આ 5 વસ્તુ પપૈયા સાથે ખાવાથી પેટમાં બની જાય છે એસિડ, ઉભી થાય છે શરીરમાં ગંભીર સમસ્યાઓ અને રોગો… જાણો કંઈ કંઈ વસ્તુ પપૈયા સાથે ન ખાવી જોઈએ…

આ 5 વસ્તુ પપૈયા સાથે ખાવાથી પેટમાં બની જાય છે એસિડ, ઉભી થાય છે શરીરમાં ગંભીર સમસ્યાઓ અને રોગો… જાણો કંઈ કંઈ વસ્તુ પપૈયા સાથે ન ખાવી જોઈએ…

મિત્રો કોઈ પણ વસ્તુ હોય તેનું સાચી રીતે અને યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્યને અનેક ફાયદા કરી શકે છે નહિતર તેની વિપરીત અસર થાય છે અને શરીરને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે પપૈયા સાથે કઈ એવી પાંચ વસ્તુઓ છે, જેનું સેવન કરવાથી તેની વિપરીત અસર થાય છે અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

સામાન્ય રીતે પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. પપૈયું ખાવાથી અનેક ફાયદા થાય છે, જેમ કે વજન ઘટાડવામાં, પાચન સુધારવામાં અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. પપૈયામાં ચરબી, કાર્બોહાઇડ્રેટ ,વિટામિન સી, એ, ઈ, બી, ખનીજ, પ્રોટીન અને ડાયટરી ફાઇબર જેવા અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. માત્ર આ જ નહીં તેમાં આલ્ફા, બીટા કેરોટીન અને લ્યુટિન નામના એન્ટીઓક્સીડેન્ટ પણ ઉપલબ્ધ હોય છે.

પપૈયાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 60 હોય છે અને આમાં ડાયટરી ફાઇબર હોય છે, તેથી ફિટનેસ એક્સપર્ટ દરરોજ પપૈયુ ખાવાની સલાહ આપે છે પપૈયામાં પ્રાપ્ત થતાં પૈપીન એન્જાઈમ એલર્જીથી લડે છે અને ઘાવને ભરવામાં મદદરૂપ થાય છે. આમ,ઘણા બધા ફાયદા હોવા છતાં પપૈયાનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક પણ બની શકે છે. એક્સપર્ટનું કહેવું છે કે અમુક એવી વસ્તુઓ છે જે પપૈયા સાથે ખાવાથી ઝેર જેવી અસર કરી શકે છે. તો આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેનું પપૈયા સાથે સેવન ન કરવું જોઈએ.

1) લીંબુ સાથે પપૈયું ન ખાવું:- પપૈયું અને લીંબુનું એકસાથે સેવન યોગ્ય નથી. જો તમે સલાડમાં પપૈયુ ખાવ છો તો તેમાં લીંબુનો રસ ન નાખવો. તેનાથી આ ઝેરીલુ બની જાય છે. લીંબુ અને પપૈયું એક સાથે ખાવાથી હીમોગ્લોબીન નું સ્તર અસંતુલિત બની શકે છે અને વ્યક્તિ એનિમિયાની બીમારી નો શિકાર બને છે. તેથી ભૂલથી પણ પપૈયા સાથે લીંબુ નું સેવન ન કરવું જોઈએ.

2) દહીં અને પપૈયું:- પપૈયાની તાસીર ગરમ હોય છે જ્યારે દહીં ની તાસીર ઠંડી હોય છે. તેથી પપૈયું ખાધા બાદ તુરંત જ દહીં ખાવાથી પરેજી કરવી જોઈએ. જો તમે પપૈયું ખાધું હોય તો તેના એક કે બે કલાક બાદ જ દહીંનું સેવન કરવું. ઠંડા અને ગરમ નું આ કોમ્બિનેશન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને તમે બીમાર પડી શકો છો.

3) સંતરા અને પપૈયું:- લીંબુની જેમ સંતરુ પણ ખાટુ હોય છે. ફ્રુટ સલાડ માં સંતરુ અને પપૈયું એક સાથે મેળવીને ન ખાવું જોઈએ. આ ઝેર જેવી અસર કરે છે અને તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી પપૈયાની સાથે સંતરાનું સેવન પણ ક્યારેય ન કરવું જોઈએ.4) ટામેટું અને પપૈયું:- પપૈયું અને ટામેટાનું આ કોમ્બિનેશન પણ સારું નથી માનવામાં આવતું. આ બંનેનું એક સાથે સેવન ઝેરીલું સાબિત થઈ શકે છે. તેથી પપૈયુ અને ટામેટું એકસાથે ન ખાવું જોઈએ. 

5) કીવી અને પપૈયું:- કીવી એક ખાટું ફળ છે. પપૈયાની સાથે કીવી ખાવાથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. તેથી ક્યારેય પણ આ બંને ફળોનું સેવન એક સાથે ન કરવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment

error: Content is protected !!