ખાવાની આ વસ્તુઓને કુકરમાં રાંધવાની ભૂલ ક્યારેય ન કરતા, જાણી લો કારણ… નહિ તો આખી જિંદગી થશે પછતાવો….

મિત્રો આપણે ઝડપથી કામ થાય અને રસોઈ ફટાફટ બને એ માટે પ્રેશર કુકરનો ઉપયોગ કરીએ છીએ. પણ અમુક વસ્તુઓ એવી છે જેને તમારે પ્રેશર કુકરમાં ન બનાવવી જોઈએ. ચાલો તો આપણે તેની પાછળ કયું કારણ રહેલું છે તે જાણી લઈએ. 

જો કોઈને પુછવામાં આવે કે, તેને પ્રેશર કુકરમાં રસોઈ કરવી ગમે કે કઢાઈમાં, તો તરત જવાબ આવે છે પ્રેશર કુકર. જવાબનું કારણ પણ સાફ છે, કારણ કે તેમાં રસોઈ જલ્દી બની જાય છે અને ઈંધણ પણ બચે છે. પરંતુ શું તમને ખબર છે કે, અમુક વસ્તુઓ એવી છે જે, પ્રેશર કુકરમાં ન રાંધવી જોઈએ. પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે, પ્રેશર કુકરમાં રસોઈ કરવી સારી કે કઢાઈમાં.

પહેલાના જમાનમાં જ્યારે પ્રેશર કુકર ન હતા ત્યારે રસોઈ કઢાઈમાં કરવામાં આવતી હતી. જો આપણે પહેલાની રીતને સારી ગણી લઈએ તો, પ્રેશર કુકરનું મહત્વ ઓછું થઈ જાય છે. તેમ જ જો પ્રેશર કુકરમાં રસોઈ કરવી સારી ગણી લેવામાં આવે તો, કઢાઈનું મહત્વ ઓછું થઈ જાય છે. આમ તો, સામાન્ય રીતે માનવામાં આવે છે કે, રસોઈને હંમેશા ધીમા તાપે કરવી જોઈએ. ત્યારે જ તેના પોષકતત્વો બચ્યા રહે છે અને ફૂલ તાપે તે ઊડી જાય છે. તો શું એ વાત પરથી એ સાબિત થાય છે કે, પ્રેશર કુકરમાં રસોઈના ન્યુટ્રિઅંટસ ઊડી રહ્યા છે? તો આવો પહેલા જાણી લઈએ પ્રેશર કુકરમાં રસોઈ કરવાની અમુક વાતો.પાછલા અમુક વર્ષોથી જાદુઇ પ્રેશર કુકર વિવાદોમાં ઘેરાયું છે. અમુક લોકોએ તેમાં રાંધવામાં આવતા ખોરાકને પોષણ યુક્ત ગણાવ્યો છે. તેમ જ તેનાથી સાવ ઊંધું, અમુક લોકોનું માનવું છે કે, પ્રેશર કુકર બંધ હોવાને કારણે તેમાં ન્યુટ્રિઅંટસ ઉડવાનો કોઈ સવાલ નથી. તે દાવો પણ કરવામાં આવ્યો છે કે કુકરમાં પ્રેશર બનીને રસોઈ થાય છે, તેનાથી ખોરાક ઓછો પોષક બને છે. વાસ્તવમાં પ્રેશર કુકરમાં બનેલી રસોઈ કેટલી ફાયદાકારક છે અને કેટલ નહિ, તે ઘણી હદે તે ખાદ્ય પદાર્થ પર પણ નિર્ભર કરે છે જેને તમે પ્રેશર કુકરમાં બનાવી રહ્યા છો. અમુક વસ્તુને પ્રેશર કુકરમાં રાંધવી તમારા સ્વાસ્થ્ય માટે સારું હોય છે. તેમ જ અમુક વસ્તુ કુકરમાં રાંધવી નુકસાનદાયક હોય છે. 

એક્સપર્ટ મુજબ, જો તમે સ્ટાર્ચથી ભરપૂર રસોઈને કુકરમાં રાંધો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક બની શકે છે. સ્ટાર્ચથી ભરપૂર રસોઈને કુકરમાં તે માટે પકવવી ન જોઈએ કે, તેનાથી ઘણા પ્રકારની બિમારીનું જોખમ વધી જાય છે. તો આવો જાણીએ તે કઈ વસ્તુઓ છે જેને કુકરમાં રાંધવી જોઈએ નહીં.1) 1) ચોખાને પ્રેશર કુકરમાં ન રાંધવા :- જ્યારે ભાતને પ્રેશર કુકરમાં રાંધવામાં આવે તો તેનાથી એક્રીલામાઈડ નામનું હાનિકારક તત્વ બને છે, જે ઘણા પ્રકારની બીમારીનું કારણ બની શકે છે. તેમજ જો આપણે પ્રેશર કુકરમાં ભાત બનાવીએ છીએ તો, તેનું પાણી કાઢતા નથી, તેનાથી સ્થૂળતાની સમસ્યા થઈ શકે છે. ચોખાનું પાણી વજન વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે. જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો પ્રેશર કુકરમાં બનેલા ભાત ખાવા જોઈએ નહીં. 

2) બટેટા પ્રેશર કુકરમાં ન બાફવા :- કારણ કે, બટેટામાં સ્ટાર્ચ રહેલું હોય છે. તે માટે તેને કુકરમાં ન રાંધવા જોઈએ. તેને કુકરમાં રાંધવાથી ઘણા પ્રકારની બીમારીઓ અને કેન્સરનું જોખમ વધી જાય છે. 

3) પાસ્તા પ્રેશર કુકરમાં ન બનાવવા :- જેમકે, આપણને ખબર છે કે પાસ્તા સ્ટાર્ચથી ભરપૂર હોય છે. માટે તેને પણ, પ્રેશર કુકરમાં ન રાંધવ જોઈએ. તેનાથી પણ કેન્સર અને અન્ય બીમારીઓનું જોખમ વધી શકે છે. તો હવે આગળ પ્રયત્ન કરવો કે, સ્ટાર્ચ વાળી વસ્તુઓ પ્રેશર કુકરમાં ન રાંધવી. અમુક એવા શાકભાજી પણ છે પ્રેશર કુકરમાં રાંધવા આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment