ પણ ઓછી લાગે છે. આમ વજન ઓછું કરવા માટે વરીયાળીનું સેવન પણ એક ઘરેલું ઉપાય છે. તે તમારી શુગર ક્રેવિંગ ઓછી કરે છે. દિવસમાં એક ગ્લાસ વરીયાળીનું પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે.

હૃદયના દર્દી માટે : આ બીજમાં વિટામીન અને ખનીજની માત્રા વધુ હોય છે. વરીયાળી રક્ત શોધક એટલે કે લોહીને સાફ કરવામાં મદદ કરે છે. હૃદય રોગ માટે વરીયાળી ખુબ જ લાભકારી છે. કારણ કે તે કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ કરે છે અને રક્તચાપના સ્તરને નિયંત્રિત કરે છે. તે આંખની રોશની માટે પણ ફાયદાકારક છે. તે સોજો, પાચન અને કબજિયાત માટે પણ સારું કામ કરે છે.

કેવી રીતે બનાવવું વરીયાળીનું પાણી : જીરાની જેમ વરીયાળીનું પાણી પણ સવારે પીવાથી વધુ લાભ મળે છે. ખાલી પેટ સેવન કરવાથી સારું પરિણામ આવે છે. આ પાણીને બનાવવા માટે રાત્રે વરીયાળીને પલાળી દો. સવારે તેને ઉકાળી લો અને નવશેકા પાણી સાથે સેવન કરો.તજનું પાણી અને તેના ફાયદાઓ : તજ હાર્મોનના બેલેન્સ કરવા માટે સારું ડ્રીંક છે. આથી તે પીસીઓએસથી પીડિત મહિલાઓ માટે સારો વિકલ્પ છે. આ તકલીફમાં મહિલાઓનું વજન વધવા લાગે છે. તેવામાં તેમણે પોતાના આહારમાં તજનું સેવન કરવું જોઈએ. તજ વજન ઓછું કરવામાં મદદ કરે છે.

તજના સેવનની સાથે એક વસ્તુનું ધ્યાન રાખવું કે તેની તાસીર ગરમ હોય છે. આથી ઉનાળામાં તેનું સેવન કરવામાં સાવધાની રાખવી. તેમાં એન્ટીફંગલ અને જીવાણુંરોધી ગુણ હોય છે જે વિભિન્ન સંક્રમણથી છુટકારો મેળવી આપે છે.

કેવી રીતે બનાવવું તજનું પાણી : એક ગ્લાસ પાણીમાં 2 ચપટી તજ નાખો અને તેને ઉકાળો, અને દિવસમાં બે વખત તેનું સેવન કરો. તજ ખાવાનો સૌથી સારો સમય બપોરનો અને રાતનો છે.આમ આવા ઘરેલું ઉપચારોને તમારે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી અપનાવવા જોઈએ. તેમજ ત્રણેય ડ્રીંક પીવા કરતા એક સમયે એક જ ડ્રીંક પીવું વધુ સારું છે. જો કે ડાયાબિટીસના દર્દીએ વરીયાળીનું પાણી પીવામાં સાવધાની રાખવી જોઈએ.

આમ શરૂઆતમાં તમે થોડા પ્રમાણમાં તેનું સેવન કરો. તેમજ તેના સેવનથી તમારા શરીર પર કેવી અસર થાય છે તેનું ધ્યાન રાખો. આમ વજન ઓછું કરવા માટે તમે કોઈ પણ એક ડ્રીંકનું સેવન કરી શકો છો. આમ જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ પણ એક પ્રવાહીથી શરૂઆત કરી શકો છો. તેમજ પોતાના શરીરને અનુકુળ આ ત્રણ ડ્રીંક માંથી એક ઉપચાર તરીકે લઈ શકો છો. પણ ત્રણેય ડ્રીંકનું એક સાથે સેવન ન કરવું જોઈએ. તેનું ખાસ ધ્યાન રાખવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!