ખાલી પેટે આ 8 વસ્તુઓનું સેવન તમારા શરીરને બનાવી દેશે ખોખલું, રોગપ્રતિકારક શક્તિને કમજોર કરી આપી શકે છે કેન્સર જેવી બીમારીને આમંત્રણ…

કોરોનાના સમયમાં એક્સપર્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે ખુબ જ ભાર આપે છે. કહેવામાં આવે છે કે, આ વાયરસ અંદરથી કમજોર એટલે કે શરીરને રોગ સામે લડવાની ક્ષમતા અને ઓછી કરી નાખે છે, અને તેનાથી તે ખુબ જ જલ્દી પ્રભાવિત પણ કરે છે. આ વાયરસ માત્ર ફેફસાને જ પ્રભાવિત કરતા નથી. પરંતુ શરીરના ઘણા બધા અંગોને પણ ડેમેજ કરી રહ્યા છે, આ જ કારણ છે કે, આ પરિસ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવાનું અને અન્ય રોગો સામે આપણે બચવું ખુબ જ જરૂરી છે.

લગભગ જોવામાં આવ્યું છે કે, અમુક લોકો સવારે પથારીમાંથી ઉઠતા જ નાસ્તો કરવા લાગે છે, અને ઘણા લોકો ખાલી પેટ ઉપર ચા કોફી અથવા અન્ય વસ્તુઓનું સેવન કરવા લાગે છે. ત્યારે તમને જણાવી દઈએ કે, આ આદત ધીમે-ધીમે તમારા સ્વાસ્થ્યને ખુબ જ ગંભીર નુકશાન પહોંચાડી શકે છે.

એક્સપર્ટ માને છે કે, દિવસની શરૂઆત આપણે હેલ્ધી નાસ્તાથી શરૂ કરવી જોઇએ, તેનાથી શરીરના કામકાજ માટે આપણને ઊર્જા મળી રહે છે, ખાવા-પીવાની અમુક વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે, પરંતુ જો તેને ખાલી પેટ ઉપર ખાવામાં આવે તો તે તમને નુકશાન પણ પહોંચાડી શકે છે, અમે તમને જણાવી રહ્યા છીએ કે, તમારે ખાલી પેટે ભૂલથી પણ કંઈ કંઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં અને કેમ ?

1 ) ટામેટા : આ વાત સાચી છે કે, ટામેટા અલગ-અલગ વિટામિન અને ઍન્ટિ-ઑક્સિડન્ટનો ભંડાર છે, પરંતુ જ્યારે તમે તેને ખાલી પેટે સેવન કરો છો તો તે એસિડ નેચરના કારણે પેટને નુકશાન પહોંચાડે છે, અને તે પેટ ઉપર જરૂરથી વધારે દબાણ નાખે છે, અને તેનાથી પેટમાં દુખાવો પણ થઈ શકે છે અલ્સરથી પીડિત લોકો માટે ખુબ જ ખતરનાક સ્થિતિ બની શકે છે.

2 ) ખાટ્ટા ફળ : ખાટા ફળ જેમ કે, નારંગી, દ્રાક્ષ, લીંબુ જેવી વસ્તુઓ વિટામીન સી, ફાયબર અને એન્ટી ઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. પરંતુ જો તમે સવારે ખાલી પેટ તેનું સેવન કરો છો તો તમને પેટની સમસ્યા થઈ શકે છે.

3 ) કાર્બોનેટેડ ડ્રિંક્સ : કાર્બોનેટેડ ડ્રિંક્સ સ્વાસ્થ્ય માટે કોઈ પણ રીતે યોગ્ય નથી, ઘણા બધા શોધમાં આ વાતનો દાવો થઈ ચૂક્યો છે કે, ખાલી પેટ કાર્બોનેટેડ પીણા પીવાથી કેન્સર અને હૃદયને લગતી બીમારીઓ જોખમ વધી શકે છે. જો તમે પણ કોલ્ડ ડ્રિંકના શોખીન હોય તો તમારે તેનાથી દૂર રહેવું જોઈએ.

4 ) કોફી અથવા ચા : ઘણા બધા લોકોને સવારે ઊઠીને સૌથી પહેલા ચા અથવા કોફી પીવુ ખુબ જ પસંદ છે. એક્સપર્ટ જણાવે છે કે, ખાલી પેટ કોફી પીવાથી હાઈડ્રોક્લોરિક એસિડની માત્રા વધી જાય છે, અને તેનાથી કબજિયાત અને ઊલટીની સમસ્યા થઈ શકે છે, તેનાથી તમારી પાચનક્રિયા ધીમી થઈ જાય છે.

5 ) લીલી શાકભાજી અને મરચા : લીલી શાકભાજીમાં એમીનો એસિડ હોય છે જેના કારણે તમને પેટનો દુખાવો અને પેટના સોજાનો સામનો કરવો પડે છે. આ રીતે ખાલી પેટ મરચાનું અથવા કાળા મરીનું સેવન કરવાથી ગેસની સમસ્યા થઈ શકે છે. મરચું ડાયજેસ્ટીવ ટ્રેકના મ્યુકસ મેમ્બરેનને ડેમેજ કરી શકે છે અને તેનાથી છાતીમાં બળતરા થઈ શકે છે.

6 ) દૂધ અને કેળા : દૂધમાં સેચ્યુરેટેડ ફેટ અને પ્રોટીન હોય છે, તે પેટના સ્નાયુઓને કમજોર બનાવી દે છે, અને તેની સાથે જ પાચનક્રિયાને પણ અસર થવા લાગે છે. આ જ રીતે ખાલી પેટ કેળાનું સેવન કરવાથી શરીરમાં મેગ્નેશિયમનું લેવલ વધી શકે છે.

7 ) દહીં : દહીં પેટ અને પેટના આંતરડા માટે ખુબ જ લાભકારી હોય છે પરંતુ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી તમને નુકશાન થઈ શકે છે, તેનાથી પેટમાં એસિડ બને છે જે શરીર માટે નુકશાનકારક છે.

8 ) મીઠાઈ : ખાલી પેટે ગળી વસ્તુઓનું સેવન કરવાથી લીવર અને પાચનતંત્ર પર દબાવ પડે છે, અને તેનાથી કામ કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે, લાંબા સમયમાં જોવામાં આવે તો તેના કારણે વધી શકે છે ઘણી બધી બીમારીને જન્મ આપી શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment