મોટાભાગના લોકો એવું માને છે કે લીંબુ પાણીથી ઘટે છે વજન, પરંતુ ઘટવાને બદલે થાય છે કંઈક આવું…

હાલના સમયમાં વજન વધારો એ એક મોટી સમસ્યા છે. તેમજ વજન ઓછું કરવા ઘણા લોકો ઘણી મહેનત અને અન્ય ઉપાયો અજમાવે છે, પરંતુ રિઝલ્ટ નથી મળતું હોતું. કોઈ ડાયટીંગ કરીને કલાકો સુધી ભૂખ્યા રહે છે, તો કોઈ જીમમાં જઈને પરસેવો વહાવે છે. ઘણા લોકો તો મેદાનમાં ઘણા કિલોમીટર દોડે છે.

તો ઘણા લોકો એવા પણ છે જે વજન ઓછો કરવા માટેના પ્રોડક્ટ્સનું સેવન કરે છે. જ્યારે ઘણા લોકો વજન ઓછો કરવા માટે દેશી ઉપાયો અજમાવે છે. તેમાંથી લીંબુના થોડા ટીપાની સાથે ગરમ પાણી પીવાથી પણ વજન ઓછો થાય છે. પણ શું સાચે જ આ ઉપાય અસરકારક છે. ચાલો તો આ વિશે વધુ જાણી લઈએ.

વજન ઓછો કરવા માટે એક માન્યતા છે ગરમ પાણી અને લીંબુ : લીંબુ વિટામીન સીનો સારો એવો સ્ત્રોત છે. જેનાથી આપણી ઈમ્યુન સિસ્ટમ મજબુત બને છે અને તેના સેવનથી આપણી ડાઈજેશન સિસ્ટમ સારી રહે છે. પણ એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુના થોડા ટીપા નાખવાથી શરીરની અંદર રહેલ ફેટ ઓગળી જાય છે, આ એક માત્ર માન્યતા છે.

શું ગરમ પાણી સાથે લીંબુનું સેવન યોગ્ય નથી ? : ગરમ પાણીમાં માત્ર લીંબુના ટીપા નાખીને પીવાથી વસા એટલે કે ફેટને સરળતાથી ઓછું કરી શકાય છે. જે એક માન્યતા છે. અને તેને ખત્મ કરવાની જરૂર છે. આથી શું ગરમ પાણીની સાથે લીંબુ નાખીને પીવું જોઈએ કે નહિ ? આ સવાલનો જવાબ વિશે જણાવતા તમને જણાવી દઈએ કે તમે એ વિચારીને તેનું સેવન ન કરો કે તેનાથી તમારી વધારાની ચરબી ઓછી થઈ જશે.આ રીતે વજન ઓછું કરવામાં મદદ કરે છે લીંબુનું સેવન : જાણવા મળતી માહિતી મુજબ જ્યારે વજન ઓછું કરવાની વાત આવે છે તો રેગ્યુલર વોટરની તુલનામાં લેમન વોટર સારું નથી. જો કે તેનું સેવન ઉચ્ચ કેલેરી પીણાના સ્થાને ઓછી કેલેરીના લેવલે કરી શકાય છે. તેવામાં સંભવ છે કે તે વજન ઓછો કરવામાં મદદ કરી શકે છે.

સ્કીન માટે ફાયદાકારક છે લીંબુ પાણી : લીંબુ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે. તે તમને હાઈડ્રેટેડ રાખવાની સાથે તમારી ત્વચા માટે પણ સારું કામ કરે છે. લીંબુમાં રહેલ વિટામીન સી ત્વચાની કરચલીઓ, ઉંમર વધવાની સાથે બેજાન બનતી ત્વચા, તડકાથી થતા નુકશાન સામે રક્ષણ આપે છે.

આમ તમે જો પોતાને હાઈડ્રેટેડ રાખવા માટે જ લીંબુ પાણીનું સેવન કરો છો તો તે તમને જરૂરથી ફાયદો કરે છે. અને તમને એક એનર્જી પ્રદાન કરે છે. તેમજ તમારી ઈમ્યુન સિસ્ટમ પણ મજબુત બનાવે છે. આથી લીબું પાણીનું સેવન વજન ઓછો કરશે એવી માન્યતા સાથે નહિ પણ શરીરને સ્ફૂર્તિ આપશે એ સાથે તેનું સેવન કરવું જોઈએ. તેમજ તે શરીરથી વિષાક્ત પદાર્થ પણ બહાર કાઢવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment