જાણો પાણી પીવાના આ 5 નિયમો, બીમારીઓને આજીવન દુર રાખી વજન રાખશે હંમેશા કંટ્રોલમાં… જાણો રોજ કેટલું અને કેમ પીવું જોઈએ પાણી…

જાણો પાણી પીવાના આ 5 નિયમો, બીમારીઓને આજીવન દુર રાખી વજન રાખશે હંમેશા કંટ્રોલમાં… જાણો રોજ કેટલું અને કેમ પીવું જોઈએ પાણી…

મિત્રો તમે જાણો છો તેમ હાલ સખતનો ઉનાળો ચાલે છે. એવામાં આપણે શરીરને ડીહાઈડ્રેટ રાખવા માટે પાણીનું વધુ સેવન કરીએ છીએ. પણ ઘણી વખત એવો સવાલ થાય કે પાણી વધુ પીવું જોઈએ કે ઓછુ. તો તમને જણાવી દઈએ કે તમારે પાણીએ શરીર માટે જરૂરી પ્રવાહી છે. પણ તેનું કેટલું સેવન કરવું તેના વિશે પણ જાણી લેવું જરૂરી છે.  

જ્યારે પણ જીવતા રહેવા માટે સૌથી જરૂરી વસ્તુની વાત થશે તો પાણીની જરૂરિયાત સૌથી મહત્વની હશે. બરોબર જ છે ને, પાણીના અગણિત ફાયદાઓ છે. જેમકે, હાઈડ્રેટેડ રહેવું. તે એક ડિફોલ્ટ એડવાઈઝ છે, જેને તમે ઘણા લાઇફસ્ટાઇલ આર્ટિકલ્સમાં જોશો અને લોકો પણ સામાન્ય રીતે કહેતા જ હોય છે. વાસ્તવમાં શરીરનો લગભગ 70 ટકા ભાગ પાણી છે. પાણી વગર જીવન જીવવાની કલ્પના પણ કરી શકાતી નથી. માટે જ શરીરમાં પાણીની ઉણપ પૂરી કરવા માટે દિવસમાં ઓછામા ઓછા 8 ગ્લાસ પાણી પીવું જરૂરી બને છે. પરંતુ ઘણા લોકો પૂરતું પાણી પિતા નથી. જેના કારણે ઘણી વખત શરીરમાં પાણીની ઉણપ થાય છે. એટલું જ નહીં પાણીનું વજન ઘટાડવાથી પણ કનેક્શન છે.

ઇન્ટરનેટ પર ઘણી રિસર્ચ અને સ્ટડી ઉપલબ્ધ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ખૂબ વધારે પાણી પીવાથી તમારી વજન ઘટાડવાની પ્રોસેસમાં મદદ મળી શકે છે. પરંતુ શું તમે ક્યારેય દિવસમાં સૌથી વધુ પીવાતી આ વસ્તુના તથ્યોની તપાસ કરી છે? જો નહીં તો અમે આ બાબતે ઘણા તથ્યો રજૂ કરવાની સાથે સાથે પાણીથી જોડાયેલી બીજી કેટલીક વાતો પણ જણાવીશું. 

પાણી અને વજન ઘટાડવાનો સંબંધ:- સૌથી પહેલા પાણીથી જોડાયેલા સૌથી મોટા ફાયદાઓ વિષે જાણકારી આપીએ. અમુક લોકોનું માનવું છે કે વધારે પાણી પીવાથી વજન વધતો રોકી શકાય છે. આમતો એ સાચું નથી કે પાણી વજન ઘટાડવામાં મદદ કરે છે. પાણીમાં વજન ઘટાડવાના કોઈ ગુણ હોતા નથી. પાણી માત્ર તે જડીબુટ્ટી અને મસાલાઑ માટે એક માધ્યમના રૂપથી કાર્ય કરે છે, જેને પાણી સાથે લેવાથી તમારા વજન પર સકારાત્મક અસર પડી શકે છે.

વધારે પાણી પીવું સારું:- કોઈ પણ વસ્તુને વધુ માત્રામાં લેવું એ સારું નથી. પછી ભલે તે વાત પાણીના સંદર્ભમાં જ કેમ ન હોય, ખૂબ વધારે પાણી પીવાથી તમારા શરીરમાં સોડિયમનું લેવલ ઓછું થઈ જાય છે, જે ઘાતક સાબિત થઈ શકે છે. આ વિશેષ ઘટનાને હાઇપોનેટ્રેમિયાથી ઓળખવામાં આવે છે. 

તરસનો મતલબ ડિહાઈડ્રેટેડ નથી:- એક બીજી ભ્રમણા છે જે તરસથી જોડાયેલી છે. તે એ છે કે તરસ લાગવાથી લોકો સામાન્ય રીતે વિચારે છે કે, તેઓ ડિહાઈડ્રેડ થઈ ગયા છે. તરસ ડિહાઈડ્રેશનનું એક ખોટું માપદંડ છે. ક્યારેક-ક્યારેક તરસ લાગવાનો અનુભવ થતાં પહેલા જ શરીરમાં ફ્લ્યુડ લેવલ 4 ટકા ઘટી જાય છે. જો તમે વાસ્તવમાં જોવા માંગતા હોય કે તમે પર્યાપ્ત માત્રામાં તરાલ પદાર્થ પી રહ્યા છો તો તમારે તમારા યુરીનના કલર પર ધ્યાન આપવું જોઈએ.‘8 ગ્લાસ પાણી’ સલાહ:- મોટાભાગના લોકો પ્રચલિત કોન્સેપ્ટને માનતા દરરોજ 8 ગ્લાસ પાણી પીવાની એડ્વાઇઝ ફોલો કરે છે. જોકે તે અમુક લોકો માટે ફાયદાકારક થઈ શકે છે. કારણ કે હાઈડ્રેશનનું લેવલ દરેક માટે અલગ અલગ હોય છે. તે કોઈ વ્યક્તિના એક્ટિવિટી લેવલ, હેલ્થ અને ડાયેટના આધાર પર અલગ અલગ હોય છે. 

પાણી અને ભૂખ:- પાણી ભૂખને મારવાનું મોટું હથિયાર છે. વજન ઘટાડવાની જર્ની દરમિયાન, એક વ્યક્તિને જમ્યા પહેલા પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. જેથી તેનો જમવાનો ભાગ ઓછો થઈ જાય. આમ કરવાથી તમે જાતે જ ઓછી કેલોરીનું સેવન કરો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!